Wednesday, 1 May 2024

VSSM have been instrumental in building homes for Bharthari families in Raigadh village of Sabarkantha district

Bharthari women greets Mittal Patel

We have been instrumental in building homes for 1600 families.

This figure of 1600 is inconsequential considering that there are millions of homeless people in this world. However, we are happy to have done our bit with the help of several well wishers. Moreover we have not stopped at 1600.  In Raigadh village of Sabarkantha we are building  No. 1601 to No.1606 homes. In this endeavour we were helped by Shri Nitin Sumant Shah of Heart Foundation & Research Institute. A very large hearted person, he helps us in various ways apart from house construction.

Seeing their houses getting constructed, Bharthari families were extremely happy. Government provides subsidies of Rs 1.20 lakh per house. The Bharthari families also took loans and gave us money and the balance was contributed by Shri Nitinbhai. Thus with the joint efforts, we could provide homes for the families which have since centuries been nomads and have never ever stayed in properly constructed homes.  Ugarkaka, an elderly from the Bharthari community, said several people asked as to how we could manage to construct such houses when we have spent our lives singing hymns and rhymes ? How did we get so much money ? Ugarkaka laughed and said "we built such houses which gave us pride. Those who have nobody, God is with them"

We are thankful to the Government, Panchayat and respected shri Nitinbhai. They all had kind feelings which made this possible.

We pray to God that we continue to add more to 1600 and also keep on adding more well wishers in our mission. 

 અમે 1600 પરિવારોના ઘરો બાંધવામાં નિમિત્ત બન્યા..

આ આંકડો આ જગતમાં રહેતા ઘર વિહોણાની સંખ્યામાં કીડીના પગ જેટલો. પણ આ નાનકડું કામ VSSM સાથે સંકળાયેલા સ્વજનો મારફત કરી શક્યાનો હરખ.

વળી 1600થી અમે અટક્યા નથી. સાબરકાંઠાનું રાયગઢ ત્યાં 1601 થી લઈને 1606 નંબરનું ઘર બાંધી રહ્યા છીએ. એમાં મદદ કરી હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટના શ્રી નિતીન સુમંત શાહે.. એકદમ દરિયાદીલ વ્યક્તિ. અમને ઘર બાંધકામ સિવાય પણ અન્ય કામોમાં મદદ કરે. 

ઘર બંધાતા જોઈને ભરથરી પરિવારો તો રાજી રાજી. ઘર બાંધકામમાં સરકારે 1.20 લાખની મદદ કરી. ઉપરાંત આ પરિવારોએ પણ અમારી પાસેથી લોન લઈને એક રકમ ઉમેરી બાકીની નીતિનભાઈએ આપી. 

આમ સહિયારા પ્રયાસથી સદીઓથી રઝળપાટ કરનાર અને કદીએ પાક્કા ઘરમાં ન રહેલા પરિવારોના ઘર બંધાવાના શરૃ થયા.

ઉગરાકાકા કહે, 'અમારા ઘર બંધાતા જોઈને ગામના ઘણાએ કહ્યું, અલ્યા તમે તો હાલરડાં ને ભજનો ગાનારા તમારી પાહે આવા અસલ ઘર બાંધવા આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા?' આટલુ કહી ઉગરાકાકા હસ્યા. પછી પાછુ કહ્યું, 'વટ પડી જાય એવા ઘર બાંધ્યા. જેનું કોઈ નથી એના ભગવાન તો છે ને?' 

સરકાર, પંચાયત અને આદરણીય નીતિનભાઈના અમે આભારી. આ બધાની લાગણી હતી એટલે આ કામ થયું.

બસ 1606 થી આગળ આંકડા લખ્યા કરીએ એવી રીતે સૌને સાથે જોડવા ઈશ્વરને પ્રાર્થના...

#MittalPatel #vssm #guestspeaker


Mittal Patel meets Bharthari families of Raygadh village

Bharthari women sharing their happiness with Mittal Patel

Ugarkaka tells to Mittal Patel that they built such homes that
gives them pride

Mittal Patel visits Housing site in Raygadh

Ongoing Construction in Raygadh

Mittal Patel with UgarKaka

Mittal Patel visits Bharthari settlement

Mittal Patel meets Bharthari Families

Mittal Patel with Bharthari families


No comments:

Post a Comment