Tuesday, 4 February 2025

VSSM has been instrumental in giving the happiness of a house to dafer families in bhadwana village....

Mittal Patel and others during house warming ceremony

"Are you happy with the houses, Hakimbha?"
"Yes, Ben Ba. I am eighty now. I don’t know my birth place. There was no address either. But you made the effort, and today, we have a home. These old eyes are satisfied seeing the house. May Allah bless you."

I have been going to meet these Dafer Families of Bhadwana since 2006. I have been regularly visiting many such nomadic settlement since 2006. Most of the families did not have the identity proofs at that time. We worked hard and now they have got their identity. 

We had made a commitment back then to give permanent homes to families living in slums and makeshift huts. After years of effort, everything started falling into place. With the help of Prime Minister’s dream to give permanent house to everyone and Chief Minister’s compassion, things started to change. The support was also extended by Surendranagar’s district administration. I must also mention former District Collector Shri K. Rajesh. Thanks to the collective efforts, families in Bhadwana received residential plots. They got pucca houses with the help of the organization, its well wishers and the Government officials.  

Historically, Dafer community does not have a bright past. Facing dire poverty, they used to do some robbery and theft. Social stigma and discrimination also played its part somewhere. But we extended our love and support to them. When Revered Morari Bapu conducted a Ram Katha for Nomadic and De-notified tribes in 2011, and during his stay for nine days, he took meals in the ‘Dangas’ of Dafer Community. We worked hard to integrate them into the village community. As a result, today, they have started to settle close to the village. Now, they started getting the identity proofs. The village like Bhadwana took an initiative and these families also received residential plots from the Government.  
A very few villages have made efforts to accept Dafer families, one of them is Bhadwana. Former Sarpanch Shri Kuldeep Sinh played a significant role in this. He thought of embracing this community as his own instead of considering them criminals. 

To us, they feel like family. Their love and care have had a profound impact. Today, many of the Dafer families have found employment, big or small, and we tell them that we will not approve if their name is associated with anything bad. Thanks to this love and hard work, the whole community has started to walk the path of hard work.

Six Dafer families have now been received homes in Bhadvana. The government provided plots and a grant of Rs. 1.32 lakhs for construction. However, this amount wasn’t enough to complete the homes. The families need houses that are sturdy, with two large rooms and provisions for future expansion.
In fulfilling this desire, respected Smt. Kumudben Rashmikantbhai Shah (Lions Club of Samvedna, Ahmedabad), Shri Kishorbhai Patel, (in memory of beloved Kushalbhai), Shri Pratulbhai Shroff - Dr. KR Shroff Foundation, ALAKHS Family - Shri Chetanbhai Parmar and a well-wisher in the memory of Smt. Lalitaben, and Shri Nawalchandbhai, Pujya Shreemati Arvindaben, and Shri Ramniklal Kothari all extended their support. With their help, along with small contributions from the families whose homes were being built, two-room houses with toilets and bathrooms were completed. We are grateful to all of you.

We are constructing 250 houses with the compassion and support extended by Shri Kishorebhai Patel.  A substantial support is received from Shri Pratulbhai Shroff. Our entire team is working relentlessly, and where no one else could help, Pratulbhai and KRSF stood by us. Being surrounded by such selfless people is a blessing. We salute all of you for your compassion.

Once the houses were built, the housewarming ceremony was organized with the presence of the Member of Legislative Assembly from Lakhtar, Shri P.K. Parmar, the Director of Bhavna Roadways, Shri Madhviben Shah, social worker Truptiben Shukla, and several other well-wishers. The MLA wished the families well and also asked for details of all other families in his constituency who are still without homes so that they can be provided with houses too. Madhviben and Truptiben have always been with us, supporting us through thick and thin. They also sent their best wishes.

The families whose houses were completed are now overjoyed. A lot of effort went into this work, especially by Harshadbhai, our fieldworker from Surendranagar, who was constantly running around to help. Others like Pravin, Nitinbhai, Chetanbhai, Maulikbhai, Lineshbhai, Prajakta and others were consistently there to support the cause. The trustee board of our organization also stood by us through all this work. Without strong teamwork, none of this would have been possible. It is truly a privilege to be working with such dedicated people.

Through the efforts of VSSM, the government, and well-wishers, a total of 1,751 houses have been built. This number continues to rise as more and more people join in this noble cause. We pray that nature continues to bless us, and this effort grows further.
May the new homes bring happiness and prosperity to all the families who have received them!"


"ઘર ગમે એવા થ્યા છે ને હકીમભા?"

