Monday 8 April 2024

Our well-wishers support enabled us to perform a ‘Bhoomi Poojan’ at Bagasara village where the houses for these 104 nomadic families will be constructed...

Mittal Patel addresses nomads at the bhumipujan ceremony

Groundbreaking ceremony

Invited guests included Respected Shri Kaushikbhai Vekaria. A senior from the village Navdhanbapa was given the responsibility to honour the guest with a book and a bouquet of flowers. One person came on the stage with a tray in which the book and the bouquet were kept. Navdhanbapa took the entire tray and gave it to the guest Shri Kaushikbhai. People present were guiding Navdhanbapa how to go about the presentation.He was told to look at the photographer , keep the tray down and give the book and bouquet to the guest.  The same thing happened when honouring other guests MLA Shri Bagsara, the municipal commissioner & other officers. Only when the last two guests were left to be honoured that the correct procedure was followed. 

The incident is a bit light hearted and brought smiles on every one's face. Our Navdhanbapa confessed that he has never seen so many dignitaries being present  in their community. This was his first experience. 

Totally innocent & honest. 104 families of Amreli district  stayed in Bagasara village for many years. However, they had no identity papers with them.  Respected Shri Devchandbhai Savaliya works in Bagasara Village. He invited us to the village to meet the families and requested us to get these 104 families their identity papers, We managed to get them the identity papers. Based on that we also got them, voter's card, Aadhar Card, caste certificate, Jan dhan bank account, ration card . Ultimately the plots were allotted and now construction of houses will begin.

The Government was very kind and allotted them the plots. The Government will also give Rs 3.50 lakhs to each family towards the cost of construction. In this regard, the Respected Chief Minister helped a lot. Whatever was still short was funded by VSSM well wisher  respected Shri Kishorebhai Patel in memory of Dear Kushalbhai. With the efforts of the Government & VSSM all the families will get permanent houses. They will move from unsheltered living into habitats of love & care.

The Ground breaking ceremony for the 104 families was performed on 10th March 2024. Respected Shri Kaushikbhai is a kind hearted soul and he remained present. He sought information of all such families  in Amreli who do not have houses so that they can be helped. MLA Shri J V Kakadiya is equally kind hearted. He affirmed that alongwith Smt Jyotsnaben, Municipal Commissioner, they will be available anytime for any help required.

The Collector Shri Kamlesh Nanda is a very soft person and he has been helping us in our various activities and also remained present. He talked about why education is so important. The mamlatdar of Bagsara, the Chief Officer and other officers all remained present on this happy occasion.

The dream of our Rameshbhai to provide houses to these families ultimately was realised. He had worked really hard on this project..We are extremely happy that we have workers like him. The leader of the community Jackybhai & others stood strongly with us to ensure the completion. 

Everyone was busy since morning for the preparatory work of the Ground breaking ceremony. All dressed in new clothes, playing garba and getting rangoli decoration done. The program got over with community lunch.

We are thankful to all who helped VSSM in this mission. We earnestly wish that all without homes in all villages get one very soon.

ભૂમીપૂજનનો કાર્યક્રમ..

કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયા- નાયબ દંડક શ્રીના સ્વાગત માટે નવઘણબાપાને વિનંતી કરુ એ સ્ટેજ પર આવે અને કૌશિકભાઈનું પુસ્તક અને ફુલછડીથી સ્વાગત કરે.

એક ભાઈ ટ્રેમાં પુસ્તક અને ફુલછડી લઈને આવ્યા. ફોટોગ્રાફર જે બાજુ ઊભેલા તેની વિરુદ્ધ ઊભા રહીને બાપાએ પેલાભાઈના હાથમાંથી આખી ટ્રે લઈ લીધી અને સીધે સીધી કૌશિકભાઈને ઘરી. ઉપસ્થિતિ સૌ એમને શીખવી રહ્યા હતા કે ફોટોગ્રાફર સામે જોવાનું ને થોડીવાર ઊભા રહેવાનું. ટ્રે હેઠે મુકી દ્યો ને ખાલી પુસ્તક અને ફુલછડી જ કૌશિકભાઈને આપો..

આવું જ એ પછીના મહેમાનો એટલે ધારાસભ્ય શ્રી બગસરા, નગરપાલિકાના પ્રમુખ અને અન્ય પદાધિકારીઓના સન્માન વખતે થયું. છેલ્લે એક બે વ્યક્તિઓના સન્માન વખતે અમારા પરિવારોને ખ્યાલ આવી ગયો કે ઊભવાનું ક્યાં ને ટ્રે ને નહીં અડવાનું..

