Devi Ma along with her mentally challenged grandson |
Devi Ma resides in Rajkot’s Ramparabeti along with her mentally challenged grandson. The parents (Devi Ma’s son and daughter-in-law) have almost abandoned him. Devi Ma works menial jobs to earn to feed the son under her care, for days when she has no strength to work, she begs for money and food.
Devi Ma’s nephew stays in the vicinity; although he is quite old to work and support Devi Ma, he tries his best to be of maximum support.
VSSM helped Devi Ma acquire a residential plot at Ramparabeti, it also did the paperwork to ensure she receives Rs. 1.20 lacs in government assistance to build a house over it. The cost to build the house is Rs. 2.25 lacs meaning there is a deficit of more than a lakh rupees. In the first phase of building houses at Ramparabeti,
VSSM initiated the construction of 68 houses. Today the number of houses under construction has grown to 71. Usually, VSSM provides Rs. 50,000 to families who need support to build houses but for this particular settlement we had to raise the amount to Rs. 55,000 because the condition of these families is poor. And four families amongst these are so poor that they need further assistance for us. Devi Ma is one of them, she will need Rs. 1,05,000 and not Rs. 55, 000. We are hopeful that the request we have made to our well-wishing donors will be heard.
The significant support for construction on homes at Ramparabeti comes from our dear and respected Krishnakant Uncle and Indira Auntie. Respected Rashmikantbhai, Kumudbahen and many of our well-wishing have supported us generously to help us build the Ramparabeti settlement.
The Social Welfare Officers have also expedited the release of funds to these families, the visible outcome is shared in the images herewith.
Respected Ujamshibhai relieved us from major worry by taking the onus of construction. The construction will come to an end by March or April end when these families will be able to move in as homeowners.
WASMO will enable us to bring water to this settlement, the community contribution to be paid to WASMO for this facility will be supported by respected Shri Piyushbhai Kothari.
As evident, the Ramparabeti settlement and many others that we have built are an outcome of generosity and good-will of our will-wishing friends and supporters. It is this compassion that leads to such communes of love and hope.
Gratitude to all who have helped. The hard-hard work and efforts of our team members Kanubhai, Chayaben and community leaders Dungarbhai, Jivabhai has made all of these possible.
દેવી મા.. #રાજકોટના #રામપરાબેટી માં રહે.. તેમના દીકરાનો દીકરો માનસીક રીતે વિકલાંગ જે એમની સાથે રહે..દીકરાના મા -બાપ વર્ષો પહેલાં તેને દાદી પાસે મૂકીને જતા રહ્યા, આમ તો ભાગી ગયા એમ કહેવું વધારે ઉચીત.. દેવી માએ મજૂરી કરીને ને મજૂરી કરવાની શારિરીક ક્ષમતા ન રહી પછી ભીખ માંગીને પોતાનું ને આ દીકરાનું પુરુ કરે.
દેવી માના ભત્રીજા એય ઉંમરમાં ઘણા મોટા. એમનાથીયે મહેનત ન થાય છતાં એ પણ શક્ય મદદ કરે. આવા દેવી માને રામપરા બેટીમાં VSSMની મદદથી રહેણાંક અર્થે પ્લોટ મળ્યો.
ઘર બાંધવાનો અંદાજ અમે કઢાવ્યો ને એક ઘરનો ખર્ચ 2.25 લાખનો અંદાજ આવ્યો. સરકાર 1.20 લાખ આપે બાકીના પૈસા ક્યાંથી કાઢવા?
સંસ્થાગત રીતે અમે 68 પરિવારના ઘર બાંધવાનું પ્રથમ ફેઝમાં શરૃ કર્યું ને 68માંથી વધીને આજે 71 ઘર બંધાઈ રહ્યા છે. સંસ્થાએ પ્રત્યે પરિવારને પહેલાં 50,000ની મદદ કરવાનું નક્કી કર્યું પણ સ્થિતિ જોઈને 55,000ની મદદ કરવાનું જરૃરી લાગ્યું.
પણ રામપરામાં રહેતા ચાર પરિવારોની હાલત ખૂબ ખરાબ. દેવી મા પણ એમાંના એક. તેમને 55,000 નહીં પણ 1,05,000 ની મદદ કરવી પડે..પ્રિયજનો સામે ટેલ નાખી છે. આશા છે એ થઈ જશે...
આ પરિવારોના ઘર બાંધકામમાં સૌથી મોટી મદદ આદરણીય ક્રિષ્ણકાંત અંકલ ને ઈન્દિરા આંટીએ કરી.. એ સિવાય આદરણીય રશ્મીકાંતભાઈ, કુમુદબેન વગેરે ઘણા સ્વજનોની મદદ મળી રહી છે ને ઘરો બંધાઈ રહ્યા છે.
સમાજ કલ્યાણ અધિકારીએ પણ સહાયની રકમ આ પરિવારોને ઝડપથી આપી દેવાનું કર્યું. જેના લીધે ફોટોમાં દેખાય એ સ્થિતિમાં ઘરો બાંધી શકવાનું થઈ શક્યું.
આદરણીય ઊજમશીભાઈએ આ બાંધકામનું કામ કરી આપી અમારા માથેથી બાંધકામનો ભાર હળવો કરી આપ્યો. મોટાભાગે માર્ચ અંત સુધીમાં અથવા એપ્રિલ સુધીમાં આ કાર્ય પૂર્ણ થશે ને આ પરિવારો ઘરવાળા થશે.
આ વસાહતમાં પીવાના પાણીની વ્યવસ્થા વાસ્મો કરશે. ને એ માટે ભરવો પડતો લોક ફાળો ભરવા આદરણીય પિયુષભાઈ કોઠારીએ મદદ કરી..
ટૂંકમાં કાંઈ કેટલાય સ્વજનોની મદદથી વગડાંમાંથી વહાલપની આ વસાહત નિર્માણ થઈ રહી છે..
મદદ કરનાર સૌનો આભાર ને કનુભાઈ, છાયાબહેન અમારા કાર્યકર સાથે વસાહતના આગેવાન ડુંગરભાઈ, જીવાભાઈની સક્રિયતાને લીધે આ બધુ શક્ય બન્યું આપ સૌને પ્રણામ...
#MittalPatel #vssm #housing
#humanrights #humanity
#nomadsofindia #denotified
#mavjat #elderlycare
#rajkot #Gujarat #રામપરાબેટી
VSSM initiated construction of 68 houses |
The current living condition of nomadic families |
Ongoing housing construction of Ramparabeti settlement |
Rampara beti housing settlement |
The ongoing construction of nomadic families's dreamhouse |
The current living condition of nomadic families |
No comments:
Post a Comment