Monday, 11 July 2016

The long wait for basic amenities in the upcoming settlements for nomadic families…..

The newly installed solar powered
street lights...
 Since the beginning of  its conception to formation, VSSM has adopted a heuristic approach to address wide ranged issues the nomadic and de-notified communities face. The issues VSSM endeavours to resolve, range from education, rights, health, housing, livelihood to social reforms with in the community and most of the issues have been noticed and addressed for the first time. The resolutions  that evolve from our grassroots learnings are framed into strategies and shared with the communities and authorities. Most of the solutions that  evolved have been advocated to the  policy makers as potential remedies to the choric issues faced by the nomadic communities. 
One of the most imminent needs these wandering communities want to be fulfilled is that of settling down. Their nomadic lifestyles aren’t productive anymore to provide a better and secure future to their coming generations they need to start leading sedentary lifestyles. VSSM is actively engaged in ensuring the families get small plots of residential land and aid to build a decent one room house. We have also facilitated the construction of 5 settlements. 

Ongoing construction at Juna Deesa settlement 
Currently, a settlement for 133 families is being constructed in JunaDeesa in Banaskantha. The funds to carry the construction come from government, VSSM and the families. VSSM mobilises the amount from its well-wishers while the families contribute in form of labour or shell out money as and when they are able to earn something extra. The  low house design that has been developed by VSSM  costs more than 1 lakh for which the  government aid is Rs. 45,000 in urban areas and Rs. 70,000 in rural areas. The aid amount for rural areas was raised after VSSM’s numerous recommendations to government. However, we fail to understand why such demarcation between the rural and urban regions as  the same sanctions had to be considered for semi-urban and urban areas. All our subsequent  appeals to the concerned departments and government  haven’t brought any favourable results yet!!! Similarly we have also been requesting some official  actions on certain infrastructural issues in the settlements and these requests too haven’t been received well by the government and officials. 

We have requested simultaneous installation of water and power connections for the houses in the settlements.  Currently what happens is  these houses get  power and water connections 2-4 years after completion of construction and their moving into their pucca homes. Same is with the road that connects the settlement to the rest of the village/town. Until all these vital amenities  do not reach the settlements the purpose of a proper housing isn’t served. VSSM has been appealing to the authorities to bring some fundamental changes in the way they aid and approach the construction of such settlements. 

The nomadic families  of Juna Deesa are required to buy water at the cost of Rs. 500 to 600 to continue with the construction.  We have been writing to the authorities for the last 2 years on these matters but with no positive results. Recently the settlement has been installed with solar street lights while the wait for domestic power connection continues.  We hope the concerned authorities try to resolved these pending issues at the earliest….

બનાસકાંઠાના જુના ડીસામાં 133 વિચરતી જાતિ પરિવારોની વસાહત બની રહી છે. સરકાર દ્વારા આ પરિવારોને વિનામુલ્યે પ્લોટ અને પ્લોટ પર ઘર બાંધવા રૃા. 45,000ની સહાય આપવામાં આવી. સરકારે તેમની ચિંતા કરી તે માટે આ પરિવારો સરકારના હંમેશાં આભારી રહેશે. પણ કેટલીક બાબતો આ પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે તે વેળા ધ્યાને આવી અમે સરકારનું પણ ધ્યાન દોર્યું પણ એ દિશામાં સરકાર દ્વારા નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. ક્યાંક બરાબર થતું ના હોય, કામની ગતિ ધીમી હોય તો આપણે શબ્દ વાપરીએ છીએ સાવ સરકારી છે. બસ આવું જ કાંઈક અમે આ વસાહતમાં જોઈ રહ્યા છીએ.

પ્લોટ ફાળવાયા પછી ઘર બાંધવાનું કામ શરૃ થાય એટલે પાણી અને વિજળીની સૌથી પહેલાં જરૃરત ઊભી થાય પણ સરકારી રીતે જોઈએ તો લાઈટ, પાણી, રોડ વગેરે તો આખી વસાહત ઊભી થઈ ગયાના બે ચાર વર્ષે આવે. વિચિત્ર લાગે તેવી આ વાત. એક તો આ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી રૃા.45,000માં ઘર બાંધવાનું શક્ય નથી. આથી થોડા દિવસ કામ કરે અને પૈસા બચાવે અને ઘર બાઁધકામમાં ઉમેરે. સંસ્થાગત રીતે અમે પ્રત્યેક પરિવારને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી રુા.40,500ની મદદ કરી છતાં આજની મોંધવારીમાં ઘર બાંધવું સહેલું તો નથી જ ને. આવામાં લાઈટ અને પાણીની સુવિધા સરકાર દ્વારા પહેલાંથી થાય તો આ પરિવારોને એટલો વધારાનો બોજો ના પડે. બાંધકામમાં જરૃરી પાણી ટેન્કર દ્વારા આ પરિવારો લાવે લાઈટ આજુ બાજુના લોકોને કરગરીને તેમના ત્યાંથી ખેંચીને લીધી જેના તે વ્યક્તિ કહે તે પૈસા ચુકવવાના. આ બધું ક્યાંથી પોષાય. આવામાં ઝટ ઘર બાંધવા પાછા અધિકારી ઉતાવળ કરે ક્યાંથી થાય આ બધું?

અમે છેલ્લા બે વર્ષથી જુના ડીસાની આ વસાહતમાં લાઈટ અને પાણીની સુવિધા માટે લખી રહ્યા હતા. પણ કશો ઉકેલ આવતો નહોતો. આવામાં અચાનક સોલાટ પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટના 7 થાંભલા વસાહતમાં નાખવામાં આવ્યા અને સ્ટ્રીટ લાઈટ શરૃ થઈ. સારુ થયું સ્ટ્રીટ લાઈટ તો આવી. હવે લોકોના ઘરોમાં લાઈટ ક્યારે આવે છે તે જોવાનું છે. જો કે પાણીનું તો હજુ સુધી કશું થયું નથી. આજે પણ  500 થી 600 રુપિયા ખર્ચીને લોકો ટેન્કર લાવી રહ્યા છે અને બાંધકામ તેનાથી કરી રહ્યા છે. પાણીની આ જરૃરિયાત પણ સરકાર ઝડપથી સમજે અને આનો પણ ઉકેલ લાવે તેમ ઈચ્છીએ. 

ફોટોમાં ડીસામાં બંધાઈ રહેલા ઘરો તેમજ વસાહતમાં આવેલી લાઈટ