"હા બેન બા. મને એંસી વર્ષ થ્યા. જનમ્યા ક્યાં એય ક્યાં ખબર હતી. સરનામાંય નહોતા. પણ તમે પ્રયત્ન કર્યા ને જુઓ આજે અમે ઘરવાળા થ્યા. આ બુઢ્ઢી આંખો ઘર જોઈને રાજી થઈ. અલ્લાહ તમારુ હારુ કરે"
સુરેન્દ્રનગરના ભડવાણામાં રહેતા ડફેર પરિવારોના ત્યાં 2006 થી જવું. આમ તો ગુજરાતમાં રહેતા અનેક વિચરતા પરિવારોના ડંગામાં 2006 થી જવાનો નિત્યક્રમ. એ વખતે મોટાભાગના પાસે ઓળખના પુરાવા નહીં. એ મળે એ માટે ખુબ મથ્યા ને સૌ ઓળખાણવાળા થયા. 

એ વેળા સંકલ્પ કરેલો ઝૂંપડામાં- વગડામાં રહેતા પરિવારોને પોતાના પાક્કા ઘરવાળા કરવાનો. વર્ષોથી એ માટે ખૂબ મથીએ. પણ કહે છે ને સમય આવે જ બધુ થાય. આજના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની લાગણી ને એમાં વડાપ્રધાનશ્રીનો સૌને પોતાના ઘરવાળા કરવાનો સંકલ્પ ભળ્યો. સુરેન્દ્રનગરનું જિલ્લા વહીવટી તંત્ર પણ પડખે. કે. રાજેશ. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રીને પણ યાદ કરવા પડે. આ બધાની લાગણીથી ભડવાણામાં રહેતા પરિવારોને વર્ષો પછી પ્લોટ મળ્યા ને સરકાર અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મારફત પાક્કા ઘર પણ થયા.

ડફેર પરિવારોનો ઈતિહાસ ઉજળો નહીં. વખાના માર્યા પહેલા ક્યાંક ચોરી કરી લેતા. રોજગારનો અભાવ. સમાજની ધૃણાભરી દૃષ્ટિ એ બધુયે ક્યાંક કારણભૂત. પણ અમે એમને પ્રેમ આપ્યો. પૂ. મોરારી બાપુએ વિચરતી જાતિ માટે 2011માં રામકથા કરી ત્યારે નવ દિવસ ડફેરના ઝૂંપડે જમ્યા. અમે એમને ગામ સાથે ભેળવવા કોશીશ કરી. પરિણામે હવે એમના ડંગા ગામ નજીક નંખાવવા માંડ્યા. પૂરાવા પણ બન્યા ને ભડવાણા જેવા ગામે પહેલ કરીને રહેવા જમીન ફાળવી. 

ગુજરાતમાં બહુ જૂજ ગામો ડફેર પરિવારો માટે આવી પહેલ કરે એ રીતે ભડવાણા નોખુ ને એમાં ગામના ભૂતપૂર્વ સરપંચ કુલદીપસિંહ નો ફાળો મોટો. કોઈ વ્યક્તિ ગુનેગાર હોય એમ માની એને તરછોડવા કરતા એને અપનાવવું અગત્યનું. અમને તો આ બધા અમારા અદના સ્વજનો લાગે. ખૂબ વહાલ પણ કરે.. કદાચ આ વહાલના પ્રતાપે જ આજે મોટાભાગના ડફેર પરિવારો નાના મોટા ધંધે વળગી ગયા. અમે કહીએ કે, તમારા નામ ખોટી બાબતોમાં આવે તો અમને ગમે નહીં. બસ આ નાનકડી વાતે આખો સમાજ મહેનતના માર્ગે વળ્યો. 
આવા ડફેર પરિવારોના છ ઘર ભડવાણામાં બંધાયા. સરકારે પ્લોટ આપ્યો ને મકાન બાંધવા 1.32 લાખ આપ્યા પણ આ રકમમાં ઘર ન બંધાય. વળી આ બધાને ભવિષ્યમાં બીજો માળ બાંધી શકાય તેવા મજબૂત બે મોટા રૃમવાળા ઘર જોઈએ. 

આ મનોકામના પૂર્ણ કરવા VSSM સાથે સંકળાયેલા આદરણીય કુમુદબેન રશ્મીકાંતભાઈ શાહે (લાયનકલ્બ ઓફ શાહીબાગ- અમદાવાદ), આદરણીય કિશોરભાઈ પેટલે - પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં, શ્રી પ્રતુલભાઈ શ્રોફ- ડો.કેઆર શ્રોફ ફાઉન્ડેશન, ALAKHS Family - શ્રી ચેતનભાઈ, પૂ. શ્રમીતી લલિતાબેન અને શ્રી નવલચંદભાઈ તેમજ પૂ.શ્રીમતી અરવિંદાબેન અને શ્રી રમણીકલાલ કોઠારીના પૂણ્ય સ્મરણાર્થે સહયોગ તેમજ જેમના ઘર બંધાઈ રહ્યા છે એ પરિવારોએ પણ નાનકડી રકમ ઘર બાંધકામમાં આપી. આમ સૌના સહયોગથી બે રૃમ, ટોલયેલ, બાથરૃમ સાથેના સરસ ઘર બંધાયા. આપ સૌના અમે આભારી છીએ.

