Wednesday, 22 June 2016

One more village opposing to the settlement of the nomadic communities in their village….

Officials measuring the land/plot size 
“Be warned of unpleasant  consequences if you plan to settle these families in our village. They aren't from this village and we do not want them to stay here forever….”

“But these families have been here for years, where will they go if no-one will accept them?”

“That is not our concern, we will not allow to their permanent settlement in our village!!”

The present living conditions of these families...
This  conversation was between the team of VSSM and the village leaders of Rantila village in Banaskantha’s Diyodar block. The village elders and leaders are opposing allotment of plots to 14 families belonging to the nomadic Bharthari, Gavariya and Raval communities. The village has ample space and yet the rich and the influential villagers are finding it difficult to spare some space for the poor…There are times we feel all is well and suddenly we have instances like the particular one and we begin to question such poor mindsets of the rich and powerful….

Right from  the Chief Minister, District Collector, District Development Officer etc., VSSM has made  numerous appeals to all the concerned authorities on this issue.  The authorities aren’t prepared to consider giving them land on paper so as to meet their targets of allotting plots to families living under BPL..After countless requests and appeals the Circle Officer accompanied by his team of officials arrived at Ratila village  to measure the plots. Their arrival tensed up the situation so much that was threat to life….. The Circle Officer, Shri.Gadhvi Saheb is a compassionate officer. 

“These are extremely poor families. One should voluntarily come forward to give some place to them and help them build homes, instead of choosing to oppose such initiatives,” explained Shri. Gadhvi Saheb. But no one was ready to listen to his appeal. Nonetheless, Shri Gadhvi continued to finish the job he had come for. He measured the plots but the Sarpanch refused to sign the Land Allotment Order letter. There were political pressures as-well!!!

On 5th June,  these  Bharthari, Raval and Gawariya families built fence along the boundaries of the allotted plots but that too were removed by the groups opposing their settlement. 

The allotment letter is awaiting the signature of the Sarpanch, without which the families cannot apply for housing aid from the government. 

We fail to understand such resistance of of one community against another. 70 years since independence and the large sections of nomadic communities still can’t live and experience the freedom that was achieved. Our experience of working with these communities all these years has made us believe that these sections are willingly kept deprived of their fundamental rights. 

A rather tired Bhamrabhai  expresses  his woes.. “it is extremely frustrating and tiring, everywhere we go we face the same challenges and resistance. A dharna in Gandhinagar is the only way to make ourselves heard!!!” 

We are trying your best to ensure that these families attain their rights. We are preparing to take this matter to court while on the other-side we feel taking the matters to court isn’t the solution. There are 60 lakh people awaiting a better life and taking all these matters to court is not the solution to the issues!!
In a country that possesses a rich tradition of charity and welfare, witnessing such hatred for fellow humans is difficult to comprehend. Our society has tradition of building animal shelters, old age homes etc. etc and we can’t help such extremely poor families!!

Hope good-sense prevails and these families soon get the homes they deserve……

‘આ લોકો અમારા ગામના નથી અમારા ગામની સહમતી આ લોકોને પ્લોટ આપવાની નથી છતાં તમે પ્લોટ ફાળવશો તો માથાકુટ થઈ જશે.’

‘પણ વર્ષોથી તમારા ગામમાં રહે છે અને કોઈ સ્વીકારશે નહીં તો એ લોક ક્યાં જશે?’

‘એ અમારે નથી જોવાનું પણ અમે એમને અમારા ગામમાં કાયમ ઘુસવા નહીં દઈએ.’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના રાંટિલાગામમાં રહેતા ભરથરી, ગવારિયા અને રાવળ સમુદાયને પ્લોટ ફાળવણી માટે ગામના રાજકીય આગેવાનોનો આવો વિરોધ. 14 પરિવારો આવડા મોટા ગામમાં કામય રહી જાય તોયે ગામને કાંઈ વાંધો આવે એમ નથી છતાં ગામના માથાભારે અને પૈસાવાળા લોકોની આવી ગરીબ માનસીકતા સમજાતી નથી.

મુખ્યમંત્રી થી લઈને કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને ઢગલાબંધ પત્રો લખ્યા. બી.પી.એલ.યાદીમાં આ પરિવારોના નામ છે લક્ષાંક પુરો કરવા કાગળ પર પ્લોટ ફાળવ્યા પણ કબજો આપતા નથી. ખુબ લખ્યા પછી આખરે ગત અઠવાડિયે સર્કલ ઓફીસર અન્ય અધિકારી સાથે જમીનની માપણી કરી આપવા રાંટીલા ગયા. ખુબ માથાકુટ થઈ. સર્કલ અધિકારી ગઢવી સાહેબે કહ્યું, આ ગરીબોને માથે ઘર અપાવવામાં આપણે પહેલ કરવી જોઈએ એની જગ્યાએ વિરોધ યોગ્ય નથી પણ એમનું સાંભળે કોણ. જીવનું જોખમ હતું. માથાભારે લોકો માપણીનો વિરોધ કરતા હતા છતાં સર્કલ અધિકારીએ માપણી કરી. પણ પ્લોટ ફાળવણીના હુકમ પર સહી કરવાની સરપંચે ના પાડી. રાજકીય રીતે દબાણ થઈ રહ્યું છે.

પ્લોટની માપણી ઉપર ભરથરી, રાવળ અને ગવારિયા પરિવારોએ વાડ કરી તો તા.5 જુનના રોજ ગામના એક જુથે આવીને આ વાડ કાઢી નાખી.

પ્લોટ મળ્યાના હુકમ પર સરપંચની સહી થવી જોઈએ પણ તે થતી નથી એટલે આ પરિવારો મકાન સહાય માટે પણ અરજી કરી શકતા નથી. આ પરિવારોના વસવાટ સામે આટલી હદે વિરોધ કેવી રીતે ચાલે. આઝાદીને આટલા વર્ષો થયા છતાં વિચરતી જાતિના લોકો આ દેશના નાગરિક તરીકેના પ્રાથમિક અધિકારોથી વંચિત છે અલબત તેમને વંચિત રાખવામાં આવ્યા છે કે આવે છે. વસાહતના આગેવાન ભમરાભાઈ કહે છે, ‘હવે તો કંટાળ્યા છીએ. દરેક ગામમાં આવા પ્રશ્નો છે. હવે તો ગાંધીનગર જઈને બેસી જઈને એમ થાય છે.’ કોઈની ધીરજની આટલી પરિક્ષા લેવી ઉચીત નથી. આ પરિવારોને તેમનો હક મળે તે માટે VSSM પણ છેવટ સધી પ્રયત્ન કરશે. હાલ તો કોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે.પણ પ્રશ્ન એ થાય છે કે, 60 લાખ લોકોની દરેક વસાહતો માટે કોર્ટમાં જવું એ પણ ઉકેલ નથી. માણસને માણસ માટે પ્રેમ થાય એ જરૃરી છે. ગાયો માટે પાંજરાપોળ કરીએ તો આવા માણસો માટે ઘર કેમ નહીં?

કોઈ વ્યક્તિ માટે કડક વલણ અપનાવવું ના પડે એ માટે ઈશ્વર સૌને સદબુદ્ધી આપે એવી પ્રાર્થના.

પ્લોટની માપણી કરી રહેલા અધિકારીઓ ફોટોમાં જોઈ શકાય છે. માપણીનું આટલું કામ થઈ ગયું પણ કબજો મળતો નથી. આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે પણ ફોટોમાં જોઈ શકાય છે.