Wednesday 24 November 2021

The nomadic families performed a puja before they initiated construction over them...

Mittal Patel performing puja at housing site

“We perform a puja whilst laying foundation of our houses, all of us including  our forefathers had longed for a performing that but their dreams could not turn into reality. Thanks to the organisation and government, we are able to perform this puja today!”

Kedapji Salat and his fellow community members shared the above when the foundation stones of their homes were laid at Virendragadh village in Surendranagar’s Dhrangadhra.

18 families have been allotted residential plots and 6 of them have received the first instalment towards house construction. The families performed a puja (ground breaking ceremony) before they initiated construction over them.

This time I was also made part of their celebration, it makes me grateful for the immense affection and warmth I receive from these families.   

VSSM will provide an assistance of Rs. 50,000 to each family to enable them complete the construction

Once again, it is the persistent support from our well-wising donors that will enable this settlement come to life.

You also can become instrumental is helping a family realise its dream of a home.

Shri K Rajesh, District Collector of Surendranagrar ensured the families are allotted the plots and our Harshadbhai and Gorakhnath remained persistent in their efforts.

The shared images reveal the current living conditions of these families.

'અમારા ઘરના પાયા પુરાય ને અમે એ વેળા પૂજા કરીએ. આ અભરખા તો અમે ને અમારા ઘૈડિયાના ઘૈડિયા બધાયે રાખ્યા.  પણ અમારી પેઢીઓના આ સ્વપ્નો ક્યારેય પૂર્ણ ન થયા..

પણ જુઓ સંસ્થા ને સરકારના પ્રતાપે આજે અમે અમારા ઘરના પાયા પુરવાની પૂજા કરી હક્યા...'

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રહેતા ખેડપજી ને તેમની સાથેના અન્ય સલાટોએ આ કહ્યું..

કુલ 18 પરિવારોને પ્લોટ ફળવાયા એમાંથી 6ને મકાન સહાયનો પ્રથમ હપ્તો મળ્યો. તે હવે એના ઉપર ઘર બાંધવાનું શરૃ કરતા પહેલાં પૂજા કરી..

આ પૂજા કરવાનો મને પણ અવસર મળ્યો.. તેમના લખલૂટ પ્રેમ માટે આભાર. 

મકાન બાંધવા પ્રત્યેક પરિવારને 50,000ની મદદ VSSM વતી કરીશું.

સમાજમાં બેઠેલા સંસ્થાના કાર્યોમાં સદાય સાથે રહેનાર સૌ પ્રિયજનોની મદદથી એક નવી વહાલપની વસાહત બનશે...

આવા એક વ્યક્તિનું ઘર બાંધવામાં તમે પણ નિમિત્ત બની શકો...

આ પરિવારોને પ્લોટ ફળવાય તે માટે મદદ કરી કલેક્ટર શ્રી કે.રાજેશે ને અમારા કાર્યકર હર્ષદભાઈ તેમજ ગોરખનાથે આ માટે સતત દોડાદોડી કરી..

હાલમાં જે સ્થિતિમાં આ પરિવારો રહે છે તે અને બાકીનું લખ્યું એ બધુ ફોટોમાં તાદૃશ્ય...

#MittalPatel #vssm



Mittal Patel at housing site

The current living condition of nomadic families

The current living condition of nomadic families

Mittal Patel with nomadic families