Wednesday, 1 May 2024

VSSM have been instrumental in building homes for Bharthari families in Raigadh village of Sabarkantha district

Bharthari women greets Mittal Patel

We have been instrumental in building homes for 1600 families.

This figure of 1600 is inconsequential considering that there are millions of homeless people in this world. However, we are happy to have done our bit with the help of several well wishers. Moreover we have not stopped at 1600.  In Raigadh village of Sabarkantha we are building  No. 1601 to No.1606 homes. In this endeavour we were helped by Shri Nitin Sumant Shah of Heart Foundation & Research Institute. A very large hearted person, he helps us in various ways apart from house construction.

Seeing their houses getting constructed, Bharthari families were extremely happy. Government provides subsidies of Rs 1.20 lakh per house. The Bharthari families also took loans and gave us money and the balance was contributed by Shri Nitinbhai. Thus with the joint efforts, we could provide homes for the families which have since centuries been nomads and have never ever stayed in properly constructed homes.  Ugarkaka, an elderly from the Bharthari community, said several people asked as to how we could manage to construct such houses when we have spent our lives singing hymns and rhymes ? How did we get so much money ? Ugarkaka laughed and said "we built such houses which gave us pride. Those who have nobody, God is with them"

We are thankful to the Government, Panchayat and respected shri Nitinbhai. They all had kind feelings which made this possible.

We pray to God that we continue to add more to 1600 and also keep on adding more well wishers in our mission. 

 અમે 1600 પરિવારોના ઘરો બાંધવામાં નિમિત્ત બન્યા..

આ આંકડો આ જગતમાં રહેતા ઘર વિહોણાની સંખ્યામાં કીડીના પગ જેટલો. પણ આ નાનકડું કામ VSSM સાથે સંકળાયેલા સ્વજનો મારફત કરી શક્યાનો હરખ.

વળી 1600થી અમે અટક્યા નથી. સાબરકાંઠાનું રાયગઢ ત્યાં 1601 થી લઈને 1606 નંબરનું ઘર બાંધી રહ્યા છીએ. એમાં મદદ કરી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના શ્રી નિતીન સુમંત શાહે.. એકદમ દરિયાદીલ વ્યક્તિ. અમને ઘર બાંધકામ સિવાય પણ અન્ય કામોમાં મદદ કરે. 

ઘર બંધાતા જોઈને ભરથરી પરિવારો તો રાજી રાજી. ઘર બાંધકામમાં સરકારે 1.20 લાખની મદદ કરી. ઉપરાંત આ પરિવારોએ પણ અમારી પાસેથી લોન લઈને એક રકમ ઉમેરી બાકીની નીતિનભાઈએ આપી. 

આમ સહિયારા પ્રયાસથી સદીઓથી રઝળપાટ કરનાર અને કદીએ પાક્કા ઘરમાં ન રહેલા પરિવારોના ઘર બંધાવાના શરૃ થયા.

ઉગરાકાકા કહે, 'અમારા ઘર બંધાતા જોઈને ગામના ઘણાએ કહ્યું, અલ્યા તમે તો હાલરડાં ને ભજનો ગાનારા તમારી પાહે આવા અસલ ઘર બાંધવા આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?' આટલુ કહી ઉગરાકાકા હસ્યા. પછી પાછુ કહ્યું, 'વટ પડી જાય એવા ઘર બાંધ્યા. જેનું કોઈ નથી એના ભગવાન તો છે ને?' 

સરકાર, પંચાયત અને આદરણીય નીતિનભાઈના અમે આભારી. આ બધાની લાગણી હતી એટલે આ કામ થયું.

બસ 1606 થી આગળ આંકડા લખ્યા કરીએ એવી રીતે સૌને સાથે જોડવા ઈશ્વરને પ્રાર્થના...

#MittalPatel #vssm #guestspeaker


Mittal Patel meets Bharthari families of Raygadh village

Bharthari women sharing their happiness with Mittal Patel

Ugarkaka tells to Mittal Patel that they built such homes that
gives them pride

Mittal Patel visits Housing site in Raygadh

Ongoing Construction in Raygadh

Mittal Patel with UgarKaka

Mittal Patel visits Bharthari settlement

Mittal Patel meets Bharthari Families

Mittal Patel with Bharthari families


VSSM helped ValuMa to fulfill her dream to have her own house...

Mittal Patel attends House Warming ceremony of Valuma

 Valuma, please admit your children to our hostel for studies. If they study, their life will change for the better. Today you are there to take care of them. What will happen when you are not there?

Before I could complete what I wanted to say, Valuma laughed & replied " you will be there for them.. isn't it ? The  question evoked laughter though we were discussing a serious topic of children's education. Valuma said it was very tough bringing up her grandchildren as both her sons died at a young age. " I collect cow dung. For two months I toil which fills up one tractor trolley for which I get Rs 1,000/-."

How do you survive for 2 months on Rs 1,000 ? I asked. "We cannot," she replied. "Many days we just drink water to quench our hunger. If I go begging, I get some flour, grains sometimes. I fast on most days and pray to God. God has sent you to help me."  Saying this, Valuma laughed again." My days improved after you came to my home"

When I hear this, I question whether we are really entitled to the credit we get. We at VSSM do help such families which are in dire need and try to alleviate their misery. I do understand that we do act as a bridge to reach these people.

Valuma's house is in a dilapidated condition. No convenience of bathroom or toilet . This causes a lot of suffering. She has a tumor in her throat. Doctor suggested that she get operated. She refused to get operated on as she fears that if something untoward happens during the operation who will take care of her grandchildren.

