Monday, 29 May 2017

10 Nomadic Families will get thier own home soon at Chansmaફોટોમાં હાલમાં આ પરિવારો જેવી સ્થિતિમાં રહે છે તે.. 
ચાણસ્મા તાલુકા મથકે વિચરતી જાતિના સરાણિયા તેમજ વાંસફોડા વાદી સમુદાયના 10 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા છે. સરાણિયા પરિવારો છરી – ચપ્પાની ધાર કાઢવાનું કરે છે અને વાદી સમુદાય વાંસમાંથી સૂડલાં ટોપલાં બનાવીને આસપાસના વિસ્તારમાં ફરીને વેચે છે. 

આ પરિવારો સરકારની જમીન પર છાપરાં બાંધીને રહેતા હતા. તેમને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે આપણે 2011થી રજૂઆત કરી રહ્યા હતા. સરકાર દ્વારા તેમને 2016માં 25 ચો.મી.જમીન ઘર બાંધવા માટે આપવામાં આવી પણ ચાણસ્મા ગામના અન્ય તેમના વસવાટ સામે વિરોધ કરતા હોવાથી આપણે ત્યાં કામ આગળ વધાર્યું નહોતું. સાથે સરકાર દ્વારા પણ મકાન બાંધકામ માટેની મંજુરી ચીઠ્ઠી મળતી નહોતી. જે ઘણી રજૂઆત પછી મળતા આપણે હવે આ પરિવારોના ઘરો બનાવવાનું કરી શકીશું. VSSMના કાર્યકર મોહનભાઈ બજાણિયાની આ પ્લોટ મંજુર થવામાં દિવસ રાતની મહેનત છે. સાથે પાટણનું વહીવટીતંત્ર પણ સંવદેનશીલ. સૌનો આભાર.

સરકાર દ્વારા 10 પરિવારોને મકાન બાંધકામ માટે પ્રત્યેક મકાન દીઠ રૃા.70,000 આપવામાં આવશે. પણ આટલી મોંઘવારીમાં આટલી રકમમાં ઘર બનાવવું શક્ય નથી. 

વળી આ પરિવારોની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નથી કે તેઓ પોતે વધુ રકમ ઉમેરી શકે. VSSM સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરશે તેવી શ્રદ્ધા છે.

પોતાનું ઘર હોવાનું સુખ શું છે તે આપણે કલ્પી નથી શકતા કારણ આપણને કેટલીક સુવિધા આપણે જન્મ્યા ત્યારથી જ મળી છે. પણ સદીઓથી લબાચા લઈને એક ગામથી બીજે અને ત્યાંથી ત્રીજે એમ સતત રઝળતા રહેનારા આ પરિવારોની આ પહેલી પેઢી છે જે પોતાના પાકા ઘરમાં રહેવા જવાની છે. ત્યારે તેમની પોતાના ઘરની સંકલ્પના પૂર્ણ થાય તેવી અપેક્ષા રાખીએ..

Tuesday, 16 May 2017

50 nomadic tribes will have shelter on their head before this monsoon at Deesa..

Homes for nomadic families in Deesa….

Recently, the Municipal Corporation of Deesa town pledged to allot 300 square feet houses to 50 homeless families scattered around the town, living in shanties and hutments. The catch however, was each family needed to deposit Rs. 60,000. Now the issue here was that these families never have so much money and from where to get that kind of amount to pre-book the houses. The president of the municipal corporation is the very  compassionate Shri Pravinbhai Mali, who tried to secure Rs. 45,000 from the Department of Social Welfare for each of these families. The families felt each of them would be able to mobilize Rs. 5,000 but requested VSSM for a loan of Rs. 10,000 each.

