Monday 12 February 2024

VSSM helped Shambhu's family to build thier own house...

The living condition of  before her new home

Do you remember Shambhu ?

He stays in Gutal Village in Kheda District. He lost his parents when he was still an infant.

Grandparents brought him up. Unfortunately he had a protein deficiency syndrome so his grandfather had to take him to the Civil Hospital every month.

Grandfather says that because of Shambhu's illness he could not construct a proper house. Shambhu studies in Gutal High School.  His absenteeism in the school being quite high, it came to the notice of teacher Shri Parasbhai Dave. Shambhu soon became one of the favourite students of Parasbhai. Through Parasbhai we came to know about Shambhu. In order to support the family, we decided to give a ration kit to them. On seeing the condition of the house , we thought of getting his house done and we got the help from Nilimaben Odedara, Viralbhai Shah, Vikrambhai Shah & others.

After getting his house done we went to Shabhu's house. Grandpa said " we had never dreamt that we would have a proper house of our own. We had snakes  in the house. But because now that we have a concrete home, the snakes have also gone away"

When we asked him are you not afraid to stay with snakes in the house, the grandpa said that " we both stay within our limits. We do our work and the snake does his. Now that there are not many shrubs left in the farm, where will the poor thing go?". What emotions. Perfect ambassadors of Indian culture. He further said that " they will not come in such a concrete house. We have therefore put a tap. Snakes would slowly come "

We drank tea that he made on his stove. His financial condition was poor. Yet he performed betelnut puja in the house and provided lunch to several students before entering the house. He wanted a big foyer in the house which we constructed. The level of water underneath the house is quite high so the construction of the house was delayed. Yet because of dampness the color on the walls did not come out properly. Grandpa said that if the house is coloured in April, the colour would last longer. So will get the colour done later.

We give ration to this family every month. Since grandpa is not able to work much he wanted to start a cycle repair shop in which also VSSM helped. The family now is contented. 

Shambhu does not like to study much. When he grows older he also wants to work in the garage. VSSM will also help him in future.

VSSM family is heartily thankful to all who helped in this cause and special thanks to Parasbhai for being instrumental in identifying Shambhu.

શંભુ યાદ છે તમને?

ખેડાના ગુતાલમાં એ રહે. બે મહિનાનો હતો ને પિતા આ દુનિયા છોડી ગયા ને થોડા મહિનામાં મા ગઈ.

દાદા દાદી એને ઉછેરે. પણ નાનપણથી એના શરીરમાં પ્રોટીન ઘટે એટલે દાદા દર મહિને એને સિવીલમાં લઈને દોડે. 

શંભુની બિમારીને લીધે હું પાક્કુ ઘર ન કરી શક્યો. એવું દાદા કહે. ગુતાલની હાઈસ્કૂલમાં શંભુ ભણે. નિશાળમાં સતત ગેરહાજર શંભુ પર શિક્ષક પારસભાઈ દવેનું ધ્યાન પડે ને એ પછી તો શંભુ એમનો ગમતીલો બની ગયો. એમના થકી  અમે શંભુના પરિચયમાં આવ્યા. પરિવારને ટેકો રહે માટે રાશન આપવાનું વિચાર્યું પણ ઘરની સ્થિતિ જોઈને થયું ઘર પણ કરીએ અને મદદમાં આવ્યા. નિલીમબેન ઓડેદરા, વિરલભાઈ શાહ, વિક્રમભાઈ શાહ વગેરે સ્વજનો અને ઘર થઈ ગયું.

ઘર થયા પછી શંભુના ઘરે ગઈ ત્યારે દાદાએ કહ્યું, 'જિંદગીમાં વિચાર્યું નહોતું કે ઘર થાય. અમારા ઘરમાં નાગ- નાગણ પર રહે. એ બિચારાનું ઘર આ પાક્કુ ઘર થવાથી જતું રહ્યું..'

આ સાંભળીને સાપ સાથે રહો તો બીક ન લાગે એવું પુછાઈ ગયું ને દાદાએ કહ્યું, 'એ એનું કરે અમે અમારુ. અમે બેઉ એકબીજાની મર્યાદા જાળવીએ.. હવે ખેતરોમાં ઝાડીઓ નથી રહી એ બિચારુ જાનવર ક્યાં જાય..'

