The current living conditions of nomadic families and the happiness they experienced on hearing the decision. |
A copy of plot allotment letter -1 |
However, the continued efforts of the families and VSSM were rewarded when the district collector Shri Jenu Devan and MLA Shri Parbatbhai Patel decided in favor of the families and allotted them plots in Tharad itself. VSSM’s Shardaben played in pivotal role here as it was her hard works and relentless efforts that resulted into this decision.
The families are extremely jubilant with this development. They would now be able to build house of their own. We are grateful to the government and administration for taking care of these families.
Very soon they will commence the construction of their own houses to become the first generation of home owners in their communities….
થરાદમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા
‘વર્ષોથી રાહ જોતાતા એ સપનું પુરુ થ્યું. અમન ઘર બોંધવા પલોટ મળ્યા. કેવી મેનત કરી નઈ બેન. હાચુ કઉ દોંતિયામોં જમીનનો હુકમ થ્યો ન તાર તો બધાય હાવ નેરાશ થઈ જ્યા તા. હવ આ હુકમ નઈ ફરઅ ઈમ થઈ જ્યું તું. પણ બધાની મેનત રંગ લાઈ. અમન થરાદમોં જ પલોટ મળ્યા.’
રામાભાઈ ગાડલિયા અને કેશનાથ નાથવાદીએ પ્લોટ ફાળવાયાની ફોન પર વધામણી આપી. ઘર બાંધવા માટે જમીન મળ્યાનો રાજીપો તેમના અવાજમાં વર્તાતો હતો.
VSSMની રજૂઆતથી જ 2014માં તેમને થરાદમાં પ્લોટ ફાળવાયા હતા પણ કોઈક કારણસર તે રદ કર્યા અને તે પછી VSSMની સતત રજૂઆથી થરાદથી 35 કિ.મી.દૂર દાંતિયાગામમાં જમીન આપી. પણ ગામનો વિરોધ અને વળી 149 પરિવારોના કામ ધંધા થરાદમાં આમ રોજ દાંતિયાથી આવવું જવું પણ પોષાય નહીં. કલેક્ટર શ્રી જેનુ દેવન અને સ્થાનિક ધારાસભ્ય શ્રી પરબતભાઈ પટેલ પાસે સમુદાયના લોકોએ અને VSSMની સતત રજૂઆતથી થરાદમાં જ તેમને પ્લોટ ફાળવાયા. VSSMના કાર્યકર શારદાબહેન દિવસ રાત આ કામ માટે દોડ્યા છે. પણ આ બધુ હવે લેખે લાગ્યું.
પોતાના ઘરનું સ્વપ્ન હવે સાકાર થવાનું. આ પરિવારો ખુબ રાજી છે. સરકારે અને વહીવટીતંત્રએ આ પરિવારોની કાળજી લઈ તેમને પ્લોટ ફાળવ્યા તે માટે તેમના આભારી છીએ...
હાલમાં આ પરિવારો જે રીતે રહે છે તે અને આ પરિવારોને પ્લોટ ફાળવ્યાનો હુકમ થયો છે તે ફોટોમાં જોઈ શકાય છે.
ભવિષ્યમાં આ પરિવારોના સુંદર ઘરો બનશે અને સૌ પોતાના અને પાકા ઘરવાળા થશે.....