Monday, 13 March 2023

VSSM helped Vansfoda families to fulfill their dream to have their own house...

Mittal Patel with TDO Shri Jay Goswami, Sarpanch Shri 
Pravinbhai and other villagers of tadav

 Home!

A place that bursts with thousand emotions, but a mere mention of this word calms our tired soul!

Due to the professions, they practiced, the nomadic communities were always required to lead an itinerant lifestyle. VSSM has endeavored to ensure these families receive plots to build the house of their dreams. The families receive government aid of Rs. 1.20 lacs to make their home, but more is needed to construct a long-lasting house. Hence, VSSM supplements the balance required to build a house that families can use for a generation or two. Until now, VSSM has been instrumental in the construction of 1500 houses. 

After years of follow-up and appeals, 13 families in Banaskantha’s Talav received residential plots due to the compassionate approach of its DDO and the sentiments of its TDO, Shri Jay Goswami in particular. He is very keen that the houses of these families, as accomplished at the earliest, have made a small donation and reached out to meet them whenever he finds time. When explaining the nitty-gritty to the families, he takes up the role of our team members. I wish we had more officers like him, it would help us accomplish much more.

Talav village’s Sarpanch Shri Pravinbhai is a very humble human who wholeheartedly supports our work and has a sensitive approach toward the challenges of these families. He also played an essential role in ensuring these families received residential plots

The families will receive Rs. 1.20 lacs as an aid for the construction of the house and Rs. 12000 for building a toilet unit. Whereas the estimated cost of construction of each house, as per the design we execute, is estimated to be Rs. 2.32 lacs which excludes constructing a bathroom that we plan to include in the construction plan. VSSM will supplement the required amount.

Our long-time patron, Mumbai-based respected Shri Dharmenbhai Shah, has agreed to support the construction of these houses.

Everyone dreams of a decent house; if the government and the advantaged sections of society decide to coordinate, it will help many families realize their dream of a home.

VSSM aims to build 500 houses in the year 2023-24. This target would be easily achievable if we receive support from our well-wishers and the government through speedy clearances of pending files by the government. 

We wish happiness to the families of Talav as they move to a new phase of their lives and gratitude to everyone who has supported this cause.

ઘર...

આ શબ્દ બોલતા જ હળવાશ અનુભવાય. 

સદીઓથી જેમણે રઝળપાટ કર્યો છે. જેમના માટે ઘર સ્વપ્ન સમાન છે એવા વિચરતીજાતિના પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે ને પ્લોટ પર ઘર બંધાય તે માટે અમે મથીયે. 

સરકારી સહાય ઘર બાંધવા મળે પણ 1.20 લાખમાં ધર ન બંધાય આવામાં પરિવારોની સ્થિતિ જોઈને ઘર બાંધકામ માટે અમે પૈસા ઉમેરીયે.

અત્યાર સુધી 1500 ઘર બાંધવામાં અમે નિમિત્ત બન્યા. 

બનાસકાંઠાનું ટડાવ ત્યા 13 પરિવારોને બનાસકાંઠા ડીડીઓ શ્રી અને ખાસ કરીને ટીડીઓ શ્રી જય ગોસ્વામીની ખાસ લાગણીના લીધે વર્ષોની રજૂઆત પછી પ્લોટ ફળવાયા. આ પરિવારોના ઘર બંધાય તે માટે જયભાઈ ખુબ રસ લે. એમણે પોતે ઘર બાંધકામમાં નાનકડુ અનુદાન આપ્યું અને એમને જ્યારે સમય મળે ત્યારે આ પરિવારોની વચ્ચે પહોંચી જાય. જ્યાં પરિવારોની સમજણના સવાલ આવે ત્યાં અદ્લ અમારા કાર્યકરની જેમ એમને સમજાવે. આવા અધિકારી દરેક ઠેકાણે મળી જાય તો કેવા સુંદર કામો થાય. ખેર જયભાઈ જેવા જ ટડાવના સરપંચ શ્રી પ્રવિણભાઈ પણ.. આ પરિવારો માટે ને અમારા કાર્યો માટે ખુબ લાગણી રાખે. એમનો ફાળો પણ આ પરિવારોને પ્લોટ આપવામાં મહત્વનો... 

સરકારે આપેલા 1.20 લાખ સિવાય શૌચાલયના 12,000 મળશે. પણ અમે જે ઘર બાંધવાનું નક્કી કર્યું તેનો અંદાજ આવ્યો. 2.32 લાખ. જો બાથરૃમ કરીએ તો અંદાજ વધે. પણ એ કરીશું. ને ખૂટતી રકમ અમે ઉમેરીશું.

મુંબઈમાં રહેતા આદરણીય ધર્મેનભાઈ શાહ વર્ષોથી અમારા કાર્યોમાં સહયોગ કરે તે આ કાર્યમાં તેઓ મદદ કરશે. 

ઘર દરેક વ્યક્તિનું સમણું. આમાં સમાજમાં બેઠેલા જેમને ભગવાને ઘણું આપ્યું છે એ લોકો અને સરકારની સહાય આ બેયનું અનુકુલન થઈ જાય તો ઘણા પરિવારોના ઘર થઈ જાય... 

2023-24માં 500 ઘરો બાંધવાનો લક્ષાંક છે. બસ સમાજ તરીકે તમે સૌ આ કાર્યમાં સાથે આવો. સાથે સરકાર પણ આ પરિવારોને પ્લોટ તેમજ ઘર બાંધવા સમયસર સહાય આપે તો આ કાર્ય ઝડપથી થાય. 

ટડાવના પરિવારો નવા ઘરમાં સુખી થાય તેવી શુભભાવના ને આ કાર્યમાં મદદ કરનાર સૌ સ્વજનોનો આભાર..

#MittalPatel #vssm #Banaskantha #vav #HomeForHomeless #home #dreamhome #nomadictribes #Vansfoda #સરનામાં_વિનાના_માનવીઓ #વિચરતીજાતી

Ongoing construction site at Tadav village

Tadav Housing site

Mittal Patel visits housing site of Tadav village with
TDO Shri, Sarpanch Shri and other villagers

The Current living condition of nomadic families

The current living condition of nomadic families

The current living condition of nomadic families


No comments:

Post a Comment