વાત જરા રમૂજ જેવી લાગે.. પણ અમારા નવઘણબાપાએ કહ્યું, 'આ અમારો પેલવેલો અનુભવ અમે ક્યારેય આટલા બધા મોટા માણસોને અમારી વસાહતમાં ભાયળા નથ..'

એકદમ પવિત્ર અને સાચા માણસો.. અમરેલીનું બગસરા 104 પરિવારો વર્ષનો ઘણો ભાગ છેલ્લા કેટલા વર્ષથી બગસરામાં રહે. પણ એમની પાસે ઓળખના આધારોય ત્યાંના ન જડે.

બગસરામાં આદરણીય દેવચંદભાઈ સાવલિયા કામ કરે એમણે અમને ત્યાં આમંત્રીત કર્યા આ બધાને ઓળખાણના આધારો અપાવવા. ને પછી તો મતદારકાર્ડ, આધાર, જાતિ દાખલા. જનઘનમાં ખાતા, રેશનકાર્ડ ને છેલ્લે રહેવા પ્લોટ ફળવાયા. હવે એમના ઘરો બાંધવાનું શરૃ કરીશું.

સરકારે ખુબ લાગણી રાખી એમને પ્લોટ ફાળવ્યા. મકાન બાંધવા પણ પ્રત્યેક પરિવારને સાડા ત્રણ લાખ રૃપિયા આપશે. એ માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી એ ઘણી મદદ કરી. બાંધકામમાં ખુટતા VSSM સાથે સંકળાયેલા અમારા આદરણીય કિશોરભાઈ પટેલ પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં આપશે. આમ સરકાર અને સંસ્થાના પ્રયાસથી આ બધા પરિવારો વગડામાંથી વહાલપની વસાહતમાં જશે. 

104 પરિવારોને ફળવાયેલા પ્લોટ પર ભૂમીપૂજન તા. 10 માર્ચ 2024ના રોજ થયું. આદરણીય કૌશિકભાઈ એકદમ સંવેદનશીલ વ્યક્તિ. એ ખાસ ઉપસ્થિત રહ્યા ને આખા અમરેલીમાં આવા ઘરવિહોણા જેટલા પણ પરિવારો છે તેમની વિગત આપવા કહ્યું જેથી તેમને પણ ઘર આપી શકાય.  

ધારાસભ્ય શ્રી જે.વી.કાકડિયા પણ એવા જ લાગણીવાળા એમણે તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી જ્યોત્સનાબહેને અડધી રાતે જરૃર પડે સાથે રહીશુંનું કહ્યું.

પ્રાંત કલેક્ટર શ્રી કમલેશ નંદા એકદમ ઋજુ હૃદયના અને વર્ષોથી અમારા કાર્યમાં મદદ કરે એ પણ ખાસ હાજર રહ્યા ને ભણતર કેમ જરૃરી એની વાત પરિવારોને કરી. બગસરા મામલતદાર શ્રી, ચીફઓફીસર વગેરે પદાધિકારીઓ ખાસ આ પરિવારોના હરખમાં સામેલ થયા...

અમારા કાર્યકર રમેશભાઈએ વર્ષોથી આ પરિવારોના ઘર થાય એનું સમણું સેવેલું એ સાકાર થયું. એમની મહેનત આ આખા કામમાં ખુબ... એમના જેવા કાર્યકરો અમારી સાથે છે એનો સવિશેષ આનંદ છે.. વસાહતના આગેવાન જેકીભાઈ અને અન્યો પણ આ આખા કામમાં ખડે પગે. 

સવારથી સૌ ભૂમીપૂજનની તૈયારી કરી રહ્યા હતા. સૌએ નવા કપડાં પહેર્યા. ગરબા રમ્યા. રંગોળી કરી ને ભૂમીપૂજનનો કાર્યક્રમ જમણવાર કરી સંપન્ન કર્યો. 

આ કાર્યમાં VSSM ને મદદ કરનાર સૌનો આભાર.  ગામે ગામ ઘરવિહોણા તમામ પરિવારોને ઘર મળે તેવી શુભભાવના... 

Mittal Patel with the nomadic families of Bagasara billage

Navghanbapa honours guest with book at bhumipujan ceremony

Nomadic families gathered at bhumipujan ceremony



Nomadic families honours guest at bhumipujan ceremony

Mittal Patel performs puja with other guest

Guest at the ceremony addresses nomadic families

Nomadic women of Bagasara village

Nomadic woman along with Mittal Patel doing rangoli

Mittal Patel with nomadic families performs garba