In the picture – the nomadic communities with their million dreams….  
“We will pay off the loan as early as we can manage to, but please give us loan, we do not want to miss this opportunity. We do not want to spend anymore monsoons in these shanties, in such appalling living conditions!!” was the collective appeal.
We had a meeting with these families applying for the houses, by then each of the appicant had visited the site atleast thrice!! “Ben, please ensure we get the house soon.” During the entire time we were in the meeting they kept on repeating the same thing, need for a loan and to move into a pucca house as early as possible. We have decided to give them the loans but the problem we are starring at is limited financial resources as compared to the increased number of applicants!!
Suddenly the nomadic families of Deesa town have witnessed a silver lining amidst  their  nightmarish existence. The efforts of Deesa Municipal Corporation, Shri. Pravinbhai Mali, the well-wishers of VSSM, our team member Mahesh have all been instrumental in enabling these families think of realizing their dream. We will remain grateful to each of you for the support and to the members of nomadic communities who have helped us realize our purpose in life.પોતાના ઘરનો હરખ કોને ના હોય. સદીઓથી લબાચા લઈને રઝળ્યા કરનારાની ઘરની ઝંખના પુરી થવામાં હોય અથવા તે પુરી કરવામાં નિમિત્ત બનવાનું થાય તે પણ મોટા સુખ જેવું. ડીસામાં જુદી જુદી જગ્યાએ છાપરાં કરીને રહેનારા 50 ઘરવિહોણા પરિવારોને 300 સ્કે. ફૂટનું ઘર આપવાનો સંકલ્પ ડીસા નગરપાલિકાએ સેવ્યો. 

પરિવારો ગરીબ. નગરપાલિકામાં ઘર મેળવવા રુ. 60,000 ભરવાના. આટલી મૂડી પાસે હોત તો જોઈતું તુ શું? નગરપાલિકાના પ્રમુખ એવા ખુબ લાગણીશીલ પ્રવિણભાઈએ સમાજ કલ્યાણમાંથી રુ.45,000ની સહાય અપાવવાનું કર્યું. હજુ ખુટતા 15,000માંથી 10,000ની લોન લેવા સંસ્થામાં 50 પરિવારોએ અરજી કરી. ‘5000 ભેગા થઈ જાશે. પણ 10ની તમે લોન આપો.’

લોનના હપ્તા સગવડ પ્રમાણે ભરતા જઈશું પણ આ ચોમાસું હવે છાપરાંમાં નથી કાઢવું. તેવી તેમની લાગણી.

ડીસામાં જે ઘરો તેમને મળવાના છે ત્યાં તેમની સાથે બેઠક કરી. લગભગ દરેક વ્યક્તિ ચાર ચાર વાર ઘર જોઈ આવ્યા. ‘બેન અમને ઝટ ઘર મળે એમ કરજો હો...’ એવી તેમની સાથેની પ્રાથમિક બેઠક પૂર્ણ કરીને નીકળી ત્યાં સુધીની આજીજી... અમે એમને લોન આપીશું. પણ હવે લોન લેનાર પરિવારોની સંખ્યા વધી છે અને અમારી પાસે ભંડોળ મર્યાદીત છે...

The Homeless Nomadic Tribes sharing
 their feelings after visiting their own 'Pucca house'  
નગરપાલિકા ડીસા, પ્રવિણભાઈ માળી અને વી.એસ.એસ.એમ. જેમના થકી આ કામ કરી શકે છે તેવા આપ સૌ પ્રિય સ્વજનો, આ પરિવારો માટે દિવસ રાત દોડતો અમારો કાર્યકર મહેશ. આમ તો આ બધાના કારણે જ આ પરિવારોની આંખમાં સોનેરી સ્વપ્ન આંજવાનું શક્ય બન્યું, જો કે સૌથી વધુ અગત્યનું જેમના થકી આ કામ કરવાનું થઈ શક્યું તેવા વિચરતી – વિમુક્ત જાતિના પરિવારજનો,સૌનો આભાર..

પોતાને મળનારા સ્વપ્નરૃપી ઘર સાથે વિચરતી જાતિના પરિવારો....

Wednesday, 5 April 2017

VSSM’s efforts result into allotment of plots to nomadic families in Tharad….

The current living conditions of nomadic families and the
happiness they experienced on hearing the decision.
“This is the moment we have been waiting for, a dream awaiting its turn to be a reality …we finally have plots to build our own house. How hard we have worked to make this happen, right ben?? We were completely heart broken when the officials decided against giving us land in Dantiya, we felt even in Tharad the officials will go against us. But our hard work paid and we finally have plots in Tharad.” The jubilant Ramabhai Gadaliya and Keshnath Nathwadi had called up to inform us about the government’s decision to allot plots to 149 nomadic families in Tharad. There was a palpable  cheer and joy in their voice.

