Thursday 24 August 2023

Our well-wishers support enabled us perform a ‘Bhoomi Poojan’ at Diyodar village where the houses for these 134 nomadic families will be constructed...

Mittal Patel performed puja during bhoomi pujan ceremony

Someone asked Vinobaji, What according to you is religion ?

Vinobaji replied its self introspection & service to the poor.

We have many who work to improve the lives of the people in distress. We at VSSM, in a small way, are also involved in service to the poor.

As such under the banner of VSSM we undertake different causes. One of the important work that we do is to assist in building homes for the deprived nomadic tribes.

These tribes have been nomads since centuries and have no identity of their own. We represent their case before the government, give them an identity and then convince the government to allot land. We then play a very important role in the construction of their houses.

In Diyodar village of Banaskantha District we got the land allotted to 134 families after much effort. Even though there was no government land available and in spite of technical difficulties, we managed the allotment because of support of present Collector of Banaskantha Shri Anand Patel & of the Sarpanch of Banaskantha Shri Kiran Kumari Vaghela & interest taken by the village senior Shri GirirajSinh Vaghela.

Our VSSM colleagues Shri Naranbhai & Shri Ishwarbhai did a lot of running around to ensure the allotment of land. Now we have to construct houses for these 134 families. Government will fund Rs 1.32 lakhs per house, we will collect some from the 134 families and the rest we expect to get donations from our well wishers.In short with the support & co-operation of all we will construct wonderful homes.

We did land worship and in that ceremony all the important persons of the village remained present. Everyone wishes that lovely homes are built for these nomadic families

It is so much of a pleasure to see these families settling down in their permanent homes which they could only dream of. If every village can accept the nomadic families it would be ideal. We talk about the World being one large family but there are people in some villages who object to the nomads settling down in their villages. It is very saddening to see this. Diyodar village is different. As such it is a small village. so there is no objection to alloting the land in the village to nomads. But we wish that let every family without the house get one & be happy.

We will soon start the construction of homes for the nomads allotted land at Diyodar.

વિનોબાજીને કોઈયે પ્રશ્ન કર્યો.

બાબા તમારી દૃષ્ટિએ ધર્મ એટલે શું?

બાબાએ કહ્યું, 'આત્મચિંતન અને દરિદ્રનારાયણની સેવા'

આપણા ત્યાં અનેક લોકો જેમને આપણે દરિદ્રનારાયણ કહીએ તેના ઉત્કર્ષના કાર્યોમાં લાગ્યા છે. અમે પણ અમારી રીતે નાનકડો પ્રયત્ન કરીએ.

આમ તો VSSM ના નેજા હેઠળ અમે અનેક વિવિધ સમાજકાર્યો કરીએ. તેમાંનું એક વિચરતી જાતિના, તકવંચિત પરિવારોના ઘર બાંધકામમાં મદદરૃપ થવાનું.

વળી સરનામાં વિનાનાં આ પરિવારો સદીઓ રઝળ્યા હોય. એમના ક્યાંય સરનામાં ન થયા હોય. તેમને પ્રથમ તો સરકારમાં રજૂઆત કરીને અમે રહેણાંક અર્થે પ્લોટ અપાવીએ પછી તેના પર ઘર બાંધવાનું કરીએ.

બનાસકાંઠાના દિયોદરમાં 134 ઘર વિહોણા પરિવારોને ઘણા વર્ષોની મહેનત પછી હમણાં પ્લોટ ફળવાયા. દિયોદરમાં ગામતળ કે સરકારી પડતર જમીન ઉલબ્ધ નહીં. ગૌચરની જગ્યા સરકાર ફાળવે નહીં. ઘણી ટેકનીક મુશ્કેલીઓ હતી પણ બનાસકાંઠાના તત્કાલીન કલેક્ટર શ્રી આનંદ પટેલે એમાં ઘણી મદદ કરી ને દિયોદર સરપંચ શ્રી કીરણ કુમારી વાઘેલા અને ત્યાંના રાજવી ગીરીરાજસિંહ વાઘેલાએ ઘણો રસ લીધો. 

અમારા કાર્યકર નારણભાઈ અને ઈશ્વરભાઈની સતત દોડાદોડી પરિણામે 134 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા.

હવે આ પરિવારોના ઘર બાંધવાનું કરવાનું છે. સરકારના 1.32 લાખ આવશે એ સિવાય અમે પણ એમને મદદ કરીશું ને આ પરિવારો પણ પોતાની રીતે થોડા ઘણા ઉમેરશે. ટૂંકમાં સૌના સહિયારા પ્રયાસોથી સરસ ઘરો બંધાશે. 

જે જગ્યા પર ઘર બંધાવાના છે તે જગ્યાનું ભૂમીપૂજન કરવામાં આવ્યું જેમાં દિયોદરના જાગૃત અને સંવેદનશીલ વ્યક્તિઓ ખાસ હાજર રહ્યા. સૌની લાગણી આ પરિવારોના સરસ ઘર બંધાય તેવી. 

ઘર જેમના માટે પરિકલ્પના જેવું છે એ પરિવારોને ધીમે ધીમે એક જગ્યા પર સેટ થતા જોઈને રાજી થવાય છે. દરેક ગામ આવા પરિવારોને અપનાવે તે આદર્શ સ્થિતિ છે. વસુદૈવ કુટુંબકમઃની વાત આપણે કરીએ પણ એમના વસવાટ સામે વિરોધ પણ ઘણા ગામોમાં થાય છે. આ જોઈએ ત્યારે ઘણું દુઃખ થાય છે.

ખેર બનાસકાંઠાનું દિયોદર એ બાબતે નોખુ. આમ તો નાનકડુ શહેર છે એટલે વિરોધ નથી એમ પણ કહી શકાય.

પણ આશા રાખીએ ભવિષ્યમાં દરેક ઘર વિહોણા પરિવારોને ઘર મળે તે સ્થાયી થાય ને સુખ પામે તેવી. 

દિયોદરમાં જેમને પ્લોટ ફળવાયા તેના ઘરો પણ ટૂંક સમયમાં શરૃ કરીશું...

#MittalPatel #vssm #india #gujarat #diyodar #houseofnomads #nomadictribes #nomadiclife #BhumiPujan #HopeForAll

Mittal Patel addresses nomadic families at bhoomi pujan 
ceremony


Mittal Patel along with others performed bhoomi pujan

Mittal Patel along with all the important persons present at
the ceremony

Mittal Patel during bhomi pujan

Mittal Patel discusses the problems of nomadic families