Wednesday, 27 January 2021

Nomadic families begins the construction of their dream house with the help of VSSM...

Mittal Patel with the nomadic families when they received 
housing documents

 “Ben, look at us, look at the challenges we have to encounter in our daily lives. There is no privacy to bathe or attend nature’s call in the middle of this bustling city space. There is no potable water or power in the shanties we live in.  We have always cursed our birth, the land we stay on is also someone else’s so it is either the people or the government who require us to vacate and move to another vacant spot.  Life was nothing but aimless wandering until you came in and worked to help us get plots. And we now have homes coming up..”

Dungarbhai, Jeevabhai, Kanuben shared this with great joy. They and many other families living in Rajkot but now will be moving to Ramparabeti after the allotment of plots have received Rs. 1.20 lacs each for the construction of houses.

The families have received funds for the construction of houses but Rs. 1.20 is too less of an amount to build a home under the ongoing construction rates. As we always say, these families are the first generation homeowners, none of their ancestors has ever lived in a pucca house. “We will be the first in our 71 generations to live in such a house!!” they always announce. Hence, it is natural they want to build a beautiful house within their means. The construction cost of each of these house comes to Rs. 2.25 to 2.35 lacs because part of the allotted land is low-lying and levelling it will add up to the cost.

The effort now is to rope in the remaining amount. The families can pitch in Rs, 20,000 by working for the construction of their own house and be paid under MNREGA. But the documents they hold are from Rajkot and need to be transferred to Ramparabeti. If the administration speeds up the allotment process their voter id cards, Adhar Card, Ration card could be transferred.

The economic condition of these families is very weak so contributing anything more is challenging for them. The house also needs to be best for their needs so there can be no compromise on that hence, we decided to help each family with Rs. 55,000 and a sanitation unit. The families can receive government benefit for sanitation units but they need the documents issued from Ramparabeti. The families needed to contribute Rs. 40,000. Since the families did not have that amount, they requested a loan from VSSM with a promise to pay it as soon as possible. Considering their financial condition we have sanctioned the loans.

In the first phase, with the help from our well-wishing donors, we shall provide support of Rs. 37,40,000 (does not include the loan) to 68 families.

WASMO  will be helping with the construction of a water tank and this too will include community participation. The tank will cost Rs. 14 lacs  10% of which the community needs to contribute. This too was a difficult proposition for the community. We shared this with our dear friend Piyushbhai Kothari who sent Rs. 1.40 lacs towards the tank construction. The families are spending Rs. 800 daily for water so that the construction can continue but this is very expensive to sustain.

Respected Shi Krishnakant Mehta (Uncle) and Indiraben (Auntie)  who are extremely compassionate towards the nomadic communities have contributed the most for the construction of these houses.  Apart from the  Lions Club of Shahibaug, Lions Club of Samvedna, Shri Rashmikantbhai and Kumudben Shah, Shri. Ulhasbhai Paymaster, Shri Saroj Maniar, Shri. Rashi Kishor Gaba and other well-wishers have donated to the cause. It would have been impossible to accomplish this task without your support.

The settlement needed power connection to aid the construction process. Our dear Nilesh Munshi ensured that our application to PGVCL did not meet delays.

Our team members Chayaben and Kanubhai have tirelessly worked for these families, so have the community leaders Dungarbhai, Jivabhai and others.

We are thankful to the government officials for their support in this endeavour.

The amount of efforts everyone has put in will help this settlement become an ideal one in the region,  with  solar-powered lights, some kind of public education system for kids, livelihood opportunites  for all… we have big dreams hope the universe conspires to accomplish them.

The image shared was taken when the families received documents to their plots and the ongoing construction and the current living conditions of these families.

રાજકોટના રામપરા બેટીમાં વિચરતી જાતિની વગડાંમાંથી વહાલપની વસાહત..

'અમે કેવામાં પડ્યા છીએ. ના પીવા પાણી મળે ના વીજળી. શહેર વચાળે ઝૂંપડાં બાંધી રહીએ બેન. આમાં નાહવા-ધોવાનું ને બહાર જવાનું કેમ થાય? બહુ વિપદા હતી. અમને થતું બળ્યો આ અવતાર જ નકામો. રાજકોટ આજુબાજુ વર્ષોથી ઝૂંપડાં બાંધી રહીએ પણ એતો રૃમાલ મુકેલી જગ્યા. ક્યાંક લોકો તો ક્યાંક સરકાર ખાલી કરાવે તો લબાચા લઈને બીજે.. જીવતરમાં નકરો રઝળપાટ... પણ તમે અમારી વહારે આવ્યા. અમને રહેવા પ્લોટ મળ્યા. ને જુઓ હવે ઘર પણ કેવા બંધાય છે...'