A copy of plot allotment letter -1
In 2014, because of VSSM’s efforts these families were allotted plots in Tharad but due to some non-comprehendible reasons the decision was rejected. Again, after consistent appeals from VSSM, the families were given plots in Dantiya village some 35 kilometers away from Tharad. Here the villagers objected towards the permeant settlement of nomadic families and for these families a daily commune to Tharad where most of them worked was a difficult preposition.

However, the continued efforts of the families and VSSM were rewarded when the district collector Shri Jenu Devan and MLA Shri Parbatbhai Patel decided in favor of the families and allotted them plots in Tharad itself. VSSM’s Shardaben played in pivotal role here as it was her  hard works and relentless efforts that resulted into this decision.  

The families are extremely jubilant with this development. They would now be able to build house of their own. We are grateful to the government and administration for taking care of these families. 

Very soon they will commence the construction of their own houses to become the first generation of home owners in their communities….
A copy of plot allotment letter-2

થરાદમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા

‘વર્ષોથી રાહ જોતાતા એ સપનું પુરુ થ્યું. અમન ઘર બોંધવા પલોટ મળ્યા. કેવી મેનત કરી નઈ બેન. હાચુ કઉ દોંતિયામોં જમીનનો હુકમ થ્યો ન તાર તો બધાય હાવ નેરાશ થઈ જ્યા તા. હવ આ હુકમ નઈ ફરઅ ઈમ થઈ જ્યું તું. પણ બધાની મેનત રંગ લાઈ. અમન થરાદમોં જ પલોટ મળ્યા.’

રામાભાઈ ગાડલિયા અને કેશનાથ નાથવાદીએ પ્લોટ ફાળવાયાની ફોન પર વધામણી આપી. ઘર બાંધવા માટે જમીન મળ્યાનો રાજીપો તેમના અવાજમાં વર્તાતો હતો.

VSSMની રજૂઆતથી જ 2014માં તેમને થરાદમાં પ્લોટ ફાળવાયા હતા પણ કોઈક કારણસર તે રદ કર્યા અને તે પછી VSSMની સતત રજૂઆથી થરાદથી 35 કિ.મી.દૂર દાંતિયાગામમાં જમીન આપી. પણ ગામનો વિરોધ અને વળી 149 પરિવારોના કામ ધંધા થરાદમાં આમ રોજ દાંતિયાથી આવવું જવું પણ પોષાય નહીં. કલેક્ટર શ્રી જેનુ દેવન અને સ્થાનિક ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલ પાસે સમુદાયના લોકોએ અને VSSMની સતત રજૂઆતથી થરાદમાં જ તેમને પ્લોટ ફાળવાયા. VSSMના કાર્યકર શારદાબહેન દિવસ રાત આ કામ માટે દોડ્યા છે. પણ આ બધુ હવે લેખે લાગ્યું.

પોતાના ઘરનું સ્વપ્ન હવે સાકાર થવાનું. આ પરિવારો ખુબ રાજી છે. સરકારે અને વહીવટીતંત્રએ આ પરિવારોની કાળજી લઈ તેમને પ્લોટ ફાળવ્યા તે માટે તેમના આભારી છીએ...

હાલમાં આ પરિવારો જે રીતે રહે છે તે અને આ પરિવારોને પ્લોટ ફાળવ્યાનો હુકમ થયો છે તે ફોટોમાં જોઈ શકાય છે.

ભવિષ્યમાં આ પરિવારોના સુંદર ઘરો બનશે અને સૌ પોતાના અને પાકા ઘરવાળા થશે.....


Saturday, 25 March 2017

VSSM helps Rameshbhai Nat attain health and happiness….

Rameshbhai, his wife and their new abode
“My health isn’t cooperating, please take care of my children if anything happens to me!!”  requested teary eyed Rameshbhai Nat when he was at the hostel to visit his children. His wife and daughter Urmila were in tears as well. Rameshbhai Nat resides in Deesa, he is severely diabetic and spending on treatment was beyond his financial capability.

