Thursday, 26 May 2022

VSSM is grateful to the government, the district administration of Banaskantha and our well-wishing friends for their continued support which has helped nomadic families move into homes of their own...

Respected Chief Minister Shri Bhupendrabhai Patel
 inaugrated Kakar housing settlement

“Our search for earning a decent living takes us to various lands; we would see beautiful homes fitted with fans, water running through taps and tell ourselves that we will never be able to stay in such homes. But look at these beautiful homes you have built for us. So how do we thank you enough?” Manjibhai Fulvadi shared his sentiments before moving into a pucca new home.

Once upon a time, the fulvadi families earned their living as snake charmers, but the occupation became obsolete with the implementation of the Wildlife Protection Act. They now wander searching for work but come back to Kakar, a village they have settled into for many years.

The government had allotted residential plots and aid to build homes to 124 Fulvadi families living in Kakar, but 187 more families did not have any land to build a house. Subsequently, 90 families were allotted plots, of which 72 families received Rs. 45000  and 18 families received Rs 1.20 lacs as an aid to building a house on it. The 72 families who had received Rs. 45 k were convinced of quality construction by a contractor who took Rs. 24,000 from each of them to give in return for inferior quality construction. The families whose money had been at stake asked him to either improve or stop construction and return the amount he had taken. However, the amount was never returned. The families were left with only Rs. 21,000, and that amount cannot build a house.

These families have known us for nine years; they requested us to help them complete the construction of their houses. Although VSSM desired to support the construction cost, it was also starting at a considerable cost as the plots 32 of these families were allotted were to incur a huge for levelling. Moreover, the surface of allotted plots was sandy; hence, it would require extra effort to build a solid foundation for the houses or else there was a fear of the structures collapsing. Therefore, we gave each of these structures a pile foundation while the rest were given a normal foundation. VSSM believes that the poor should also be able to fulfil their aspirations, so if at all they desire to build a floor above the building should be strong enough to do so. Hence, all the 90 houses have been constructed accordingly to last a lifetime.

The housewarming ceremony of these 90 families was graced by Chief Minister Shri Bhupendrabhai Patel, respected Shri Kirtisinhji Vaghela, state education minister, Shri Pradipbhai Parmar, Minister for Social Justice and Empowerment, and ministers from other departments, MPs and other dignitaries also graced the occasion. The Banaskantha administration has also remained highly cooperative in making these events happen.

By choosing to remain present at the event, the Chief Minister has acknowledged the existence of these communities and honoured them. Additional, 970 families received residential plots, and 9000 individuals received benefits from government schemes. The numbers also include 87 families of Kakar who received residential plots.

More than 10,000 people from across Banaskantha remained present at the event; there were many from the neighbouring Patan district. The event venue was abuzz with activity, and the canopy was packed to the brim on this blazing summer evening, yet people were quietly standing outside.

The image carousel shares glimpses of the entire event. The once homeless families will soon move into homes built with love and compassion.

Our Prime Minister has pledged to provide a home to each homeless family in this country; we are sure the homeless nomadic families will soon receive residential plots and aid to build a house.

VSSM is grateful to the government, the district administration of Banaskantha and our well-wishing friends for their continued support. The support you have extended has helped these families move into homes of their own.

Thank you to our friends from nomadic communities for accepting our invitation and remaining present at the event.

We pray to the almighty to grant peace and prosperity to the families who have moved into their new abodes.

'આભમાં અણી નહીં.. અમારુ કોઈ ધણી નહીં.. અમે આખુ મલક ભમીએ.. લોકોના પાક્કા ઘરો, એમાં લાઈટ, પંખા જોઈએ ત્યારે મનમાં ચમચમ થતું... પણ અમારા ભાગમાં આવુ તે કાંઈ હોય !પણ આ જુઓ તમે કેવા અસલ ઘર કરી દીધા... તમારો આભાર..બનાસકાંઠાના કાકરના ફુલવાદી મનજીભાઈએ પોતાના પાક્કાઘરમાં પ્રવશેતા પહેલાં વ્યક્ત કરેલી લાગણી...

ફુલવાદી પરિવારો સાપના ખેલ બતાવી પેટિયું રળતા પણ હવે એ બધુ નથી ચાલતુ. હવે મજૂરી અર્થે વિચરણ કરે. વર્ષો પહેલાં આ પરિવારો કાકરમાં આવીને રહેલા. 

અહીંયા 124 પરિવારોને સરકારે પ્લોટ અને પ્લોટ પર મકાન બાંધવા સહાય આપેલી. પણ 187 પરિવારો હજુ એવા હતા કે જેમની પાસે રહેવા પ્લોટ નહોતા. આ 187માંથી 90 પરિવારોને તેમણે પ્લોટ ફાળવ્યા ને એના ઉપર મકાન બાંધવા 72 પરિવારોને 45000 અને 18 પરિવારોને 1.20 લાખની સહાય કરી. જે 72 પરિવારોને 45000 સહાય કરી તે પરિવારોના ઘર બાંધી આપવાનું એક ભાઈએ કહ્યું ને એમની પાસેથી  24,000 લઈ ગયા પછી ઘરો બાંધવાનું શરૃ કર્યું પણ એની ગુણવત્તા તદન નબળી. વાદી પરિવારોએ ઘર બાંધકામ માટે ના પાડી અને પૈસા પરત માંગ્યા પણ એ ન મળ્યા. આમ તેમની પાસે 21,000 જ રહ્યા અને આટલી રકમથી ઘર ન બંધાય. 

