Mittal Patel with Gulabbhai Dafer |
“It is our good fortune that Almighty sent Mittalben to us!”
That was a profound statement Gulabbhai made before Kintubhai Gadhvi on camera. Such statements bring a sense of increasing responsibilities.
To be born and live a life as Dafer is a daunting task. The Dafer are hired to protect farm and village boundaries but always denied residency to the village. Under such circumstances 11 Dafer families living at various places in Surendranagar were allotted plots in Dhrangadhra’s Virendragadh, Gulabbhai is one of them.
“Getting a plot in Dhrangadhra has been the best thing. It is place where we will find work and we shall not obstruct anyone with our presence!”
Honestly, it is not this community but our perception about them that has been an obstruction, not their presence. We are glad that acceptance has grown than earlier.
Our heartfelt congratulations to Gulabbhai, Ushmanbhai and others who have received plots, their dream of living in a pucca house will soon become a reality.
Our Chief Minister has always shown compassion towards the plight of these communities, we respect his concern for these marginalised.
Surendranagar District Collector and his team have worked hard to provide plots to homeless in the district. We applaud the path-breaking efforts they have put in.
We are extremely grateful to the support provided by Jewelex Foundation, US based respected Kiritbhai Shah and other well-wishing donors whose support helps us sustain a team that continue working relentlessly.
કેવડી મોટી વાત ગુલાબભાઈએ કીંતુભાઈ ગઢવીના કેમેરા સમક્ષ કહી. મૂળ તો આ બધુ સાંભળુ ત્યારે જવાબદારી વધ્યાનું લાગે...
ડફેર તરીકે જન્મવું ને જીવવું ઘણું કપરુ.. સીમરખા તરીકે તો સૌ ગામમાં રાખે પણ કાયમી રહેવાની વાત આવે એટલે નકાર..આવામાં સુરેન્દ્રનગરમાં અલગ અલગ જગ્યાએ રહેતા 11 ડફેર પરિવારોને ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં રહેણાંક અર્થે પ્લોટ મળ્યા. જેમાં ગુલાબભાઈને પણ એક પ્લોટ મળ્યો..
'ઘ્રાંગધ્રામાં વસવાટ થ્યો એ હારામાં હારુ થ્યું બેન.. આયાં નાનુ મોટુ કામેય જડી જાશે ને કોઈને અમારાથી નડતરેય નહીં થાય..'
આમ જુઓ તો નડતર આ સમુદાયની ક્યાં હતી. સમાજ તરીકે આપણે સૌ આ પરિવારોને સ્વીકારી ન શક્યા એની હતી..
ખેર પહેલાં કરતાં થોડો સ્વીકારભાવ વધ્યો છે એનો રાજીપો..
ગુલાબભાઈ, ઉષ્માનભાઈ જેમને પણ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા તે સૌને અભીનંદન. હવે એમના પાકા ઘરનું સમણું સાકાર થશે..
મુખ્યંત્રી શ્રીની લાગણીને પ્રણામ.. તેઓ હંમેશાં આ બધા પરિવારોને ઘર મળે તે માટે સતત ચિંતા કરે. તો સુરેન્દ્રનગર કલેક્ટર શ્રી અને તેમના અધિકારીગણનો આભાર એમણે આ પરિવારો માટે લાગણી રાખી માટે આ કાર્ય થયું.
આ કાર્ય માટે મદદ કરનાર જવેલેક્ષ ફાઉન્ડેશન, આદરણીય શ્રી કીરીટભાઈ શાહ (અમેરીકા) ને અન્ય પ્રિયજનોનો આભાર તેમની મદદથી જ અમારો કાર્યકર હર્ષદ દોડાદોડી કરી શક્યો...તેની તબીયના ઘણા પ્રશ્નો વચ્ચે એણે આ કાર્ય પુર્ણ કર્યું.. આપ સૌનો ઘણો આભાર..
#MittalPatel #vssm Kirit H Shah
11 Dafer families with their plot allotment documents |