“Don’t worry, you are going to be just fine.” I assured him. We helped him with the treatment and his health began to show signs of improvement.

Rameshbhai and his family stayed in a shack on government wasteland. The contentment of owning a house was a distant dream for Rameshbhai. The joy and peace one experiences by owning a house is beyond the comprehension for the privileged like us who have resources to attain this dream. The nomadic families do not even have means to rent a decent room with water and power and are left with no choice but build shanties on government wasteland.

VSSM’s continuous lobbying with the government helped 143 families like Rameshbhai’s obtain residential plots in Juna Deesa. The could also access housing loan from one of the welfare schemes by government. Since Rs. 45,000 isn’t enough to build a house, VSSM had mobilized support from its well-wishers and provided the families with additional assistance of Rs. 40,000 each. Rameshbhai also took a loan of Rs. 20,000 from VSSM and put in the money he had saved to build this beautiful house that you see in the picture. There are some small details that need to be finished but Rameshbhai is completing it gradually with the money he can manage to save. “Ben, I am going to do all that you have asked me to, you mentioned of a fence, I have been saving money for that. You will be delighted to see the result!!”

Recently, I was in Deesa to monitor the progress on the ongoing construction of houses when Rameshbhai proudly showed me his brand new home and even requested for a picture together.

રમેશભાઈ નટ ડીસામાં રહે. ડાયાબીટીસની સખત બિમારી. તબીયત સતત બગડી રહી હતી. તેમના બાળકો અમારી હોસ્ટેલમાં ભણે. રમેશભાઈ તેમની પત્ની સાથે તેમની દીકરી ઊર્મીલાને મળવા હોસ્ટેલ પર આવ્યા. ‘તબીયત સાથ નથી આપી રહી. હું મરી જઉ તો મારા બાળકોને સાચવજો’ એવું બોલીને એ રડી પડ્યા.
દીકરી ઊર્મીલા અને તેમના પત્ની પણ રડે. મે હૈયાધારણા આપી. સારુ થશે એમ કહીને તેમની ડાયાબીટીસની ટ્રીટમેન્ટ શરૃ કરાવી અને તબીયત સુધરી. 

ખેલ કરનાર રમેશભાઈ પાસે પોતાનું ઘર નહોતું. પોતાનું ઘર હોવાનું સુખ જેની પાસે પોતાનું ઘર નથી એવા વ્યક્તિને મળીએ ત્યારે સમજાય. જો કે આપણી પાસે તો પૈસા છે એટલે જ્યાં લાઈટ પાણીની સુવિધા છે તેવું ઘર ભાડેથી લઈ લઈએ તેમ છતાં પોતાનું એ પોતાનું એવું આપણે વાત વાતમાં બોલીએ. પણ જેની પાસે ભાડેથી ઘરમાં રહેવાના પૈસા નથી. તેવા વ્યક્તિ પાસે તો સરકારી ખરાબામાં છાપરાં નાખવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. અમારા વિચરતી જાતિના પરિવારો આવી જ હાલતમાં જીવે છે.

રમેશભાઈ નટની પણ આવી સ્થિતિ. છેવટે સરકારમાં અમારી રજૂઆતોથી રમેશભાઈને અને તેમના જેવા 143 પરિવારોને જુનાડીસામાં પ્લોટ મળ્યા. સરકારે 45,000 મકાન બાંધવા આપ્યા. Vssm સાથે સંકળાયેલા સૌ દાતાઓએ પણ પ્રત્યેક ઘર દીઠ 40,000ની મદદ કરી. રમેશભાઈએ Vssmમાંથી 20,000ની લોન લીધી અને થોડી બચત ઉમેરી ફોટોમાં દેખાય છે તેવું સરસ ઘર બનાવ્યું. હજુ થોડું કામ બાકી છે. ‘પણ બેન તમે જેમ કહેશો એવું ઘર બનાવવું છે. તમે ઘર ફરતે વંડી ચણવાનું કીધું છે ને તે એના પૈસા ભેગા કરુ છુ. તમે રાજી થઈ જાવ એવું ઘર બનાવવું છે.’ હું જૂના ડીસા વસાહતનું કામ જોવા ગઈ ત્યારે તેમણે હસતા મોઢે આ કહ્યું અને પોતાનું ઘર બતાવ્યું. સાથે ફોટો પણ પડાવ્યો. 