To construct Valuma's home, Namrataben Rathod & Punambahen helped. Many thanks to them. In addition we also ensure that Valuma receives a food ration kit every month. We also applied for a grant from the government under a scheme where Rs 6,000 per month is given to children without parents. Valuma started receiving this grant too. For this we are thankful to the officers of the Zilla Parishad.

Valuma says that her life has changed for the better  and she now goes to Amreli once in a month to withdraw cash and also to purchase food items needed. She feels at peace now after having spent her entire life in turmoil.

When we had met Valuma some months back, one could see tremendous stress on her face. Now her toothless face is constantly laughing. With great pleasure the neighbours remained present during the house warming ceremony of Valuma's home. They all promised to take care of Valuma's family. We are thankful to all. 

It was through Shri Kanubhai that we could reach Valuma. Many thanks to him.

Our colleague Rameshbhai has become like a Son to Valuma & he takes great care of her.

બાળકોને ભણવા અમારી હોસ્ટેલમાં મુકો વલુમા. ભણશે તો જીંદગી બદલાઈ જશે. તમે તો આજે છો કાલે નહીં હોવ તો પછી એમનું કોણ?'

મારુ બોલવાનું હજુ પત્યું નહોતું ત્યાં વચમાં જ જરા હસીને વલુમાએ જવાબ આપતા કહ્યું, 'તમે સો ને?'

સાંભળીને બાળકોને ભણાવવાના ગંભીર મુદ્દા પર ચર્ચા કરતા હતા તેની જગ્યાએ હસવું આવી ગયું. વલુમા કહે, 'બહુ વીપદા પડી. મારા બે સોકરા પાસા થ્યા. આ ત્રણ પાઠડાને (પૌત્ર-પૌત્રી) આ ઉંમરે મોટા કરવા હેલી વાત સે? હું છાણ ભેગુ કરવાનું કરુ. બે મહિનો મથુ તાર જતા એક ટોલી(ટ્રેક્ટરની ટ્રોલી) ભરાય એટલું છાણ ભગુ થાય. એ વેચુ એના હજાર રૃપિયા આવે!'

'તે હજારમાં બે મહિના હાલે?'

'હું હાલે? ઘણી વખત ખાલી પાણી પીને દિ કાઢવા પડે. કોઈના ઘરે જઈને ઊભી રહુ તો લોકો લોટ, દાણા આપે. પણ હાસુ કવ થાઈ ગઈ'તી. નિર્જળા ઉપવાસ કરીને ભગવાન પાહે મદદ માંગેલી. તે તમને મોકલ્યા..' એમ કહી વલુમા પાછા હસ્યા. 

એ કહે, 'તમે મારા ઘેર આયવા પસી મા દી ફર્યા.'

આવું સાંભળુ ત્યારે આ જશના અધિકારી અમે ખરા? એ સવાલ થાય. તકલીફમાં હોય તેવા પરિવારોને vssm સાથે સંકળાયેલા સ્વજનો મદદ કરે અને એમની પીડા દુર થાય. અમે માધ્યમ. નિમિત્ત એ વાત બરાબર સમજીએ.

વલુમાનું ઘર જર્જરીત. ટોયલેટ, બાથરૃમની સુવિધા નહીં એટલે સખત તકલીફ પડે. ગળામાં એમને ગાંઠ. ડોક્ટરે ઓપરેશન માટે કહ્યું પણ વલુમા કહે, 'ઓપરેશનમાં મને કાંક થાય તો મારા પાઠડાઓનું હું થાય..' એટલે વલુમા ઓપરેશન ન કરાવે. 

વલુમાનું ઘર બાંઘવાનું હતું એ માટે નમ્રતાબેન રાઠોડ અને પૂનબહેને મદદ કરી.  એમનો ઘણો આભાર. એ સિવાય અમે દર મહિને આપ સૌ સ્વજનોની મદદથી રાશન આપીયે. બાળકોના માતા પિતા નહીં. એમને પાલક માતા પિતા યોજનાની મદદ મળે તે માટે સરકારમાં રજૂઆત કરી ને માસીક 6000 ની મદદ સરકાર પાસેથી વલુમાને મળવા માંડી. આ મદદ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો ઘણો આભાર. 

વલુમા કહે એમ 'સુખનો સુરજ હવે ઊગ્યો. હું હવે મહિને એક વાર અમરેલી જાવું, પૈસા ઉપાડું ને જે ખાવું પીવું હોય એ લઈને આવું. આખી જીંદગી દુઃખ વેઠ્યું પણ હવે શાંતી.'

વલુમાને થોડા મહિના પહેલાં મળ્યા ત્યારે એમના મોંઢા પર સખત વિસાદ હતો. જ્યારે આ બધુ થયા પછી એમનું બોખલું મોઢું સતત હસ્યા કરતું હતું..

પડોશીઓ પણ વલુમાના નવા ઘરમાં પ્રવેશ વખતે એકદમ હરખ સાથે હાજર રહ્યા અને સૌએ વલુમાના પરિવારનું ધ્યાન રાખવાનું પણ વચન આપ્યું. સૌનો આભાર.. 

વલુમાની વાત અમારા સુધી કનુભાઈએ પહોંચાડી એમનો ઘણો આભાર..

જ્યારે અમારા કાર્યકર રમેશભાઈ તો હવે વલુમાના દિકરા જેવા. એ વલુમાનું ઘણું ધ્યાન રાખે.. 

Valu Ma with her Grand kids in their new Home

ValuMa was thankful to Mittal Patel

ValuMa with thier Grand Kids

Mittal Patel and VSSM Coordinator Rameshbhai with
Grand children of ValuMa

Mittal Patel asks ValuMa to admit their Grand Children
at VSSM Hostel

ValuMa gave lots of blessings to Mittal Patel

Valu Ma's neighbour were also happy and thankful to 
Mittal Patel

Mittal Patel at ValuMa's new home