કેવો ભાવ... આપણી ભારતીય સંસકૃતિના આ ખરા વાહકો..

એમણે કહ્યું, 'આ પાક્કા ઘરમાં તો એ રહેવા આવે નહીં તે આ નળ લાવીને નાખ્યા છે એમાં એ ધીમે ધીમે આવી જશે.. 

એમના ચૂલે ચા બનાવીને પીવડાવી.. આર્થિક સ્થિતિ એકદમ ખરાબ છતાં એક સોપારીનો હવન કરીને નિશાળના કેટલાક છોકરાંઓને જમાડીને એમણે ગૃહપ્રવેશ કર્યો. એમની ઈચ્છા મોટા ઓટલાની હતી તે એ અમે બાંધ્યો.. એમની જમીનમાં પાણીનું લેવલ બહુ ઉપર છે. એટલે ઘર બાંધવાનું પણ અમે છેક હમણાં કર્યું. છતાં ભેજના કારણે ઘરને રંગ બરાબર ન થયો. દાદા કહે, તમે એપ્રિલ કે મે મહિનામાં રંગ કરશો  તો રંગ ટકી જશે પછી વાંધો નહીં... તે એ વખતે ફેર રંગ કરીશું.

આ પરિવારને દર મહિને રાશન આપીયે. દાદાથી કામ થતું નથી એમણે સાયકલ રીપેરનું ગેરેજ શરૃ કરવાની ઈચ્છા રાખી તે એમાં VSSM એ મદદ કરી.. આ પરિવારના જીવને હવે હખ છે.

શંભુને ભણવું બહુ ગમતું નથી એ મોટો થઈને ગેરેજ ચલાવવા ઈચ્છે છે.. ભવિષ્યમાં એમાં પણ મદદ કરીશું...

શંભુને રાશન આપવામાં ને એનું ઘર થાય તે માટે મદદ કરનાર આપ સૌ સ્વજનો પ્રત્યે VSSM પરિવાર કૃતજ્ઞતા ભાવવ્યક્ત કરે છે ને પારસભાઈ પ્રત્યે નિમિત્ત બનાવવા માટે રાજીપો...

#MittalPatel #vssm #shambhu #kheda #schoolboy #mavjat

The living condition of Shambhu and his 
grandparents before her new home



Mittal Patel with Shambhu , his grandparents, his school
teacher Parasbhai and VSSM coordinator at Shambhu's
new home

VSSM's well wisher helped to built Shambhu's new home

Mittal Patel visits Shambhu and his grandparents during
her field trip


Sunday 4 February 2024

18 Gadaliya families will be the first generation that will stay in properly constructed houses...

Mittal Patel with the Gadaliya Women

 " I want a home in this world where I can go without reason"

This is a line by a famous poet Shri Madhav Ramanuj & it expresses the true feeling of owning a home. As such most in the world have  a concrete house but there are many who in spite of having their own home do not feel the joy of going home. That apart, if we talk of the nomadic tribes there dream of having a home has remained unrealised for generations. They just move around. Sometimes with a donkey in their cart or sometimes with luggage on the camels. They say that summer & winter they can manage but it is the rains that causes most trouble to them. 

It is the mission of VSSM to settle such families , to see that they get properly constructed houses. The state government also sympathises with them and helps to get them a permanent address.

The 18 families of Gadaliya community of Lower Mandal in Morbi have been staying for years in a far flung corner of the village in temporary sheds.  Thanks to the village sarpanch and the support of villagers, they could get land allotted in the village.

Thanks to the sympathetic attitude of the Chief Minister Shri Bhupendrabhai Patel & of the Collector, more than 500 families could get plots for construction of a house. The 18 families of Gadaliya community of Nichi Mandal in Morbi  requested us to construct homes with 2 rooms, toilet, bathroom. The Government will give a grant of Rs 1.32 lakhs per house which is not sufficient to build such a house. We contributed Rs 1.43 lakhs for each home and the balance they took a loan from VSSM. For construction we received financial help from Shri Maheshbhai Shroff ( Novex Poly) , Shri Navinbhai Mehta, Smt Krupaben, Shri Mayurbhai Nayak of Maa-Baap Foundation all from Mumbai. We are really grateful to all of them.