રાજકોટમાં રહેતા ને હવે રામપરાબેટીમાં સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા ને મકાન બાંધકામ માટે 1.20 લાખ જેમને આપ્યા તેમાંના ડુંગરભાઈ, જીવાભાઈ, કાનુબહેન વગેરે એ હરખ સાથે આ વાત કહી..

પ્લોટ ને મકાન સહાય તો મળી પણ એટલી રકમમાંથી ઘર ન બને. વળી પાછું એમની 71 પેઢીમાં આ પહેલાં હતા જેમના ઘર બનાવાના હતા. એટલે મજબૂત અને સુંદર ઘરની હોંશ પણ સૌને ખરી. અમે અંદાજ કઢાવ્યો. તો 2.25 થી લઈને 2.35 લાખ સુધીનો અંદાજ એક ઘરનો આવ્યો. મૂળ તો કેટલાક ઘર ખાડામાં હોવાના કારણે આ અંદાજ એક સરખો નહીં. 

હવે 1.20 પછી બાકીની રકમ કેમ કાઢવી. મનરેગામાં પોતાના ઘરમાં મજૂરી કરે તો 20,000 મળે પણ આ બધા પરિવારોના કાગળિયા રાજકોટથી રામપરાબેટીમાં તબદીલ થયા નથી. તંત્રનો સહયોગ મળે છે. પણ એ લોકો થોડી વધુ મદદ કરે તો આધાર, રાશનકાર્ડ ને બધુ અહીંનું થઈ જાય. અને આ રકમ પણ મળી જાય બાકી...

વળી આ પરિવારોની સ્થિતિ નબળી એ લોકો પોતાની રીતે ખુટતી રકમ કાઢી ન શકે. પાછુ ઘર બાંધકામમાં નબળુ એમને કે અમારે ચલાવવું નહીં. છેવટે અમે નક્કી કર્યું પ્રત્યેક ઘરને 55,000ની મદદ કરવાની, સાથે શૌચાલય પણ બાંધી આપવા પ્રયત્ન કરીશું. સરકારની મદદ આમાં પણ મળે પણ મૂળ પ્રશ્ન રામપરા બેટીમાં ડોક્યુમેન્ટ તબદીલીનો..આ પરિવારોના ભાગે 40,000 કાઢવાના આવ્યા. તેમની પાસે આ મૂડી નહીં. એમણે VSSM પાસેથી લોન માંગી ધીમે ધીમે ચુકવી દઈશું પણ અમારુ ઘર થઈ જાય ને... અમે એમની આ ભાવના સમજીએ એટલે લોન આપવાનું પણ કર્યું.

હાલ 68 પરિવારોને 37,40,000ની મદદ પ્રથમ તબક્કામાં vssm સાથે સંકળાયેલા પ્રિયસ્વજનોની મદદથી કરીશું. અને હા લોનની રકમ જુદી..

આ સિવાય વસાહતમાં પીવાના પાણીની તકલીફ. વાસ્મોએ પાણીનો ટાંકો લોકભાગીદારીથી બનાવી આપવા કહ્યું. 14 લાખનો ખર્ચ ને દસ ટકા વસાહતના લોકોએ ભરવાના. ક્યાંથી ભરે? અમારા પ્રિયજન પિયુષભાઈ કોઠારી સાથે વાત કરીને અમણે 1.40 મોકલી આપ્યા. 

હાલ રોજના 800 લેખે વેચાતુ પાણી લાવીએ.. જેથી બાંધકામ થઈ શકે. પણ આ બધુ કેટલું મોંધુ થાય..

