Tuesday 13 June 2023

The nomadic families of Khamisana village performed a pooja before they initiated construction over them...

Mittal Patel with Govt. Officials, VSSM Coordinator and
nomadic communities performing poojaduring bhoomi pujan

‘In Khamisana, government’s subsidy has come to the accounts of those who have been allocated plots.’

Harshad, our field worker in Surendranagar said this with a lot of joy. We have been trying for years to get these families a home. Harshad has worked hard day and night for this. 

The families got possession letters but   the permission required to construct the houses was getting unduly delayed.  Respected CM Shri Bhupendrabhai Patel had a word with the District Collector Shri Sampat regarding this matter. The District Collector himself being a sensitive person gave the instructions to his subordinates & the permission was received. Then we could fill the forms for house construction grant. 

Shri Moradiya Saheb was appointed as officer at Social Welfare department at Surendranagar. He is a very compassionate officer. His attitude is more of a social worker than an officer. He has lot of sympathy for the deprived people of the society. His supervisor was equally sensitive. He and his supervisor, both remained present at the Bhoomi Poojan. Moreover, he knows the work of VSSM so he has been helpful as well. Truptiben Acharya whom we fondly call Tiniben was also there to bless the event. Talati Madam also remained present. The beneficiary families whose houses we are going to construct were also present.

We discussed with the beneficiaries what kind of houses they want. Everyone expressed that they want the house with one room, verandah, toilet and bathroom. This is costly. The approximate cost is Rs. 3.50 lakhs. Every family showed willingness to put in their share towards the cost of the house. 

The Government will provide Rs. 1.20 Lakhs, beneficiaries will give Rs. 80,000-1 lakh and the organization (VSSM) will give the support of Rs. 1. 25 lakhs per family. The houses will be constructed with the collective efforts of all.

Our very dear well -wisher, Shri Kishore Uncle from USA, will help us in this work. Kush Society will be constructed in the memory of his son Kushal Patel. We are grateful to Shri Kishore Uncle for his magnanimous contribution towards the construction of houses. 

Many people are blessed with happiness & resources on this earth. & when we start spreading it amongst the deprived then the sorrow will decrease from this world. We are extremely happy to be a medium in this wonderful exercise.

May the families of Khamisana be happy and prosper. We pray for their prosperity on this wonderful occasion of Bhoomi Poojan.

‘ખમીસણામાં જેમને પ્લોટ ફળવાયા છે એમના ખાતામાં સરકારી સહાય આવી ગઈ છે..’

અમારા સુરેન્દ્રનગરના કાર્યકર હર્ષદે ખુબ હરખ સાથે આ વાત કહી. કટેલા વર્ષોથી આ પરિવારો ઘરવાળા થાય તે માટે અમે સૌ મથતા. હર્ષદની મહેનત તો દિવસ રાતની. 

સનદ મળી પણ મકાન બાંધવા બાંધકામ ચીઠ્ઠી ન મળે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કલેક્ટર શ્રી સંપત સાહેબ સાથે આ બાબતે વાત કરી. કલેક્ટર શ્રી પોતે પણ લાગણીવાળા એમણે સૂચના આપી પછી બાંધકામ ચીઠ્ઠી મળી એ પછી મકાન સહાય મળે તે માટેના ફોર્મ ભરી શક્યા. 

સમાજ કલ્યાણ અધિકારી તરીકે મોરડિયા સાહેબની સુરેન્દ્રનગરમાં નિયુક્તી થઈ એ ખુબ લાગણીવાળા અધિકારી. આમ તો અધિકારી કરતા એ સામાજિક કાર્યકર જેવા વધુ લાગે. તકવંચિતો માટે એમને ખુબ લાગણી. એમાંય અમારા કાર્યોને જાણે એટલે મદદ પણ કરે. તેમની સાથે તેમના નિરીક્ષક પણ એવા જ લાગણીવાળા. 

ખમીસણામાં જ્યાં પ્લોટ ફળવાયા તે પરિવારોના ઘરો બાંધતા પહેલાં ભૂમીપૂજન કરવામાં આવ્યું તેમાં બેઉ અધિકારી હાજર રહ્યા. હર્ષદ અને જલપા બેય અમારા કાર્યકર એમણે ભૂમીપૂજન કર્યું. સાથે સુરેન્દ્રનગરમાં થઈ રહેલા અમારા કાર્યોમાં સદાય મદદ કરતા તૃપ્તીબેન આચાર્ય અમે તો એમને ટીનીબહેન કહીએ એ પણ હાજર રહ્યા. ખમીસણાના તલાટી બહેન શ્રી પણ હાજર રહ્યા ને જેમના ઘર બાંધવાના હતા તે પરિવારો તો ખરા જ. 

