Thursday 15 July 2021

Paniben and 91 other families will now have a decent roof over their heads and a place to call home!!...

Mittal Patel with Paniben 

“It has been such a long time, we have been struggling to find a place to call home. During that we have witnessed so many officials come and go. The whole efforts has become so tiring now.”

Paniben from Surendranagar’s Dudhrej would tell me every time we would meet.

And she is absolutely write when she outpours this anguish. It was in 2006, almost 150 of us had come together in the premises of collector’s office to appeal of residential plots, we were assured for the allotment but the promise did not turn into reality.

It is life’s ultimate aspiration to have a roof over the head, it is an incomparable joy. For the homeless, it provides  an ability to live without fear of being driven away or their hutments bulldozed by encroachment enforcement officials.  

Our Prime Minister has pledged “Housing for All by 2022”, the state government too has pledged to provide support to bring this to life and many families have started receiving plots. However, in 19 districts of  Gujarat innumerable applications still lay unaddressed yet we are pleased with whatever positive change we witness.

As a result of VSSM’s efforts  and administrative will on the last day as Collector of Surendranagar,  Shri K Rajesh signed orders for allotment of residential plots to 92 families living in various regions of Surendranagar. Shri Rajesh has been a blessing to us as the work he has done is yet to find a match in any other district of Gujarat.

VSSM’s Harshad has been relentless in his pursuit to ensure the families have a roof over their head. And Pamiben’s joy is boundless. Atlast the collector has sanctioned a plot for her…

We are glad for the support our Government and Collector Shri K Rajesh has been. Paniben and 91 other families will now have a decent roof over their heads and a place to call home!!

 'આપણે ચાન્ના મથીએ સીએ પણ રેવાનું કાંય ઠેકાણું નથ પડતું. કેટલા અધિકારી હોત બદલાઈ ગ્યા. પણ હવે તો બેન થાક લાગે સે..માથે ધોળા આવી ગ્યા દોડા કરી કરીને..'

સુરેન્દ્રનગરના દૂધરેજમાં રહેતા પનીબેન જ્યારે મળે ત્યારે આ વાત કરે.. 

જો કે એમની વાત સાચી હતી 2006માં સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અમે રહેવા પ્લોટ મળે તે માટે રજૂઆત કરવા લગભગ 150 લોકો ભેગા થયેલા. એ વેળા આશ્વાસન મળેલું પણ પછી તો ઘણા ધરમ ધક્કા...મૂળ રહેવા પોતાની જગ્યા હોવી એનું સુખ ઘણું મોટુ.. કોઈ આવીને ઝૂંપડું તોડી નાખશે નો ડર ન રહે.. પણ આ અભય મળવું ઘણું અઘરુ હતું..

આપણા વડાપ્રધાન શ્રીનો 2022 સુધીમાં દરેક વ્યક્તિને ઘર આપવાનો નિર્ધાર થયો ને એમાં રાજ્ય સરકારનો સહયોગ સાંપડ્યો એટલે ધીમે ધીમે લોકોને પ્લોટ મળવાની શરૃઆત થઈ.. જો કે ગુજરાતના 19 જિલ્લાની ઘણી અરજીઓ કલેક્ટર કચેરીમાં આજેય પડતર છે છતાં શરૃઆત થઈ એનો આનંદ તો લઈ જ શકાય..

સુરેન્દ્રનગરના વિવિધ  વિસ્તારમાં રહેતા 92 પરિવારોને VSSMના પ્રયત્નથી કલેક્ટર કે.રાજેશે તેમની બદલી થઈ તે દિવસે રહેણાંક અર્થે પ્લોટના હુકમ આપ્યા.. તેમનો ખુબ આભાર.. કોઈ જિલ્લામાં નથી થયું એવું સુંદર કાર્ય એમણે ત્યાં કર્યું. અમારા કાર્યકર હર્ષદની આ બધામાં જબરી મહેનત થાક્યા વગર એ કામ કર્યા કરે. તો પનીબહેનને કલેક્ટર હસ્તે  હુકમ મળ્યો એ તો રાજી રાજી...

પનીબેન ને એમના જેવી સ્થિતિમાં રહેતા 92 પરિવારો હવે ઘરવાળા થશે એનો રાજીપો... ને સરકારનો, કે રાજેશનો ખુબ ખુબ આભાર... 

સાથે સરનામાં વિનાનાં માનવીઓને સરનામાં વાળા કરવા માટે થઈ રહેલા આ કાર્યોમાં મદદ કરતા આદરણીય કીરીટભાઈ શાહ(USA) તેમજ જવેલેક્ષ ફાઉન્ડેશનનો આભાર.. 

#MittalPatel #vssm Kirit H Shah Rajesh Kankipati

#housing #HousingForAll #housingproject

#Ghar #affordablehomes #home

#Surendranagar #Gujrat #nomadiclife



Surendranagar Collector Shri K. Rajesh gives allotment
document to nomadic families

The Current living condition of nomadic
families

Paniben and 91 other families recived allotment order
from Collector Shri K. Rajesh


Tuesday 6 July 2021

22 nomadic families in Lakhani village received plots...

Mittal Patel with Malabhai Meer and other community
members

Each time Malabhai Meer met me he would inquire, “when will we have our houses, Ben?” And I would ask him to be patient.

Today that patience has borne results as 22 families in Lakhani received plots.

The families survive on shared farming, taking up work where ever they found land to work on. Their children too have never been to school. A very elated Bhagabhai expressed, “we too will have a house now…” when he showed us the plots these families have been allotted.

VSSM’s Naranbhai and Ishwarbhai have consistently followed up to ensure these families receive residential plots.

The families have also received the first instalment for construction, very soon we shall commence the construction on these plots. The economic condition of these families is very weak, hence we might need to rope in support from our well-wishers to help them build their houses.

We are grateful to the government and administration of Banaskantha for helping these address-less families have an address.

અમારા ઘર ક્યારે થશે બેન એવું માલાભાઈ #મીર જેટલી વખત મળે એટલી વખત પુછે ને હું હંમેશાં ધીરજ ધરવા કહું.આજે એ ધીરજનું પરિણામ મળ્યું. #લાખણીમાં 22 પરિવારોને પ્લોટ મળ્યા. 

ખેતીકામમાં ભાગીયા તરીકે કે જે મળે તે મજૂરી અર્થે આજેય આ પરિવારો વિચરતું જીવન ગુજારે. બાળકો પણ નિશાળમાં ન જાય. પણ હવે અમારા ઘર બનશે ને અમારા બાળકો નિશાળમાં જશે એવું ભગાભાઈએ પ્લોટ જ્યાં ફળવાયા તે જગ્યા બતાવતા કહ્યું.

કાર્યકર નારણભાઈ અને ઈશ્વરભાઈની મહેનત આ પરિવારો માટે સતતની.. 

મકાન સહાયનો પ્રથમ હપ્તો મળી ગયો હવે ઝડપથી ઘર બાંધવાનું શરૃ કરીશું..આ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી છે આથી જરૃર પડે VSSM  સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી ઘર બાંધવામાં સહાય પણ કરીશું...

બનાસકાંઠા વહીવટીતંત્ર અને સરકારનો આભાર તેમની મદદથી સરનામાં વગરના માણસોને સરનામુ મળ્યું. 

#MittalPatel #vssm #housing

#home #house #houseforall

#meer #meercommunity #nomadic

#nomadic #denotified #Gujarat


The current living condition of meer community