અમે આ પરિવારોના પરિચયમાં છેલ્લા 9 વર્ષથી. એમણે અમને ઘર બાંધી આપવા વિનંતી કરી. મદદ કરવાનું મન તો થાય જ પણ ખર્ચ મોટો હતો.  32 પરિવારોના ઘર જ્યાં બાંધવાના ત્યાં જમીનમાં મોટા ખાડા. વળી જમીન પર માટી કરતા રેત વધુ. આમ પુરાણ કર્યા પછી એમ જ મકાન બાંધીએ તો ધસી પડવાનો પણ ભય રહે.  આમ 32 મકાન પુરાણ કર્યા પછી પાઈલીંગ કરી બાંધવાનું નક્કી કર્યું જેમાં મકાન જેટલું બહાર દેખાય તેટલું જ તેનું ફાઉન્ડેશન એટલે કે પાયલીંગ કર્યું અને બાકીના પાયા ખોદીને બાંધ્યા. 

ગરીબ માણસો માટેની વ્યવસ્થા ગરીબ ન હોવી જોઈએ એવું અમે માનીએ ને એટલે આ વ્યવસ્થા સાથે ભવિષ્યમાં તેઓ ઉપર પણ ઘર બાંધી શકે તે રીતે 90 મજબૂત ઘર બાંધ્યા.

90 પરિવારોને ગૃહ પ્રવેશ કરાવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ આવ્યા. એમની સાથે જોડાયા આદરણીય કિર્તીસીંહજી વાઘેલા - શિક્ષણ મંત્રી(રાજ્યકક્ષા), પ્રદિપભાઈ પરમાર - મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા. એ સિવાય પણ અન્ય વિભાગના મંત્રી શ્રી, સાંસદ સભ્ય શ્રી  વગેરે અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.  બનાસકાંઠા વહીવટીતંત્રના સાનિધ્યમાં આયોજીત આ કાર્યમાં તંત્ર પણ ખડે પગે રહ્યું.

વિચરતી જાતિ ગાડલિયા, રાવળ, બજાણિયા, ફુલવાદી અને વાંસફોડા પરિવારોએ પરંપરાગત રીતે મુખ્યમંત્રી શ્રીનું સન્માન કર્યું. 

મુખ્યમંત્રીએ વિચરતી જાતિઓની વચમાં આવી આ સમુદાયને ઘણું મોટુ સન્માન આપ્યું. વળી તેમના આવવાના ઉપક્રમે 970 લોકોને રહેવા પ્લોટ ને 9000 થી વધુ લોકોને અન્ય યોજનાકીય મદદ મળી..એમાં કાકરના 87 પરિવારો જેમની પાસે ઘર નહોતા તેમને પણ પ્લોટ ફળવાઈ ગયા. 

સમગ્ર બનાસકાંઠામાંથી 10,000 લોકોએ આ કાર્યક્રમમાં ભાગીદારી નોંધાવી. પડોશી જિલ્લા પાટણમાંથી પણ લોકો આવ્યા.  કાર્યક્રમ સાંજના 4.30 વાગ્યાનો. મંડપમાં ઊભા રહેવા જગ્યા નહોતી છતાં લોકો ધોમધખતા તાપમાં મંડપ બહાર પણ શાંતિથી ઊભા રહ્યા... 

લખ્યું એ બધુયે ફોટોમાં.. હાલમાં આ પરિવારો વગડામાં રહે તે અને ત્યાંથી એમની વહાલપની વસાહત જશે તે.. 

દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ઘરવિહોણા પરિવારોને ઘર આપવાનું સ્વપ્ન સેવ્યુ છે. અમને વિશ્વાસ છે વિચરતી જાતિના અને ઘરવિહોણા પરિવારોને ઘર મળશે એવું...

આભાર સરકાર, બનાસકાંઠા વહીવટીતંત્ર તેમજ VSSM સાથે સંકળાયેલા શુભેચ્છક સ્વજનોનો.. તમારા સૌની મદદથી આ પરિવારો માટે ઘર બન્યા. અમારા આમંત્રણને માન આપી આવેલા વિચરતી જાતિના પ્રિયજનોનો પણ ખુબ આભાર..

જેમના ઘર બન્યા તે પરિવારોને નવા ઘરમાં કુદરત બરકત આપે તેવી શુભભાવના... 

#MittalPatel #vssm



Chief Minister and Mittal Patel with the Donor Plaque at Kakar

Chief Minister has acknowledged the existence of these
communities and honoured them

Mittal Patel with Chief Minister Mps and other dignitaries
has honoured the nomadic families

Mittal Patel addressing the nomads during an event

Mittal Patel with chief minister, MPs and other dignitaries

Chief Minister Bhupendrabhai Patel with fulvadi community

Fulvadi community welcomed Shri Bhupendrabhai Patel

Nomadic community welcomed Shri Bhupendrabhai Patel

Fulvadi community during an event

Chief Minister Shri Bhupendrabhai Patel presented the key
to fulvadi community

Nomadic community during an event

Nomadic communirty during an event

The current living condition of nomadic communities

The current living condition of nomadic communities


Kakar Housing Settlement

Mittal Patel during an event

Mittal Patel addressing the nomads

Chief Minister Shri Bhupendrabhai Patel
addressing the nomadic families

Respected Shri Kirtisinhji Vaghela,
state education minister addressing
the nomadic families

Chief Minister and Mittal Patel with the Donor Plaque at Kakar