![]() |
VSSM meets Ganeshbhai at their new home |
"Who would want to live in a forest? However, we had no choice. How could we find access to light and water out there? I owned a plot of land in the village where I had a house built from cow dung and mud. It was constructed years ago, but now it has fallen into disrepair, forcing us to live in the forest. Tragically, I lost one hand and one leg in an accident, and I didn't know what to do next. My mother, who was 75 years old, used to clean utensils during events in town. She would use her meager earnings to feed me and my handicapped sister. I disliked that my mother had to work so hard, but I had no idea how to help. Life just seemed to drag on.
However, we were fortunate when you came to the village and recognized our situation. You helped us construct our new house, right in the village! My family is deeply indebted to everyone who contributed to building our home."
These are the words of Ganeshbhai from Changdaa village in Banaskantha.
In memory of the late Kushalbhai, the respected Kishorebhai Patel helped build Ganeshbhai's house, which includes a room, a verandah, a toilet, and a bathroom. We are grateful to him. More than 250 houses have been built or are currently under construction in memory of Kushalbhai. We appreciate Uncle and his family for prioritizing others over themselves.
Once Ganeshbhai moves into his new house, he plans to construct a cabin in front of it. This cabin will allow him to start a small business from home. Aleembhai, who lives in Africa, has offered to assist in building the cabin and providing artificial hands and feet. Aleembhai's friend, Dr. Parinbhai, a well-known physician from Palanpur, will help him with the prosthetics.
Ganeshbhai's story exemplifies the remarkable service that can be achieved when people in society come together. We wish Ganeshbhai a happy life in his new home.
વગડો કોને ગમે પણ ના છૂટકે ત્યાં પડ્યા'તા. લાઈટ પાણીની સુવિધા ત્યાં ક્યાં? ગામમાં પ્લોટ હતો. ગાર માટીનું ઘર એના પર વર્ષો પહેલા બાંધેલું પણ એ તૂટી ગયેલું એટલે પછી વગડામાં રહેવા જતા રહેલા. મારો અકસ્માત થયો ને એક હાથ અને પગ કપાઈ ગયો. કામ કરવાની કશી સૂઝ ન પડે. મારી મા 75 વર્ષના. એ ગામમાં વાસણ ઘસવાનું કામ કોઈ પ્રસંગમાં મળે તો એ કરવા જાય અને એનાથી મારુ ને મારી બહેન જે દિવ્યાંગ છે એનું પુરુ કરે.
મા કામ કરે એ ન ગમે પણ મને તો હું શું કરુ એની સુઝ જ નથી પડતી. બસ જેમ તેમ જીવન ચાલતું હતું પણ સારુ થયું ગામમાં તમે આવ્યા ને અમારી સ્થિતિ વિષે ખ્યાલ આવ્યો ને અમારુ ઘર એ પણ ગામમાં તમે બાંધી આપ્યું. ઘર બાંધી આપનાર સૌનો મારો પરિવાર ઋણી છે."
બનાસકાંઠાના ચાંગડા ગામના ગણેશભાઈના આ શબ્દો.
પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં આદરણીય કિશોરભાઈ પટેલની મદદથી ગણેશભાઈનું એક રૃમ, ઓસરી અને ટોયલેટ-બાથરૃમવાળુ ઘર બન્યું. અંકલના અમે આભારી છીએ. કુશલભાઈની સ્મૃતિમાં અંદાજે 250 થી વધારે ઘર બંધાયા તો ક્યાંક બંધાઈ રહ્યા છે. સ્વથી ઉપર ઊઠીને સર્વ માટે વિચારનાર અંકલ અને તેમના પરિવારના અમે આભારી છીએ.
ગણેશભાઈ નવા ઘરમાં રહેવા આવે પછી એક કેબીન બનાવી આપવાની લાગણી રાખે છે. જેથી ઘર આગળ બેઠા બેઠા ધંધો થાય આ માટે તેમજ આર્ટિફિશયલ હાથ અને પગ નંખાય તે માટે આફ્રિકામાં રહેતા અમારા અલીમભાઈ મદદ કરવાના છે. હાથ પગ માટે પાલનપુરના જાણીતા ડોક્ટર ને અલીમભાઈના મિત્ર ડો. પરીનભાઈ મદદ કરશે.
સમાજના સૌ સાથે આવે તો કેવું રુડુ કામ થાય એ ગણેશભાઈના કિસ્સામાં જોયું. બસ ગણેશભાઈ નવા ઘરમાં ખુબ સુખી થાય તેવી શુભભાવના...
#mittalpatel #vssm #dreamhome #banaskantha
![]() |
Before living condition of Ganeshbhai |
![]() |
Ganeshbhai's new home |
![]() |
Respected Kishorebhai Patel helped build Ganeshbhai's house |
No comments:
Post a Comment