Mittal Patel discusses housing plan of Gundala settlement |
“Look, my child, although we have spent our lives in the shanties, around water, you will grow up in this beautiful house…” Labhuben, who lives in a hut on the banks of the river in Gondal tells her little girl while showing her an under-construction house in Gundala village.
The nomadic families of Gondal town have spent their lives in shanties built over open spaces on the river banks; the monsoons are worst for these families. Whenever water flows into the river, the families need to vacate their homes and move into government schools. The financial condition is not healthy enough to enable them to buy land to build a house over it.
As a result of our intervention, the government has allotted residential plots to Gondal’s 160 nomadic families in Gundala village. In adition to government aid, VSSM will support the construction of homes for 60 poorest families.
Building each house from scratch costs around Rs. 3 lacs. Apart from government assistance, Abu Dhabi Bank P. J. S. C has been the principal donor for this construction project. Our well-wishing donors have also contributed to the financial support required to build a 1 BHK house with an attached bathroom toilet. In addition, VSSM has envisaged the possible need for more space as the family grows; hence the foundation of each house is strong enough to allow the construction of additional floors when required.
Within the next couple of months, with support from the same donors, we will soon launch the second phase of construction for the other 40 families. Each person dreams of a house, and each family whose homes are under construction will also contribute according to their ability.
There is no greater joy than helping others achieve their dream, and providing security of a house is the greatest joy there is.
During 2022-23 VSSM wants to be instrumental in helping 500 families realise their dream of a house; we would be grateful if you could contribute to this cause. You can Paytm your contributions to 9099936013 or transfer your donations to the below-mentioned bank:
'જો બટા અમારી જીંદગી ઝૂંપડામાં નીકળી, પાણીમાં નીકળી પણ તારી જીંદગી આ ઘરમાં નીકળશે જો કેવા સરસ મકાન બને સે...'
#ગોંડલમાં નદીના પટ પાસે ઝૂંપડ઼ું બાંધી રહેતા લાભુબહેને એમની નાનકીને ગુંદાળાગામમાં પોતાનું પાક્કુ ઘર બંધાઈ રહ્યું તે બતાવતા આ કહ્યું. (એમણે જે કહ્યું એ તમે વિડીયોમાં પણ સાંભળી શકશો. એ બોલતા હતા એ અમારી હિમાલીએ પાછળથી એ રેકોર્ડ કર્યું)
ગોંડલમાં #વિચરતી_જાતિના ઘણા પરિવારો છાપરાં બાંધી ને જ્યાં ત્યાં પડ્યા રહે. દર વર્ષે ચોમાસમાં આ પરિવારોની દશા માઠી થાય. નદીમાં પાણીનો આવરો વધે કે એમણે ઝૂંપડાં ખાલી કરી સરકારી નિશાળમાં આશરો લેવો પડે. આર્થિક ક્ષમતા એટલી નહીં કે પોતાનું ઘર બાંધવા જમીન ખરીદી શકે અને એના પર ઘર બાંધી શકે.
આવા 160 પરિવારોને ગોંડલથી પાંચ કિ.મી.ના અંતરે આવેલા ગુંદાળા ગામમાં સરકારે રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા. આ પરિવારોમાંથી સૌથી તકવંચિત એવા 60 પરિવારોના ઘર બાંધકામમાં સરકારની મકાન સહાય ઉપરાંત ખુટતુ ઉમેરવાનું અમે નક્કી કર્યું.
એક ઘરની કિંમત 3 લાખ આસપાસની થાય. જેમાં સરકારના પૈસા ઉપરાંત VSSM સાથે સંકળાયેલા #First_Abu_Dhabi_Bank P.J.S.C. નો મુખ્ય સહયોગ ઉપરાંત અન્ય સ્વજનોનો પણ સહયોગ મળ્યો.
આમ એક રૃમ રસોડુ, #શૌચાલય અને બાથરૃમ સાથેનું મજબૂત ઘર જેમાં ભવિષ્યમાં પરિવારે બીજો માળ બાંધવો હોય તો બાંધી શકે તે પ્રકારનું બાંધવાનું અમે કર્યું.
લગભગ બે ત્રણ મહિનામાં બીજા ફેઝમાં 40 પરિવારોના ઘરોનું બાંધકામ પણ સરકાર અને ઉપર જણાવેલા સ્વજનોની મદદથી શરૃ કરીશું.
ઘર એ દરેક વ્યક્તિનું સ્વપ્ન.. આ સ્વપ્ન સાકાર કરવામાં જેમનું ઘર બંધાઈ રહ્યું છે એ લોકો પણ પોતોનો નાનકડો ફાળો આપશે.
અમારા કાર્યકર છાયાબહેન અને કુનભાઈ આ પરિવારોની સાથે સતત. તેમની મહેનતથી જ અન્ય 40 પરિવારોને પ્લોટ ફળવાયા. આ અમારા સીવીલ એન્જીનીયીરચિરાગભાઈ પણસતત દેખરેખ રાખે..
જેઓ આ પરિવારના ઘરોનું બાંધકામ કરે છે તે લક્ષ્મણભાઈ પણ સેવાભાવી. એ એકદમ ગુણવત્તાવાળુ બાંધકામ કરી રહ્યા છે..
ઘર એ આશરો છે કોઈના પણ માથે પાક્કી છત અપાવામાં નિમિત્ત બનવું એ મોટુ સુખ...
2022-23માં 500 પરિવારોના ઘર બાંધી આપવામાં નિમિત્ત બનવું છે. તમે પણ આ કાર્યમાં યથા યોગ્ય યોગદાન આપશો તો આભારી રહીશું...
અનુદાન અમને 9099936013 પર પેટીએમ કરી શકાય. અથવા નીચેની વિગતે બેંકમાં પણ જમા કરાવી શકાય.
HDFC Bank
Name of the Bank : HDFC Bank Ltd.
Branch Name : Platinum Plaza – Ahmedabad
Account Name : Vicharta Samuday Samarthan Manch or VSSM
Account Number. : 59119099936011
RTGS/IFSC Code : HDFC0000783
તમે આપેલી મદદ કોઈનું જીવન બદલી નાખશે.. બંધાયેલા ઘરોનું નિરીક્ષણ કરવા ગયા તે વેળા અને હાલ આ પરિવારો જે સ્થિતિમાં રહે છે ને ભવિષ્યમાં જે વહાલપની વસાહતમાં એ રહેવા જશે એ બધુયે ફોટોમાં...
#MittalPatel #vssm
Mittal Patel visits Gundala housing settlement |
Ongoing house construction at Gundala |
Gundala Housing settlement |
Ongoing construction work |
Gundala Housing Settlement |
The current living condition of nomadic families |
Ongoing Construction work |