Rameshbhai, his wife and their new abode |
“My health isn’t cooperating, please take care of my children if anything happens to me!!” requested teary eyed Rameshbhai Nat when he was at the hostel to visit his children. His wife and daughter Urmila were in tears as well. Rameshbhai Nat resides in Deesa, he is severely diabetic and spending on treatment was beyond his financial capability.
“Don’t worry, you are going to be just fine.” I assured him. We helped him with the treatment and his health began to show signs of improvement.
Rameshbhai and his family stayed in a shack on government wasteland. The contentment of owning a house was a distant dream for Rameshbhai. The joy and peace one experiences by owning a house is beyond the comprehension for the privileged like us who have resources to attain this dream. The nomadic families do not even have means to rent a decent room with water and power and are left with no choice but build shanties on government wasteland.
VSSM’s continuous lobbying with the government helped 143 families like Rameshbhai’s obtain residential plots in Juna Deesa. The could also access housing loan from one of the welfare schemes by government. Since Rs. 45,000 isn’t enough to build a house, VSSM had mobilized support from its well-wishers and provided the families with additional assistance of Rs. 40,000 each. Rameshbhai also took a loan of Rs. 20,000 from VSSM and put in the money he had saved to build this beautiful house that you see in the picture. There are some small details that need to be finished but Rameshbhai is completing it gradually with the money he can manage to save. “Ben, I am going to do all that you have asked me to, you mentioned of a fence, I have been saving money for that. You will be delighted to see the result!!”
Recently, I was in Deesa to monitor the progress on the ongoing construction of houses when Rameshbhai proudly showed me his brand new home and even requested for a picture together.
રમેશભાઈ નટ ડીસામાં રહે. ડાયાબીટીસની સખત બિમારી. તબીયત સતત બગડી રહી હતી. તેમના બાળકો અમારી હોસ્ટેલમાં ભણે. રમેશભાઈ તેમની પત્ની સાથે તેમની દીકરી ઊર્મીલાને મળવા હોસ્ટેલ પર આવ્યા. ‘તબીયત સાથ નથી આપી રહી. હું મરી જઉ તો મારા બાળકોને સાચવજો’ એવું બોલીને એ રડી પડ્યા.
દીકરી ઊર્મીલા અને તેમના પત્ની પણ રડે. મે હૈયાધારણા આપી. સારુ થશે એમ કહીને તેમની ડાયાબીટીસની ટ્રીટમેન્ટ શરૃ કરાવી અને તબીયત સુધરી.
ખેલ કરનાર રમેશભાઈ પાસે પોતાનું ઘર નહોતું. પોતાનું ઘર હોવાનું સુખ જેની પાસે પોતાનું ઘર નથી એવા વ્યક્તિને મળીએ ત્યારે સમજાય. જો કે આપણી પાસે તો પૈસા છે એટલે જ્યાં લાઈટ પાણીની સુવિધા છે તેવું ઘર ભાડેથી લઈ લઈએ તેમ છતાં પોતાનું એ પોતાનું એવું આપણે વાત વાતમાં બોલીએ. પણ જેની પાસે ભાડેથી ઘરમાં રહેવાના પૈસા નથી. તેવા વ્યક્તિ પાસે તો સરકારી ખરાબામાં છાપરાં નાખવા સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી. અમારા વિચરતી જાતિના પરિવારો આવી જ હાલતમાં જીવે છે.
રમેશભાઈ નટની પણ આવી સ્થિતિ. છેવટે સરકારમાં અમારી રજૂઆતોથી રમેશભાઈને અને તેમના જેવા 143 પરિવારોને જુનાડીસામાં પ્લોટ મળ્યા. સરકારે 45,000 મકાન બાંધવા આપ્યા. Vssm સાથે સંકળાયેલા સૌ દાતાઓએ પણ પ્રત્યેક ઘર દીઠ 40,000ની મદદ કરી. રમેશભાઈએ Vssmમાંથી 20,000ની લોન લીધી અને થોડી બચત ઉમેરી ફોટોમાં દેખાય છે તેવું સરસ ઘર બનાવ્યું. હજુ થોડું કામ બાકી છે. ‘પણ બેન તમે જેમ કહેશો એવું ઘર બનાવવું છે. તમે ઘર ફરતે વંડી ચણવાનું કીધું છે ને તે એના પૈસા ભેગા કરુ છુ. તમે રાજી થઈ જાવ એવું ઘર બનાવવું છે.’ હું જૂના ડીસા વસાહતનું કામ જોવા ગઈ ત્યારે તેમણે હસતા મોઢે આ કહ્યું અને પોતાનું ઘર બતાવ્યું. સાથે ફોટો પણ પડાવ્યો.
ફોટોમાં રમેશભાઈ તેમના પત્ની અને તેમનું ઘર જે હજુ પુરુ કરવાનું બાકી છે..