ઘર બાંધકામમાં આદણીય ક્રિષ્ણકાંત મહેતા (અંકલ) અને ઈન્દિરાબેન(આંટી)એ સૌથી મોટી મદદ કરવાનું સ્વીકાર્યું. આ બેઉની લાગણી આ પરિવારો સંસ્થાના કાર્યો માટે ઘણી.. આ સિવાય લાયન્સ કલ્બ ઓફ શાહીબાગ, લાયન્સ કલ્બ ઓફ સંવેદના, શ્રી રશ્મીકાંતભાઈ અને કમુદબેન શાહ, શ્રી ઉલ્હાસભાઈ પેમાસ્ટર, શ્રી સરોજ મણિયાર, શ્રી રાશી કીશોર ગબા વગેરે પ્રિયજનોની મદદ મળી. આપ સૌએ મદદ ન કરી હોત તો આ કાર્ય પાર પડવું જાણે અસંભવ જ હતું.

વસાહતમાં લાઈટની સુવિધા ઘર બાંધકામ માટે જરૃરી અમે PGVCLમાં અરજી કરી. ને વિજળી ઝડપથી વસાહત સુધી પહોંચે એ માટે મદદ કરી પ્રિય નિલેશ મુનશીએ..

અમારા કાર્યકર છાયાબહેન ને કનુભાઈ થાક્યા વગર આ પરિવારોના સુખ દુઃખમાં સાથે રહે ને એમને સાથ આપે વસાહતના આગેવાન ડુંગરભાઈ, જીવાભાઈ વગેરે.. 

પ્લોટ અને મકાન બાંધકામ માટે સહાય આપનાર સરકારનો, અધિકારગણનો ઘણો આભાર..

આપ સૌની મહેનત, સાથ માટે રાજીપો વ્યક્ત કરુ છું.

આશા રાખીએ આ વિસ્તારની આ એક આદર્શ વસાહત બને જેમાં સોલારનો ઉપયોગ, બાળકોના ભણતરની સરસ વ્યવસ્થા ને સૌને કામ મળે તે માટેની વ્યવસ્થા... સપનાં ઘણા છે કુદરત તે પૂર્ણ કરશે તેવી શ્રદ્ધા છે... 

આ પરિવારોને જ્યારે પ્લોટ મળ્યા તે વેળા સૌએ સાથે મળીને ખેંચાવેલી તસવીર બાકી જેમના ઘર બંધાઈ રહ્યા છે તેમની હાલની સ્થિતિને બંધાઈ રહેલા ઘર બધુયે ફોટોમાં..

#mittalpatel #vssm #housing

#dream #dreamhome #nomadicfamiles

#denotified #government 

#houseforall #rajkot

The settlement needed water to aid the construction process

The ongoing construction of the nomadic families's
dreamhome

The current living condition of nomadic families


#Gujarat #રાજકોટ #ગુજરાત

Tuesday, 26 January 2021

112 Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots...

Mittal Patel meets nomadic families of Bagasara

May you remain blessed…”

“Our generations have been wandering around for centuries, yet we never have a permanent address, a place to call home.

We have spent numerous monsoons around the boundaries of Bagasara yet no one has bothered about us.  We did not know what it is to have a voter ID card or ration card until VSSM’s Rameshbhai helped us in obtaining Voter ID cards, ration cards, caste certificates and other documents. There was a time when we had no document to prove our identity and now we have a bag full of them. You have all worked so hard, taken so many rounds of the government offices to enable us to obtain these proofs of our identity. We don’t understand the intricacies of the system, so we often chew Rameshbhai’s head and yours too. But you never gave up, never got tired and here we are about to build a home at the same place we have spent countless monsoons at the mercy of elements. May you leave up to 100 and more…!!”

Navghanbhai shared the above with us when  112 fellow Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots.

The shanties they lived in may look alluring to photographers, but they are hopeless at protecting against the elements. The families are too poor to afford even the basics. They wander around the villages to sharpen knives or upkeep the bullocks. VSSM had appealed the government to help these families obtain plots to enable them to build their abodes. Our team member Ramesh remained perseverant, working with these communities needs us to be patient and persistent and Ramesh did just that and his efforts have paid off so well. 

District Collector Shri Aayush Oak, Mamlatdar Shri I. S. Talat, Additional Mamlatdar Shri H. M. Vala and local bureaucracy remained very proactive, the pledge of providing a home to all homeless by our Prime Minister Shri Narendrabhai Modi and our Chief Minister Shri Vijaybhai Rupani’s commitment to realise this pledge have fuelled this effort. It is a fact that these families will soon become homeowners.

We are grateful for the support we receive from our well-wishing friends and donors.

Much affection to you Ramesh, you prioritised these families and did not care about your own medical condition (that needs attention).