ફોટોમાં રમેશભાઈ તેમના પત્ની અને તેમનું ઘર જે હજુ પુરુ કરવાનું બાકી છે..

Saturday, 12 November 2016

These are the homes of Vansfoda Families that are literally shaping up brick-by-brick...


the current living conditions of these families.
The 8 Vansfoda families living in Jesda village have finally embarked upon the process of building their homes. The families have received the first instalment of Rs. 17,500 from the government while the loan of Rs. 15,000 from  Kalupur Cooperative Bank and VSSM’s support of Rs. 25,000 in form of construction material and their own savings are helping these families build a home of their dreams.
  
It is first ever house of  these families are building intact no one from their previous generations have ever lived in a pucca house so yet these homes are their lifelong yearning and dreams and they are taking utmost care to build it in a way that will last for their future generations. So instead of one room they have decided to make it a two room house. Changes in the design means added cost that they will be bearing and they are ready to shell that cost from their savings they manage from whatever little they earn!! 

The approach and patience these families have adopted surely reminds us of the popular song, “Ek Bangla Bane Nyara…”  ( to make a  beautiful and distinct house ) 

the houses taking shape

‘એક બંગલા બને ન્યારા’
કવિ સુંદરમનું મુક્ત છે, 
‘તને મે ઝંખી છે, 
યુગોથી ધીખેલા
પ્રખર સહરાની તરસથી’ આ મુક્તક જેવી જ તલપ વિચરતા પરિવારોને ઘરની છે.

પાટણના શંખેશ્વર તાલુકાના જેસડાગામમાં 8 વાંસફોડા પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે. સરકાર દ્વારા રૃા.17,500નો પહેલો હપ્તો ઘર બાંધકામ માટે મળ્યો છે. પણ કાલપુર બેંકમાંથી રૃા.15,000ની લોન, VSSMમાંથી ઘર બાંધકામ માટે ખરીદીને આપવામાં આવેલું રૃા.25,000નું મટીરીયલ અને પોતાની મહેનતની કમાણીમાંથી નાની બચત કરીને તેમણે ખુબ સરસ ઘર બનાવવાની દિશામાં પગરણ માંડ્યા છે.

જ્યાં એક રૃમ બનાવવાનો છે ત્યાં તેમણે બે રૃમ અને તે પણ વ્યવસ્થિત બનાવવાનું વિચાર્યું તો, પહેલાં અમને ચિંતા થયેલી કે આવડુ મોટું બાંધકામ તેઓ કેવી રીતે પુરુ કરશે પણ તેઓ ખુબ સારી રીતે ધીમે ધીમે પણ નક્કર કામ કરી રહ્યા છે. 

એ લોકો કહે છે, ‘અમારી આખી પેઢીમાં અમે પહેલાં છીએ જે આ રીતે પોતાના અને એ પણ પાકા ઘરમાં રહેવા જવાના છીએ. એટલે ભલે મોડું થાય પણ સરસ ઘર બનાવીને પછી એમાં જઈશું. અમારી પાસે મુડી નથી પણ ધીમે ધીમે મૂડી ભેગી કરી ઘર બાંધીશું.’

હિન્દી ફીલ્મનું ગીત ‘એક બંગલા બને ન્યારા’ યાદ આવી ગયું. 
ફોટોમાં સરકાર, vssm અને પોતાની મહેનતથી બનાવી રહેલા ઘરો સાથે વાંસફોડા પરિવારો. હાલમાં તેઓ જે સ્થિતિમાં રહે છે તે અને આવનારા દિવસોમાં તેઓ જેમાં રહેવા જવાના છે તે ફોટોમાં જોઈ શકાય છે.

