Friday 5 February 2021

VSSM files applications for residential plots of nomadic families in Kanjoda village...

Mittal Patel listens to the issues of nomadic families

 “Ben is it true that our Prime Minister  will help build a house to those who do not have land to build a house, are living under hunts and shanties like us?”

“Yes, by 2022 poor and needy families with no housing facilities will be given a house, this is a dream our Prime Minister wants to turn into a reality!”

“We have been living in Kanjoda for years, the land we stay on is government’s but we have not been allotted any plots by the government. Our settlement does not have power, you must have seen the roads while on your way here.  The road from Kanjoda village to our settlement is in ruins. The village has RCC roads while we don’t even have tar roads. We are 200 families living here and you are the first one to come and ask our well-being. No one care if we live or die!!

Kamleshbhai, a resident of a settlement near Kheda’s Kanjoda village of Nadiad block spoke with all honesty, while the fellow residents affirmed what he said. The living conditions of these  Devipujak and Raval families go from bad to worst during the monsoons.

The District Collector of Kheda is a very compassionate being, he had great respect for the work we do for the nomadic and de-notified communities.  When we discussed the challenges the communities face in Kheda, he immediately instructed his team to resolve the issues of power, ration card etc.

The allotment of residential plots too shall happen because along with the Collector, our Chief Minister is also committed to the cause of Housing for All. The only concern is the delay in the entire process our request to the authorities is to iron these delays and process the applications of these families that VSSM has helped file. It is time the fruits of freedom reach these and all the families in need. The road leading to the settlement  also  should be built.

VSSM’s Rajnibhai has helped identify these families, fill their forms and file applications with the concerned government departments. And youth like Kamleshbahi have helped with this entire processes.

We are grateful for the support you have provided, it is the reason we can work towards ensuring the families receive benefits of the government’s welfare programmes designed for the development of these families.


વાત ખેડાના કંજોડાગામથી..

'અમે સાંભળ્યું છે કે, જેમની પાસે રહેવા પોતાની માલીકીનો પ્લોટ ન હોય, અમારી જેમ ઝૂંપડાં કે ઈંટ માટીમાંથી બનાવેલા કાચા છાપરાંમાં જે રહેતા હોય એ બધાને આપણા #પ્રધાનમંત્રી ઘર બનાવી આપવાના. તે હે બેન એ સાચુ છે?'

'હા 2022 સુધીમાં આપણા જેવી સ્થિતિમાં રહેતા તમામ વંચિતોના ઘર થશે.. પ્રધાનમંત્રી શ્રીએ આ સ્વપ્ન સેવ્યુ છે'

'અમે #કંજોડામાં વર્ષોથી રહીએ. ગામની આ જમીન સરકારી છે પણ અમને લોકોને આજ સુધી પ્લોટ જડ્યા નથી.. ના લાઈટની કોઈ સુવિધા અમારી વસાહતમાં છે. તમે રસ્તો જોયો. કંજોડાગામમાંથી અમારી વસાહત સુધીનો રસ્તો કેવો બિસ્માર છે. આખા ગામમાં આર.સી.સી. રોડ બન્યા પણ અમારા સુધી ડામરનો રોડેય પહોંચ્યો નથી.. અમે 200 પરિવારો છીએ અહીંયા પણ આ તમે પહેલાં આવ્યા અમારી હંભાળ લેવા. બાકી અમે જીવીએ કે મરીએ કોઈને અમારી પડી નથી..'

#ખેડા જિલ્લાના #નડિયાદના કંજોડામાં રહેતા કમલેશભાઈએ આ વાત કરી ને વસાહતના સૌએ તેમાં સુર પુરાવ્યો. 

#દેવીપૂજક અને #રાવળ પરિવારો અહીંયા રહે. ચોમાસામાં તો એમની સ્થિતિ ખુબ કપરી થાય.ખેડા કલેક્ટર શ્રી ખુબ ભલા માણસ. વિચરતી જાતિઓના કાર્યો માટે એમને ઘણી લાગણી. એમની મળીને ખેડાના વંચિતોની સ્થિતિ અંગે વાત કરી. તેમણે વીજળી, રાશનકાર્ડના પ્રશ્નો તો તત્કાલ ઉકેલવાની સૂચના સંલગ્ન વિભાગને આપી દેવા કહ્યું.