ભૂમીપૂજન પછી ઘર કેવા બાંધવા તે અંગે ચર્ચા થઈ દરેકની ઈચ્છા ધાબાવાળા એક રૃમ ઓસરી, ટોયલેટ બાથરૃમ સાથેના ઘરો બાંધવાની. આવું ઘર બાંધવા ખર્ચો પણ ઘણો થાય. અંદાજે 3.5 લાખ આસપાસ. દરેક પરિવારે એ માટે પોતે ભાગીદારી કરશેની વાત પણ કરી. 

સરકારના 1,32,000, સમુદાયના પોતાના 80,000 થી લઈને 1 લાખ અને સંસ્થા 1.25 લાખ પ્રત્યેક લાભાર્થીના ઘર બાંધકામમાં ઉમેરશે. આમ સહિયારા પ્રયાસથી આ કાર્ય પાર પડશે.

VSSM ને આ કાર્ય માટે અમેરીકામાં રહેતા અમારા કિશોર અંકલ (કિશોરભાઈ પટલ) મદદ કરશે. તેમના દિકરા કુશલભાઈની સ્મૃતિમાં આખી કુશ સોસાયટી તૈયાર થશે. કુશ સોસાયટી રૃપી સુંદર સ્મરણાંજલી કુશલભાઈને આપવા બદલ કિશોર અંકલને તેમના પરિવારના અમે આભારી છીએ. 

કુદરતે દુનિયામાં સુખ ઘણા લોકોને આપ્યું છે. આ સુખ વહેંચવામાં આપણે નિમિત્ત બનવા માંડીએ તો પણ આ દુનિયામાંથી દુઃખો ઘટવા માંડશે એ નક્કી..

ખમીસણામાં જે 65 પરિવારોના ઘર બાંધવાના છે તે પરિવારો ખમીસણાની ભૂમી પર સુખી થાય. તેમની સુખાકારી વધે તેવી ભૂમીપૂજન નિમિત્તે પ્રાર્થના...

#MittalPatel #vssm #surendranagar #nomdaictribes #nomadiclife



Mittal Patel during bhoomi pujan

Mittal Patel ,VSSM coordinator performing pooja

Mittal Patel addressing nomads in
Surendranagar

Mittal Patel with the nomadic families whose house we are
going to construct


Monday 5 June 2023

VSSM helped Ramu Ma to build her own house...

Mittal Patel meets Ramu Ma in Surendranagar

“We will have to meet Ramu Ma in Dudhrej, Surendranagar.” Harshad tells me as we began our travel to the region. And we reach to meet her at her home.

If a rickety charpoy placed under a transparent tarp could be called a home, then this was the home of Ramu Ma. Her belongings were her few vessels, hand-stitched quilts, and mattresses made with collected rags. Harshad calls her medicine bottle, water pot, and charpoy her only tressure.

When Ramu Ma was able-bodied, she would harvest and sell fodder for cattle; whatever little she earned was enough to buy her food for a couple of days. “I would bring potatoes for  Rs. 5 and stretch them for 2-3 days,” the statement shook me.

“Monsoon must be tough on you?” I inquired.

“Oh, the rains drench me completely, and I get busy scooping out water from the tarp roof. If I don’t do that, the entire tarp sheet will fall on my charpoy.” Ramu Ma mentioned.

And the unseasonal rains made us witness the statement she had mentioned.

Ramu Ma lived under deplorable conditions. We offered to build her a house. “No, no. It would cost you a lot,” was her modest reply. Surprisingly, poverty had not made her greedy. It is tough to find honest humans like Ramu Ma. “Do not worry about cost; let us build you one room.” We insisted.

We requested US-based Kishore uncle (Kishorebhai Patel) to help us build a house for Ramu Ma in memory of his son Kushbhai.

I had visited the site to monitor the progress while the house was under construction. “What colour do you want on the exterior walls of your house?” I had asked. Ramu Ma held the maroon dupatta I was wearing and showed me maroon colour. “This!” she said as she picked maroon for her wall. And we got her home painted with the colours she had chosen. Marroon exteriors, white interiors

I was at Ramu ma’s brand new home when she had her housewarming pooja; VSSM’s Harshad and his wife Jalpa had cooked lapshi, to herald new beginnings. They are the family she has made in this process and like a true son Harshad also takes good care of Ramu Ma.