આદરણીય કિશોર અંકલની લાગણીથી હાલમાં 250 થી વધારે પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે જ્યારે પ્રતુલભાઈની મદદ પણ મોટી. અમારી આખી ટીમને મજબૂત કરવા, દોડાદોડી કરવા ને એ સિવાય પણ જ્યાં કોઈની મદદ નથી ત્યાં પ્રતુલભાઈ- KRSF અમારી સાથે.. આવા સ્વજનો સાથે હોવાનો રાજીપો.. આપ સૌની લાગણીને પ્રણામ કરીએ છીએ. 

ઘરો બંધાયા પછી આ પરિવારોનો ગૃહપ્રવેશ કરાવવા લખતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી. કે. પરમાર તેમજ સુરેન્દ્રનગરના ભાવના રોડવેઝ ના ડાયરેક્ટર શ્રી માધવીબેન શાહ, સુરેન્દ્રનગરમાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા તૃપ્તિબેન શુક્લ અને અન્ય ઘણા સ્વજનો હાજર રહ્યા. 

ધારાસભ્ય શ્રીએ આ પરિવારોને શુભેચ્છા પાઠવી. તેમજ પોતાના મત વિસ્તારમાં વિચરતી જાતિના જેટલા પણ પરિવારો ઘર વગરના છે તેની વિગત આપવા જણાવ્યું જેથી એ તમામને ઘરવાળા કરી શકાય. જ્યારે માધવીબેન અને તૃપ્તિબેન તો અમારા અદના સ્વજન હંમશા અમારી સાથે એમણે પણ શુભેચ્છા પાઠવી.
જ્યારે જેમના ઘર બંધાયા એ પરિવારો તો રાજી રાજી..

VSSMની આખી ટીમની આમાં ઘણી મહેનત. સુરેન્દ્રનગરના અમારા કાર્યકર હર્ષદભાઈની સતત દોડાદોડી. અને એમના સહયોગમાં પ્રાજક્તા,પ્રવિણ, નિતીનભાઈ, પ્રવિણભાઈ, ચેતનભાઈ, મૌલિકભાઈ, લીનેશભાઈ,પરમભાઈ વગેરે સતત રહ્યા. સંસ્થાનું ટ્રસ્ટી મંડળ પણ આ બધા કામમાં સતત સાથે...  મજબૂત ટીમ વર્ક વગર આવા કાર્યો પાર ન પડે. આવી સાથીઓ સંસ્થા સાથે હોવાનો રાજીપો.

VSSM એ સરકારની અને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનો મારફત તેમજ ક્યાંક માત્ર સ્વજનોની મદદથી 1751 ઘર બાંધ્યા. આ આંકડો વધતો જ જાય ને અનેક સ્વજનો આ કાર્યમાં સહભાગી થતા જાય તેવી કુદરતને નિત પ્રાર્થના કરીએ..

નવું ઘર આ બધા પરિવારોને ફળે ને સૌ એમાં સુખી થાય એવી શુભભાવના....
Narendra Modi Bhupendra Patel Bhanuben Babariya 

#vssm #Mittalpatel #Dafer #NomadicTribes #DenotifiedTribes #surendranagar #socialservice #મિત્તલપટેલ #વિચરતા #ડફેર #વગડામાંથીવહાલપનીવસાહત #વગડો

Bhadwana Housing Site

Mittal Patel with the MLA of Lakhtar Shri P.K.Parmar



Mittal Patel with Smt. Madhaviben Shah

Mittal Patel showing donor plaque to chief guests

Mittal Patel during house warming ceremony

Mittal Patel during house warming ceremony

Our well-wisher Smt. Truptiben Shukla with dafer community

Mittal Patel,our well-wishers , VSSM team members ,
nomadic communities and others at house warming ceremony

VSSM coordinator Harshad with Dafer family 

MLA Shri P.K.Parmar honors VSSM Coordinator

Bhagwana Housing site 

Mittal Patel welcomes Shri P.K.Parmar

Shri P.K.Parmar inaugurates Houses of Dafer community

Smt. Madhaviben Shah inaugurates Dafer housing society

Mittal Patel and others during house warming ceremony

Mittal Patel in a joyful mood

Shri P.K.Parmar with Mittal Patel and others

Shri Maulik Patel honors MLA Shri P.K.Parmar

Dafer Community was honoured during housing warming
ceremony

Dafer community was honoured during house warming
ceremony

Mittal Patel with dafer families

Shri P.K.Parmar addresses Nomadic community

Six Dafer families have now been received homes in Bhadvana

Six Dafer families have now been received homes in Bhadvana

Dafer community was honoured during house warming 
ceremony

Dafer families in their new home

Dafer families greets MLA Shri P.K.Parmar

The living condition of dafer community 

Brief report was published in a local newspaper of 
Bhadwana house warming ceremony

VSSM Cordinator with Dafer community

 

No comments:

Post a Comment