મૂળ પ્રશ્ન રહેવા પોતાની માલીકીના પ્લોટનો છે. એ પણ ઉકેલાશે. કલેક્ટર શ્રીની સાથે સાથે મુખ્યમંત્રી શ્રીની લાગણી પણ છે.. એટલે કાર્ય થવું જ જોઈએ. પણ હવે વાર ન લાગે એ એક જ વિનંતી.. VSSM એ આ પરિવારોની અરજી ક્યારનીયે કરી દીધી છે. બસ હવે આઝાદીના ફળ આ લોકો સુધી પહોંચવા જ જોઈએ ને સાથે વસાહત સુધી રોડની સુવિધા પણ... 

અમારા કાર્યકર રજનીભાઈએ આ પરિવારોને શોધી તેમની અરજીઓ-દરખાસ્ત સરકાર સુધી પહોંચાડવાનું કર્યું.. તો વસાહતના કમલેશભાઈ જેવા યુવાનોએ પણ એમાં સહકાર આપ્યો.. 

સરકારની #કલ્યાણકારી યોજનાઓ વંચિતો સુધી પહોંચાડવામાં મદદરૃપ થનાર અમારા સ્નેહીજનોનો આભાર.. આપની મદદથી જ અમે આવા પરિવારોને શોધી શકીએ છીએ..

#mittalpate #vssm #housing

#home #house #human

#humanrights #humanity

#nomadicfamiles



The current living condtion of nomadic families

The current living condition of nomadic families

VSSM has identified these families, fill their forms, file
applications with the concerned government departments


Wednesday 3 February 2021

From Woodlands to cherished settlements…

Mittal Patel with Vadi Community

From Woodlands to cherished settlements…

“When will we have our homes?”

The government had given 70 of our families Rs. 45,000 for construction of houses. We also received the first instalment of Rs. 25,000. A local we knew promised to construct beautiful houses for us and we gave him all the money we had received. But, the quality of his work was shoddy. It was so weak this even a small push would bring down the walls. How can we live under such poor structures? The families collectively lost Rs. 17,50,000 (Rs. 25,000x 70). We were clueless on finding remedies to resolve this issue, had lost hope of living in a pucca house. We earn our living from working as agriculture labour and when that is not available during the lean season we are required to beg. How were we supposed to build a house under such circumstances? By God’s grace, all of you came to our rescue to help us build houses with a proper roof above. May God Bless you!!”

Bhagaba, the Fulvadi community leader from Banaskantha’s Kankar village of Kakrej block was beaming with joy when he shared the above with us.

The land allotted to these families was uneven and some part of it was on lower grounds. 58 houses were on even land and the construction of one house was to cost Rs. 1.35 lacs while the land for 32 houses was on lower grounds. The houses here needed special provisions to protect them from soil sliding. The foundation design too had to be different as per the soil testing results. As a result, the construction cost of each of these houses spiralled up to Rs. 2.60 lacs.

20 families were to receive Rs. 1.20 lacs from the government but 70 would receive only Rs. 20,000. VSSM was required to mobilize additional funds for these families.

VSSM appealed its well-wishing friends to support these 70 families and it received a very positive response. 58 houses have already been built,  while construction is ongoing for 32 of them.

We will also be constructing sanitation unit for 58 houses.

The families who have always embraced the elements by living under the open sky on a bed of open earth hold a different kind of value for a house. These families are first-generation homeowners.

The support VSSM’s well-wishers have provided will enable us to provide decent houses to 70 families. We pray to almighty to bless them with peace and happiness, to help them cherish these homes and bring an end to their wandering.

The Vadi-Madari were the snake charmers in the past. Their traditional occupation came to an abrupt end with the enforcement of Wildlife Protection Act. The Kakar settlement will be ideal in terms of efforts to rehabilitate and settle these community. We also have a residential facility coming up here for the education of their children. Someday, I shall talk about all that we have been doing in Kankar with these Vadi-Madari families.

 વગડાંમાંથી વહાલપની વસાહત

‘અમારા ઘર કે’દી થાશે? 