We are grateful to Kishore uncle for keeping the memory of his son alive in such a noble way, and we decided to name this house ‘Kushal Home.’

Ramu Ma’s treasure is not limited to Khatli (Charpoy), Matli (earthen water pot), dava ni batli (medicine bottle); now she has a beautiful home to call her own.

#MittalPatel #VSSM

સુરેન્દ્રનગરના દૂધરેજમાં રામુમા રહે છે આપણે એમને મળશું એવું અમારા હર્ષદે કહ્યું ને અમે પહોંચ્યા રામુમાના ઘરે. 

હર્ષદે ઘર કહેલું પણ ઘરના નામે કશુંયે નહીં એક પારદર્શી મીણિયાની નીચે એક ખાટલો ગોઠવેલો. મર્યાદીત વાસણો, બે ચાર ગાભાના ગોદળા, એક ધાબળો.. આમ તો હર્ષદે એમની જે મૂડી ગણાવી તે એક દવાની બાટલી, એક માટલી ને એ ખાટલી.

રામુમા પહેલાં ઘાસચારો કાપી લાવીને લોકોને વેચતા ને વીસ પચીસ રૃપિયા મળે તેમાંથી એ બે ત્રણ દિવસ ચલાવતા. એમણે કહ્યું કે, પાંચ રૃપિયાના બટેકા લાવુ ને બે દિ ચલાવું. આ સાંભળીને જ મન અસ્વસ્થ થઈ ગયેલું. 

ચોમાસામાં તો બહુ તકલીફ પડતી હશે ને? જવાબમાં રામુમાએ કહ્યું, વરસાદ પડે તો હું ભીના ભીના લુગડે પાણી ઉલેચુ. જો પાણી છાપરાંમાંથેથી ન ઉચેલું તો મીણિયું ખાટલા માથે પડે. એમણે આ કહેલું પણ આ કમોસમી વરસાદના લીધે અમે એ સ્થિતિ જોઈ પણ લીધી. 

સ્થિતિ અત્યંત દયાજનક. અમે એમનું ઘર બાંધી આપવા કહ્યું તો એમણે પહેલાં તો ના પાડી અને કહ્યું, એ માટે કેટલા બધા પૈસા થશે...

જરાય લાલચ નહીં.. આવા વ્યક્તિઓ ખુબ ઓછા જોવા મળે. અમે કહ્યું ભલે ખર્ચાય પણ એક ઓરડી કરી દઈએ. ને પછી અમેરીકામાં રહેતા અમારા કિશોર અંકલે (કિશોરભાઈ પટેલ) એમના દિકરા કુશલભાઈની યાદમાં રામુબાને ઘર બનાવી આપવાની કહ્યું. 

ઘર બનતું હતું ત્યારે જોવા ગઈ ત્યારે પુછેલું રામુમા ઘરને કેવો કલર કરવો છે? એ દિવસે મે મરૃણડ્રેસ પહેરેલો તે મારા ડ્રેસનો દુપટ્ટો પકડી કહે મરુણ કરજો.એમની ઈચ્છા પ્રમાણે ઘરની બહાર મરૃણ ને અંદર સફેદ રંગ કર્યો. 

ઘરમાં માટલી મૂકવાની હતી ત્યારે અમે ગયા. કાર્યકર હર્ષદ ને એની પત્ની જલપાએ કંસાર રાંધ્યો હતો. આમ  તો એ ખરો દીકરો ઘણું ધ્યાન રાખે રામુમાનું.

કીશોર અંકલનો ઘણો આભાર. એમના દીકરા કુશલભાઈને એમણે આ રીતે જીવંત રાખ્યા. અમે પણ રામુબાના ઘરને કુશલ હોમ એવું નામ આપ્યું.

હવે રામુમાની મુડી એક ખાટલી,એક માટલી ને દવાની એક બાટલી ન રહી. હવે એમનીપાસે સુંદર ઘર છે. 

#MittalPatel #VSSM #mavjat #elderlycare #Care #ramuma



Mittal Patel at Ramu Ma's new home when she had her
housewarming pooja

The living condition of Ramu Ma before her new home

Mittal Patel visits housing site and meets Ramu Ma

VSSM's Co-ordinator Harshad performing pooja with
Ramu Ma

VSSM's co-ordinator Harshad took very good care of Ramuma

Ramuma at her shanty

VSSM's well-wisher Shri Kishor Patel helpe us to
built a house for Ramuma


Mittal Patel with Ramu ma and VSSM Co-ordinator Harshad

Ramuma's home named after Shri Kishor Patel's son to keep
his memory alive