Sunday, 4 February 2024

18 Gadaliya families will be the first generation that will stay in properly constructed houses...

Mittal Patel with the Gadaliya Women

 " I want a home in this world where I can go without reason"

This is a line by a famous poet Shri Madhav Ramanuj & it expresses the true feeling of owning a home. As such most in the world have  a concrete house but there are many who in spite of having their own home do not feel the joy of going home. That apart, if we talk of the nomadic tribes there dream of having a home has remained unrealised for generations. They just move around. Sometimes with a donkey in their cart or sometimes with luggage on the camels. They say that summer & winter they can manage but it is the rains that causes most trouble to them. 

It is the mission of VSSM to settle such families , to see that they get properly constructed houses. The state government also sympathises with them and helps to get them a permanent address.

The 18 families of Gadaliya community of Lower Mandal in Morbi have been staying for years in a far flung corner of the village in temporary sheds.  Thanks to the village sarpanch and the support of villagers, they could get land allotted in the village.

Thanks to the sympathetic attitude of the Chief Minister Shri Bhupendrabhai Patel & of the Collector, more than 500 families could get plots for construction of a house. The 18 families of Gadaliya community of Nichi Mandal in Morbi  requested us to construct homes with 2 rooms, toilet, bathroom. The Government will give a grant of Rs 1.32 lakhs per house which is not sufficient to build such a house. We contributed Rs 1.43 lakhs for each home and the balance they took a loan from VSSM. For construction we received financial help from Shri Maheshbhai Shroff ( Novex Poly) , Shri Navinbhai Mehta, Smt Krupaben, Shri Mayurbhai Nayak of Maa-Baap Foundation all from Mumbai. We are really grateful to all of them.

These 18 families will be the first generation that will stay in properly constructed houses. Everyone is extremely happy that their home is being constructed. We pray that good things happen to all.

એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર જઈ શકુ - જાણિતા કવી માધવ રામાનુજે લખેલી કવિતાની આ પંક્તિઓ ઘરની સાચી વિભાવના દર્શાવનારી. આમ તો દુનિયામાં મોટાભાગના પાસે પોતાનું પાક્કુ ઘર છે. પણ પાક્કુ ઘર હોવા છતાં જેમને ઘરમાં જવાનો હરખ ન થાય એવાય ઘરો - માણસો આ દુનિયામાં..

ખેર અમે અમારા વિચરતી જાતિના પરિવારોની વાત કરીએ તો એમની સદીઓ ઘરની ઝંખનામાં જ ગઈ. ગાડાં પર,ક્યાંક ગઘેડાં તો ક્યાંક ઊંટો પર થોડો ઘણો સામાન લઈને બસ ફર્યા કરે. એ લોકો કહે, 'શિયાળો, ઉનાળો તો નિકળી જાય પણ ચોમાસુ તોબા પોકારાવે..'

આવા પરિવારોને ઠરી ઠામ કરવાનું, તેમને પાક્કુ ઘર મળે તે માટે VSSM પ્રયત્ન કરે. રાજ્ય સરકાર પણ લાગણી રાખી આ પરિવારોને સરનામુ અપાવવા મદદ કરે.

મોરબીનું નીચી માંડલ ગાડલિયા સમુદાયના 18 પરિવારો વર્ષોથી ગામના છેવાડે પતરાંની આડોશ કરીને રહે. સરપંચ અને ગામની લાગણીના લીધે આ પરિવારોને ગામમાં પ્લોટ મળવાનું શક્ય બન્યું. 

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કલેકટર શ્રીની લાગણી વિચરતીજાતિના પરિવારો માટે ઘણી. એટલે મોરબી જિલ્લામાં વસતા વિચરતી જાતિના 500 થી વધારે પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાંના નીચી માંડલમાં રહેતા 18 ગાડલિયા પરિવારોએ પોતાના બે રૃમ રસોડા, ટોયલેટ બાથરૃમ સાથેના ઘર બાંધવા અમને વિનંતી કરી. સરકારના 1.32 હજાર મળશે એ સિવાય આ પરિવારોએ પોતે પણ પૈસા ઉમેરવા કહ્યું. જો કે પાસે હતા નહીં. અમારી પાસેથી લોન લીધી. એ સિવાય અમે 1.43 લાખની મદદ પ્રત્યેક પરિવારને ઘર બાંધકામ માટે કરીશું. 

ઘર બાંધકામમાં મુંબઈના આદરણીય શ્રી મહેશભાઈ શ્રોફ (નોવેક્ષ પોલી), શ્રી નવીનભાઈ મહેતા, સુશ્રી કૃપાબહેન, શ્રી મયુરભાઈ નાયક(મા-બાપ ફાઉન્ડેશન) ની મદદ મળી.આપ સૌ સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ.

નીચી માંડલના ગાડલિયા પરિવારોની આ પહેલી પેઢી જે પોતાના પાક્કા ઘરમાં રહેવા જશે. સૌને પોતાનું ઘર થઈ રહ્યાનો ઘણો હરખ..

સૌનું શુભ થાવોને ભાવના... 

#MittalPatel #vssm #મોરબી #કૃતજ્ઞતા #પેઢી #રાજ્યસરકાર #મુખ્યમંત્રી


Mittal Patel with the Gadaliya families of Nichi Mandal


Ongoing Construction site of Nichi Mandal

Gadaliya families of Nichi Mandal at Constrcution site

Mittal Patel meets Gadaliya families









No comments:

Post a Comment