Monday 5 June 2023

VSSM helped Ramu Ma to build her own house...

Mittal Patel meets Ramu Ma in Surendranagar

“We will have to meet Ramu Ma in Dudhrej, Surendranagar.” Harshad tells me as we began our travel to the region. And we reach to meet her at her home.

If a rickety charpoy placed under a transparent tarp could be called a home, then this was the home of Ramu Ma. Her belongings were her few vessels, hand-stitched quilts, and mattresses made with collected rags. Harshad calls her medicine bottle, water pot, and charpoy her only tressure.

When Ramu Ma was able-bodied, she would harvest and sell fodder for cattle; whatever little she earned was enough to buy her food for a couple of days. “I would bring potatoes for  Rs. 5 and stretch them for 2-3 days,” the statement shook me.

“Monsoon must be tough on you?” I inquired.

“Oh, the rains drench me completely, and I get busy scooping out water from the tarp roof. If I don’t do that, the entire tarp sheet will fall on my charpoy.” Ramu Ma mentioned.

And the unseasonal rains made us witness the statement she had mentioned.

Ramu Ma lived under deplorable conditions. We offered to build her a house. “No, no. It would cost you a lot,” was her modest reply. Surprisingly, poverty had not made her greedy. It is tough to find honest humans like Ramu Ma. “Do not worry about cost; let us build you one room.” We insisted.

We requested US-based Kishore uncle (Kishorebhai Patel) to help us build a house for Ramu Ma in memory of his son Kushbhai.

I had visited the site to monitor the progress while the house was under construction. “What colour do you want on the exterior walls of your house?” I had asked. Ramu Ma held the maroon dupatta I was wearing and showed me maroon colour. “This!” she said as she picked maroon for her wall. And we got her home painted with the colours she had chosen. Marroon exteriors, white interiors

I was at Ramu ma’s brand new home when she had her housewarming pooja; VSSM’s Harshad and his wife Jalpa had cooked lapshi, to herald new beginnings. They are the family she has made in this process and like a true son Harshad also takes good care of Ramu Ma.

We are grateful to Kishore uncle for keeping the memory of his son alive in such a noble way, and we decided to name this house ‘Kushal Home.’

Ramu Ma’s treasure is not limited to Khatli (Charpoy), Matli (earthen water pot), dava ni batli (medicine bottle); now she has a beautiful home to call her own.

#MittalPatel #VSSM

સુરેન્દ્રનગરના દૂધરેજમાં રામુમા રહે છે આપણે એમને મળશું એવું અમારા હર્ષદે કહ્યું ને અમે પહોંચ્યા રામુમાના ઘરે. 

હર્ષદે ઘર કહેલું પણ ઘરના નામે કશુંયે નહીં એક પારદર્શી મીણિયાની નીચે એક ખાટલો ગોઠવેલો. મર્યાદીત વાસણો, બે ચાર ગાભાના ગોદળા, એક ધાબળો.. આમ તો હર્ષદે એમની જે મૂડી ગણાવી તે એક દવાની બાટલી, એક માટલી ને એ ખાટલી.

રામુમા પહેલાં ઘાસચારો કાપી લાવીને લોકોને વેચતા ને વીસ પચીસ રૃપિયા મળે તેમાંથી એ બે ત્રણ દિવસ ચલાવતા. એમણે કહ્યું કે, પાંચ રૃપિયાના બટેકા લાવુ ને બે દિ ચલાવું. આ સાંભળીને જ મન અસ્વસ્થ થઈ ગયેલું. 

ચોમાસામાં તો બહુ તકલીફ પડતી હશે ને? જવાબમાં રામુમાએ કહ્યું, વરસાદ પડે તો હું ભીના ભીના લુગડે પાણી ઉલેચુ. જો પાણી છાપરાંમાંથેથી ન ઉચેલું તો મીણિયું ખાટલા માથે પડે. એમણે આ કહેલું પણ આ કમોસમી વરસાદના લીધે અમે એ સ્થિતિ જોઈ પણ લીધી. 

સ્થિતિ અત્યંત દયાજનક. અમે એમનું ઘર બાંધી આપવા કહ્યું તો એમણે પહેલાં તો ના પાડી અને કહ્યું, એ માટે કેટલા બધા પૈસા થશે...

જરાય લાલચ નહીં.. આવા વ્યક્તિઓ ખુબ ઓછા જોવા મળે. અમે કહ્યું ભલે ખર્ચાય પણ એક ઓરડી કરી દઈએ. ને પછી અમેરીકામાં રહેતા અમારા કિશોર અંકલે (કિશોરભાઈ પટેલ) એમના દિકરા કુશલભાઈની યાદમાં રામુબાને ઘર બનાવી આપવાની કહ્યું. 

ઘર બનતું હતું ત્યારે જોવા ગઈ ત્યારે પુછેલું રામુમા ઘરને કેવો કલર કરવો છે? એ દિવસે મે મરૃણડ્રેસ પહેરેલો તે મારા ડ્રેસનો દુપટ્ટો પકડી કહે મરુણ કરજો.એમની ઈચ્છા પ્રમાણે ઘરની બહાર મરૃણ ને અંદર સફેદ રંગ કર્યો. 

ઘરમાં માટલી મૂકવાની હતી ત્યારે અમે ગયા. કાર્યકર હર્ષદ ને એની પત્ની જલપાએ કંસાર રાંધ્યો હતો. આમ  તો એ ખરો દીકરો ઘણું ધ્યાન રાખે રામુમાનું.

કીશોર અંકલનો ઘણો આભાર. એમના દીકરા કુશલભાઈને એમણે આ રીતે જીવંત રાખ્યા. અમે પણ રામુબાના ઘરને કુશલ હોમ એવું નામ આપ્યું.

હવે રામુમાની મુડી એક ખાટલી,એક માટલી ને દવાની એક બાટલી ન રહી. હવે એમનીપાસે સુંદર ઘર છે. 

#MittalPatel #VSSM #mavjat #elderlycare #Care #ramuma



Mittal Patel at Ramu Ma's new home when she had her
housewarming pooja

The living condition of Ramu Ma before her new home

Mittal Patel visits housing site and meets Ramu Ma

VSSM's Co-ordinator Harshad performing pooja with
Ramu Ma

VSSM's co-ordinator Harshad took very good care of Ramuma

Ramuma at her shanty

VSSM's well-wisher Shri Kishor Patel helpe us to
built a house for Ramuma


Mittal Patel with Ramu ma and VSSM Co-ordinator Harshad

Ramuma's home named after Shri Kishor Patel's son to keep
his memory alive


No comments:

Post a Comment