Wednesday 3 May 2023

The upcoming Niyojan Nagar in Charadva will bring light to the lives of Gadaliya families...

Mittal Patel visits Charadva Housing Settlement

Pain and adversity can never last forever; they too shall pass if the individual keeps the faith, puts in the required efforts, and remains persistent!

The first time we met the families of the Gadaliya community of Morbi's Charadva, they mentioned their life shrouded in darkness; accomplishing their aspiration to own a home was the light they eagerly awaited. But unfortunately, they have failed to find that light themselves, but gathering funds to make pucca house a reality could not happen.

Gadaliya community are ironsmiths and practice the generations-old traditional occupation of making ironware. Many have advised them to pick up new skills and trades, but the families need more preparation to make that shift. As a result, it is difficult for the current and older generation to learn new skills or invest time in learning those skills. The new generation may work towards honing time-appropriate skills, but the elders have no option but to live within limited means.

VSSM strives to help such homeless families find a permanent address, a pucca home. VSSM's Kanubhai and Chayaben helped gather the required documents and facilitated the application process for these families. Finally, with the support of the respected Prime Minister, the District Collector of Morbi, and the gram panchayat of Charadva village, the 21 families living in Charvada received residential plots. 

After receipt of the plots, the next step was finding funds to build a decent house. The government aid of Rs. 1.32 lacs remains inadequate; we can provide the entire support; however, the owners of the house should also contribute. The families shelled out Rs. 1 lac each, and we provided the rest Rs. 1.25 lacs. The collective contribution would enable build a two bedroom + kitchen + attached sanitation unit for each family. 

Neogan Chemical Ltd. has agreed to support the construction of these homes. Respected Binabahen and Harishbhai Kanani are very sensitive and supportive human beings. "If I had it my way, no one would remain homeless!" Binabahen shares. I call her Maa and am fortunate to receive her warmth and love.

I am grateful to the Kanani family for their support.

The Gadaliya families cannot save and contribute; hence, they have taken a loan of Rs. 1 lac each. "Building a house happens once in a lifetime; the loan can be repaid in instalments, but you cannot build a house in instalments!" a wise community elder shared. 

The upcoming Niyojan Nagar in Charadva will bring light to the lives of Gadaliya families. With the completion of these homes, VSSM would have facilitated the construction of 1500 houses, meaning providing permanent addresses to 1500 families.

I am grateful to every well-wishing individual who has supported this cause.

કોઈ પણ દુઃખ કાયમ હોતું નથી. બસ દુઃખ દૂર થાય તે માટે મહેનત અને એક શ્રદ્ધા માણસ પોતાનામાં રાખે તો એક દિવસ અંધારુ આઘુ ખસે છે ને પછી ચોમર અજવાસ...

મોરબીના ચરાડવામાં રહેતા ગાડલિયા પરિવારોને જ્યારે પહેલીવાર મળ્યા ત્યારે તેમણે જીવતર આખુ  અંધકારમાં જ વીત્યાનું કહ્યું. એમને જે અજવાસ જોઈતો હતો તે ઘરરૃપી. ઘરની ઝંખાના પુર્ણ થાય એ માટે એ મથ્યા ઘણું. પણ બે પૈસા ભેગા ન કરી શક્યા.

લોખંડમાંથી તવી, તાવેતા, ચીમટા બનાવીને વેચવાનું એ કરતા અને એ માટે વિચરણ પણ પેઢીઓથી કરતા આવ્યા.

ઘણા કહે, હવે કાંક નવો ઘંઘો કરો અથવા શીખો.. પણ એ માટેની માનસીક તૈયારી આ પરિવારોની નહીં. અત્યાર સુધી આવું કશું કર્યું જ નહોતું એટલે જુનુ જે કરે એ છોડવા તૈયાર નહીં. આમ પણ નવું શીખવામાં સમય જાય. નવી પેઢી નવુ અપનાવશે પણ જુની પેઢી માટે નવું અપનાવવું મુશ્કેલ. એટલે મર્યાદીત આવકમાં જીવવાનું. આમાં ઘર તો ક્યાંથી થાય.

આવા ઘરવિહોણા પરિવારોનું પોતાનું સરનામુ થાય એ માટે અમે મથીએ. અમારા કાર્યકર કનુભાઈ અને છાયાબહેને આ પરિવારોને પ્લોટ મળે તે માટે અરજી કરી અને ખૂટતા આધાર પુરાવા પણ કઢાવ્યા. 

આખરે મુખ્યમંત્રી શ્રી તેમજ કલેક્ટર શ્રી મોરબી, તેમજ ચરાડવા ગ્રામપંચાયતની લાગણીથી ચરાડવામાં રહેતા 21 પરિવારોને પ્લોટ મળ્યા. 

પ્લોટ મળ્યા પછી વાત આવી ઘર બાંધવાની. સરકારની સહાય 1.32 લાખમાં ઘર બનવું મુશ્કેલ. અમે મદદ કરીએ પણ જેમનું ઘર બને તે પણ પોતાની રીતે પૈસા કાઢે એવી અમારી લાગણી. આ પરિવારોએ પણ લાખ રૃપિયા કાઢ્યા. અમે 1.25 લાખની મદદ કરી. આમ 3.57 રૃપિયાના ખર્ચે બે રૃમ રસોડુ. ટોયલેટ અને બાથરૃમ વાળુ સરસ ઘર તૈયાર કરવાનું નક્કી કર્યું. 

આ પરિવારોના ઘર બાંધકામ માટે અમને નિયોજન કેમકલ લી. કંપનીએ મદદ કરી. આદરણયી બીનાબહેન કાનાણી અને હરિશભાઈ કાનાણી બેઉ બહું લાગણીશીલ. બીનાબહેનને તો હું મા કહુ એ લાગણી પણ એવી રાખે. એ કહે, મારુ ચાલે તો એક પણ માણસને હું ઘર વગરનો ન રાખુ.

આવી સુંદર ભાવના રાખનાર કાનાણી પરિવારનો આભાર. 

ગાડલિયા પરિવારો પાસે લાખ રૃપિયા કાઢવાની સગવડ નહીં. એ માટે એમણે અમારી પાસેથી લોન લીધી. પણ એ કહે, ઘર એક વખત થાય. મહેનત કરીશું તો લોન તો કાલ ઉતરી જાશે. પણ વારેવારે ઘરને ઠીગડા નથી દેવાતા.

ચરાડવામાં બંધાઈ રહેલું નિયોજન નગર... જેમાં ગાડલિયા પરિવારો વધુ સુખ પામશે..

તેમની આ વહાલપની વસાહત પૂર્ણ થતા 1500 ઘર વિહોણા પરિવારોના ઘર બાંધવાનો આંકડો પાર કરીશું. 

આ કાર્ય માટે ઘણા સ્વજનોએ મદદ કરી એ માટે સૌની આભારી છું.

#MittalPatel #vssm #gujarat #dreamhome #morbi



The current living condition of Gadaliya families

Mittal Patel withthe nomadic communities and others at
Charadva housing site

Ongoing construction work at Neogan Nagar Chardva 


No comments:

Post a Comment