Saturday, 15 October 2016

VSSM supports Keshuben reconstruct her abode…...Keshuben's before living condition...
Keshuben Dideda belongs to Vadia and has been married to Amrabhai Saraniya for last
15 years. Amrabhai is an alcoholic and shared no financial burden hence the sole it became Keshuben’s sole responsibility to run the household. Keshuben took up petty menial jobs to earn living. The family survived in  a shanty that would fall apart every monsoon. After each monsoon Keshuben was required to spend her hard earned money on refurbishing the roof of her shanty. One day Keshuben narrated her plight to VSSM’s Shardaben who requested VSSM  for  extending support of Rs. 25,000 to Keshuben.

Keshuben suggested that instead of giving the money to her they be paid directly to the vendor from whom the building material was to be sourced as she feared that her alcoholic husband would  take away that money and waste it on his drinking. Hence VSSM followed her instructions and made payments to the vendor suppling the construction material and Keshuben bared the cost of labour and masons. Keshuben who until now had always lived in a shanty moved to stay in a proper pucca house of her own. 

Keshuben's after living condition...
One day Amrabhai asked her, “VSSM has made this house for you, what do you want from me??

Keshuben was very quick to reply, “ Give up alcohol, that is all I want from you.” True to his word Amrabhai has given up his habit of drinking. The couple now work as labourers and share the responsibility of running the household. 

“ It is 15 years after marriage that we are experiencing  the bliss of being married!!” shared Keshuben to VSSM’s team member.

We are grateful to all our donors who help us spread joy in lives of individuals like Keshuben. 

Before and After pictures of Keshuben with her home….

સરાણિયા કેશુબેનનું VSSMના માધ્યમથી નવું ઘર બન્યું.

બનાસકાંઠાના વાડિયાના દીકરી કેશુબેનના દીદેડા ગામમાં રહેતા અમરાભાઈ સરાણિયા સાથે પંદર વર્ષ પહેલા લગ્ન થયા. બંને પતિ પત્ની છાપરામાં રહેતા હતા. પતિ દારુ પીવે, કમાય નહિ, ઘર ચલાવવાની જવાબદારી કેશુબેનના માથે. છાણવાસિંદા કરી પોતાનું ગુજરાન ચલાવે. ચોમાસું આવે એટલે છાપરું તૂટી જાય અને નવું છાપરું બનાવામાં જે થોડી ઘણી બચત કરી હોય ખર્ચાઈ જાય. કેશુબેને પોતાના બધા દુખની વાત VSSMના કાર્યકર્તા શારદાબેનને કરી એટલે VSSMની ટીમએ પચીસ હજાર રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું. કેશુબેને કહ્યું કેઘરે પૈસા આપશો તો ઘરવાળો લઇ લેશે બહેનએટલે પૈસા સીધા દુકાનદારને આપ્યા અને પતરાં, ઇંટો, રેતી, સિમેન્ટ, પાઈપો બધો સામાન સીધો કેશુબેનને ત્યાં પહોંચ્યો. ઘર બાંધકામમાં પોતે અને કડિયાને મહેનત કરીને પોતે પૈસા આપ્યા આમ મજુરી કરી ઘર ઉભું કર્યું. કેશુબેન પોતે હમેશા છાપરામાં રહ્યા હતા.

હવે, પોતાની કહી શકાય એવી છત માથે છે. એમના પતિ અમરાભાઈ કેશુબેનને કહ્યું કેબહેનએ તો ઘર બનાવી આપ્યું તો હવે હું તને શું આપું?” કેશુબેનએ કહ્યું કેદારુ છોડી દો બસ..” અને અમરાભાઈ એજ ઘડીએ દારુ છોડ્યો. હવે બેય પતિ પત્ની સાથે મજુરી કરે છે અને કહે છે કેપંદર વર્ષ ના લગ્ન જીવન પછી પહેલી વાર સાથે ખુશ છીએ”. 

VSSMના માધ્યમથી અને સૌ સ્વજનોની મદદથી કેશુબહેન જેવા ઘણા પરિવારોને મદદરૂપ થઇ શક્યા જે માટે અમે સૌના આભારી છીએ

પહેલા ફોટામાં કેશુબેન એમના જુના છાપરા સાથે અને બીજા ફોટામાં પોતાના નવા મકાન સાથે..