Wednesday, 12 March 2025

VSSM have been instrumental in building homes for 104 nomadic families in Bagasara village of Amreli district...

Mittal Patel meets Nomadic Communities of Amreli district

 "What do you mean by 'if a house is built, then it will bring happiness'?"

I asked some of the women from the 104 families whose houses we are building in Bagasara, Amreli. In response, they all laughed together and said, "What do you mean by happiness? In the rainy season, there used to be worries about getting soaked and having to gather the grains. At times, when we had to put our daughters to sleep, we felt anxious about leaving them alone at home... but now, this house will be built, and that’s happiness. Now, do you understand what happiness is?"

I smiled and said yes... but I really like all of this.

A simple-hearted person will say what's in their mind without any pretense.

The VSSM project aims to build homes for thousands of families who are homeless. We are continuously working on this. If the government provides land to these homeless families who have been struggling for generations, we can complete this project very quickly.

In 2025, we plan to build 500 homes. We hope the government doesn’t create any obstacles in providing plots...

The families whose houses are being built in Bagasara are happy, and seeing them, we are happy too.

With the help of the government’s Pradhan Mantri Awas Yojana and the remaining assistance from our esteemed Kishore uncle’s beloved Kushalbhai’s memory, beautiful homes are being built for these 104 families.

These families have truly dug out their roots... Watching their lovely homes being built fills our hearts with joy.

May God always be the cause for such good deeds to happen.

"ઘર થશે તો હખ થઈ જશે એવું તમે ક્યો તે આ હખની વ્યાખ્યા શું?"

અમરેલીના બગસરામાં જેમના ઘરો અમે બાંધી રહ્યા છીએ તેમાંના 104 પરિવારોમાંથી કેટલાક બહેનોને મે પુછ્યું. જવાબમાં બધા એક સાથે હસ્યા ને કહ્યું, "લો હખ નથ ખબર? ચોમાસુ બેહે ને મીણિયું લેવું પડશેની ચિંતા થવા માંડતી, દિકરીઓને બારા ઊંઘાડતા કે ઘરે એકલી મુકી જાતા બીક લાગતી.. આ બધી વાતનું આ ઘર બંધાશે એટલે હખ થઈ જશે. હવે હખ હમજાયું?"

મે હસીને હા પાડી... પણ અમને આ બધા ખૂબ ગમે. 

ભોળા મનના માનવી મનમાં હોય એ જરાય આડંબર વગર કહી દે..

VSSM નો પ્રકલ્પ ઘર વિહોણા હજારો પરિવારોના ઘર બાંધવાનો. અમે એ માટે સતત મથ્યા કરીએ.. સરકાર ઘરવિહોણા અને સદીઓથી વગડો ખૂંદતા પરિવારોને જમીન આપે તો આ પ્રકલ્પ અમે ઝટ પૂરો કરી શકીએ.

વર્ષ 2025 માં 500 ઘર બાંધવા છે. સરકાર પ્લોટ આપવામાં  ખટકો રાખે એવું ઈચ્છીએ છીએ...

બગસરામાં જેમના ઘર બંધાઈ રહ્યા છે એ પરિવારો તો રાજી રાજી.. ને એમને જોઈને અમે પણ..

સરકારની પ્રધાન મંત્રી આવાસ યોજનામાં સહાય તેમજ અમારા આદરણીય કિશોર અંકલની પ્રિય કુશલભાઈની સ્મૃતિમાંથી બાકીની મદદથી 104 પરિવારોના સરસ ઘર બંધાઈ રહ્યા છે.

આ પરિવારોએ ખરેખર વગડો  ખૂંદયો છે.. એમની વ્હાલપની વસાહત બનતી જોઈને મન હરખાય છે..

કુદરત આવા અનેક શુભ કાર્યોમાં સદાય નિમિત્ત બનાવે તેવી શુભભાવના...

Mittal Patel addresses nomadic communities


The current living condition of nomadic communities

Ongoing construction of houses of nomadic communities
of Bagasara village




No comments:

Post a Comment