સરકારે અમારા 70 પરિવારોને મકાન બાંધવા રૃપિયા 45,000 આપવાનું નક્કી કર્યું ને પહેલો હપ્તો 25,000નો મળ્યો. એ પછી સ્થાનીક એક ભાઈએ આ રકમમાંથી સરસ ઘર બાંધી આપવાનું અમને કહ્યું ને અમે એમને પૈસા આપ્યા. પણ એમણે સાવ રદી કામ કર્યુ. સરખો ધક્કો મારીએ તો મકાન તુટી પડે એવું. આવામાં રહેવું કેમ? 70 જણાના 25,000 લેખે 17,50,000 અમે ખોઈ બેઠા. શું કરવુંની મૂંઝવણ હતી. સાચુ કહુ તો મકાન થશેની આશા જ અમે તો છોડી દીધી’તી. અમે ખેતમજૂરી કરીએ અને મજૂરી ન મળે ત્યારે ના છુટકે ભીક્ષા માંગીએ આવામાં પૈસા ભેગા કરીને ઘર બાંધવાનું તો અમારાથી થાય જ નહીં.. પણ તમે બધાએ ભેગા મળીને જુઓ કેવા સરસ ધાબાવાળા મકાન કરી દીધા.. અમે આવા ઘરો ક્યારેય બનાવી શક્યા ન હોત.. તમારા બધાનું ભલુ થાજો...’

#બનાસકાંઠાના કાંકરેજના #કાકર ગામમાં રહેતા #ફુલવાદી સમાજના આગેવાન ભગા બાએ હરખાતા હરખાતા આ કહ્યું..

58 ઘર સમતળ જમીનમાં. ત્યાં એક ઘરના બાંધકામનો ખર્ચ રૃપિયા 1,35,000 ને 32 ઘર ખાડાવાળી જમીનમાં. વળી આ જમીન ધસે આથી ત્યાં પાઈલીંગ કરીને બાંધકામ કરવું પડે. અમે સોઈલ ટેસ્ટ કરાવી તેના પાયાની ડીઝાઈન નોખી કરાવી આમ 32 ઘરમાંથી પ્રત્યેક ઘર બાંધકામની કિંમત રૃપિયા 2,60,000 આવી. 

20 પરિવારોને સરકારમાંથી 1,20,000 પ્રમાણે મદદ મળવાની જ્યારે 70ને તો 20,000 જ મળવાના આમ અમારા ભાગે મોટી રકમ એકત્રીત કરવાનું આવ્યું.

VSSM સાથે સંકળાયેલા પ્રિયજનો પાસે 90 પરિવારોના સુંદર ઘર બને તે માટે હાકલ નાખીને સમાજે સહયોગ કર્યો. 58 ઘર પૂર્ણ થઈ ગયા ને 32નું બાંધકામ ચાલુ છે...

58 ઘરોના સેનીટેશન યુનીટનું બાંધકામ પણ અમે પૂર્ણ કર્યું. બાકીનાનું પણ પૂર્ણ કરીશું..

ઘરનું મુલ્ય ઉપર આભ ને નીચે ધરતીનું પાથરણું પાથરીને રહેનાર માણસ પાસે બેસીએ તો વધુ સમજાશે... જેમના ઘર અમે બાંધી રહ્યા છીએ તેમની આ પહેલી પેઢી જે પોતાના પાકા ઘરમાં રહેવા જવાની.. 

VSSM સાથે સંકળાયેલા પ્રિયજનોની મદદથી અમે 90 વાદી પરિવારોના ઘરનું સમણું પુરુ કરી શક્યા.. આ ઘરોમાં આ પરિવારોને ખુબ બરકત મળે ને તેમના રઝળપાટને હવે સ્થિરતા પ્રાપ્ત થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા કુદરતને પ્રાર્થના...

સાપના ખેલ કરીને પેટિયું રળતા વાદી- મદારીનો પરંપરાત ધંધો સાવ બંધ થઈ ગયો છે. આ આખા જનસમૂહના પુનઃવસન માટે પણ પ્રયત્ન કરવો છે ને એ માટે કાકરની વાદી વસાહત અમારા માટે પ્રયોગશાળા છે. જ્યાં બાળકોના ભણતરથી લઈને મોટેરાઓને રોજી મળે તે માટે પ્રયત્નો કરવાના છે.. અહીંયા અમે ઘણું કરી રહ્યા છે ફરી ક્યારેક એની વાત પણ કરીશું...

બાકી જે ઘરો બન્યા તે અને આ પરિવારો કેવી હાલતમાં રહેતા ને ત્યાંથી હવે કેવા ઘરમાં જશે એ ફોટોમાં જોઈ શકાય..

#mittalpate #vssm #vadi

#vadicommunity #snakecharmers

#nomadicfamiles #dream

#shelter #education

#humanrights #humanity

The current living condition of Vadi families



Vadi families have finally have a home

Kakar Housing Settlement