These 18 families will be the first generation that will stay in properly constructed houses. Everyone is extremely happy that their home is being constructed. We pray that good things happen to all.

એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર જઈ શકુ - જાણિતા કવી માધવ રામાનુજે લખેલી કવિતાની આ પંક્તિઓ ઘરની સાચી વિભાવના દર્શાવનારી. આમ તો દુનિયામાં મોટાભાગના પાસે પોતાનું પાક્કુ ઘર છે. પણ પાક્કુ ઘર હોવા છતાં જેમને ઘરમાં જવાનો હરખ ન થાય એવાય ઘરો - માણસો આ દુનિયામાં..

ખેર અમે અમારા વિચરતી જાતિના પરિવારોની વાત કરીએ તો એમની સદીઓ ઘરની ઝંખનામાં જ ગઈ. ગાડાં પર,ક્યાંક ગઘેડાં તો ક્યાંક ઊંટો પર થોડો ઘણો સામાન લઈને બસ ફર્યા કરે. એ લોકો કહે, 'શિયાળો, ઉનાળો તો નિકળી જાય પણ ચોમાસુ તોબા પોકારાવે..'

આવા પરિવારોને ઠરી ઠામ કરવાનું, તેમને પાક્કુ ઘર મળે તે માટે VSSM પ્રયત્ન કરે. રાજ્ય સરકાર પણ લાગણી રાખી આ પરિવારોને સરનામુ અપાવવા મદદ કરે.

મોરબીનું નીચી માંડલ ગાડલિયા સમુદાયના 18 પરિવારો વર્ષોથી ગામના છેવાડે પતરાંની આડોશ કરીને રહે. સરપંચ અને ગામની લાગણીના લીધે આ પરિવારોને ગામમાં પ્લોટ મળવાનું શક્ય બન્યું. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કલેકટર શ્રીની લાગણી વિચરતીજાતિના પરિવારો માટે ઘણી. એટલે મોરબી જિલ્લામાં વસતા વિચરતી જાતિના 500 થી વધારે પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાંના નીચી માંડલમાં રહેતા 18 ગાડલિયા પરિવારોએ પોતાના બે રૃમ રસોડા, ટોયલેટ બાથરૃમ સાથેના ઘર બાંધવા અમને વિનંતી કરી. સરકારના 1.32 હજાર મળશે એ સિવાય આ પરિવારોએ પોતે પણ પૈસા ઉમેરવા કહ્યું. જો કે પાસે હતા નહીં. અમારી પાસેથી લોન લીધી. એ સિવાય અમે 1.43 લાખની મદદ પ્રત્યેક પરિવારને ઘર બાંધકામ માટે કરીશું. 

ઘર બાંધકામમાં મુંબઈના આદરણીય શ્રી મહેશભાઈ શ્રોફ (નોવેક્ષ પોલી), શ્રી નવીનભાઈ મહેતા, સુશ્રી કૃપાબહેન, શ્રી મયુરભાઈ નાયક(મા-બાપ ફાઉન્ડેશન) ની મદદ મળી.આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

નીચી માંડલના ગાડલિયા પરિવારોની આ પહેલી પેઢી જે પોતાના પાક્કા ઘરમાં રહેવા જશે. સૌને પોતાનું ઘર થઈ રહ્યાનો ઘણો હરખ..

સૌનું શુભ થાવોને ભાવના... 

#MittalPatel #vssm #મોરબી #કૃતજ્ઞતા #પેઢી #રાજ્યસરકાર #મુખ્યમંત્રી


Mittal Patel with the Gadaliya families of Nichi Mandal


Ongoing Construction site of Nichi Mandal

Gadaliya families of Nichi Mandal at Constrcution site

Mittal Patel meets Gadaliya families