Our best wishes to these families who will soon begin a new phase of their life.   

વાત અમરેલીના બગસરાથી...

'તમારુ ભલુ થાજો...

સદીઓ આમ જુઓ તો અમારી પેઢીયું આમ રઝળતા રઝળતા વઈ ગઈ પણ અમારુ કાયમીકનું સરનામું નો થ્યું. આ બગસરાના સીમાડાંમાં આમ તો વર્ષોથી ચોમાસુ પઈડા રઈએ પણ અમારુ પૃચ્છા કોઈએ નો કરી. મતદાર કેડ, રેશનકેડ ટૂંકમાં કઉં તો આ દેશના સૈઈયે એવા એકેય ઓધાર અમારી પાહે નો જડે. આ તો અમારા નસીબના તમને બધાને મેલ્યા તે ઓળખાણ વનાના એવા અમને અમારી ઓળખાણ જડી. મતદારકેડ ને રેશનકાર્ડ અને રમેશભાઈ એ તો જાતિપ્રમાણપત્રને બધુ કાંઈ કેટ કેટલું અમને કઢવી દીધું. અમારી કને અમે કોણ ઈની સાબુતી આપી હકે એવું એક કાગળિયું નતું પણ આજે તો થેલી ભરાય એટલા કાગળિયા કઢવી દીધા.. હારુ થજો બાપલા તમે હંધાએ ઘૈઈક ધોડા કીધા... અમે તો નાદાન. સરકારી કચેરીની અમને ઝાઝી હમજ પડે નહીં આ રમેશભાઈનું માથુયે ઘણું ખાધુ ને તમને હોત અમને ઘર અલાઈ દ્યો કઈ કઈને ઘણા હેરાનેય કઈર્યા. પણ તમે બધા થાઈકા નઈ ને જુઓ આજે અમને જ્યાં ચોમાસુ પઈડા રેતા એ જગ્યા મલી જઈ. ભગવોન હો વરના કર... '

નવઘણભાઈને એમના જેવા #સરાણિયા, #દેવીપૂજક, #ગાડલિયા સમુદાયના 112 પરિવારો કે જેઓને બગસરામાં જ્યાં તેઓ ઝૂંપડાં બાંધીને રહેતા ત્યાં જ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. તેમની આ લાગણી..

આમ તો એમના ઝૂંપડાં ફોટોગ્રાફીની દૃષ્ટિએ મજા પડે તેવા બાકી તેમાં ના રોકાય, ટાઢ, ના તડકો કે વરસાદ.. આર્થિક રીતે અત્યંત ગરીબ. સરાણિયા તો છરી ચપ્પાની ધાર કાઢવા અથવા બળદના સાટા દોઢા કરવા એ ગામે ગામ રઝળે. બહુ દુઃખીને તકલીફમાં જીવનારા આ પરિવારોને રહેવા પ્લોટ મળે તે માટે VSSM દ્વારા રજૂઆત કરવામાં આવેલી. 

અમારા કાર્યકર રમેશની જબરી મહેનત. નાની નાની બાબતો સમજાવવામાં દિવસો જતા રહે. પણ રમેશ ખંતથી આ બધુ કરે. ને એની મહેનત ફળી. 

કલેક્ટર શ્રી આયુષ ઓક, મામલતદાર શ્રી આઈ. એસ. તલાટ, નાયબ મામલતદાર એચ. એમ. વાળા વગેરે અધિકારીઓની લાગણી ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આવા ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની ભાવના ને તેમાં મુખ્યમંત્રી શ્રીનું પ્રેરણા બળ ઉમેરાયું ને જુઓ કેવું કમાલ કામ થયું.. 

હવે આ પરિવારો ઝટ ઘરવાળા થશે એ નક્કી...આપ સૌ સ્નેહીજનોનો આભાર.. 

રમેશ તને ઘણું વહાલ.. તારી નાજુક તબીયત કરતાંય તે પહેલો વિચાર આ પરિવારોનો કર્યો. ને આ પરિવારોને જીંદગીના એક નવા પડાવની શરૃઆત માટે ઢગલો શુભેચ્છા... 

#MittalPatel #vssm #સરાણિયા

#nomadic #denotified #human

#humanity #nomadicfamiles



The Government officials handed over documents to
nomadic families

112 nomadic families recieved residential plots was published
in newspaper

The current living condition of nomadic families