A letter recommending actions against the sarpanch a contempt for govt. order |
Our efforts of last couple of years to get residential plots allotted to 14 nomadic families of Ratila village in Banaskantha’s Diyodar block haven’t got us closer to the outcome but has made the situation more complex. The local authorities had been unnecessarily delaying the matter but the repeated presentations by VSSM led to governmental approval which made us believe that the families will soon receive plots. The government approval also made the village leadership and other vested interest groups jittery leading to their opposing the allotment of land to these nomadic families.
The Government of Gujarat during its the 50th year celebration of Gujarat Day had pledged to allot plots and support construction of homes to all those families who feature in the BPL list. These 14 families also feature in the BPL list and still they are refused a small piece of land. In November 2014 when we spoke to the Banaskantha district collector he took personal interest and directed the concerned department to speed up the allotment process.
The Village Panchayat opposed the decision and terming it as unconstitutional when the TDO initiated the process of actually allotting the plots. However the resistance was ignored and the order to allot plots was issued.
Now when the process of issuing permits has ben initiated the Sarpanch is refusing to sign the documents. The TDO has written to the District Development Officer requesting him to take action under under section 57 (1) of Sarpanch and Gram Panchayat legislation of 1993. The copy of the same can be seen in the picture.
The Nomadic families for whom the plots are demanded are living in such condition |
The continuous resistance against the permanent settlement of nomadic communities, from one or the another village amazes us. Today during the Gramsabha organised in the village of Ratila, issuing the permits to the nomadic families at the earliest was mentioned …lets see what happens now…...
vssm ની રજૂઆતોના અંતે વિચરતા પરિવારોને પ્લોટ ફાળવણીની કામગીરી શરૂ થઇ ત્યાં સરપંચે વિરોધ નોંધાવ્યો...
બનાસકાંઠાના દિયોદરના રાંટીલાગામમાં રહેતા વિચરતા સમુદાયના ૧૪ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે છેલ્લા બે વર્ષથી પ્રયત્ન કરીએ છીએ.પરંતુ, કોણ જાણે આ કામ વધારેને વધારે અટવાતું જાય છે. અત્યાર સુધી સરકારી સ્તરે આ પરિવારોને પ્લોટ ફાળવણીમાં વિલંબ થઇ રહ્યો હતો. પણ vssm દ્વારા વારંવાર રજુઆતો કરવામાં આવતા આખરે સરકારી સ્તરેથી મંજૂરી મળી. એટલે અમને લાગ્યું બસ હવે તો પ્લોટનો કબજો મળવાને જ વાર છે પણ ત્યાં તો ગામના સરપંચ અને ગામના બીજા કેટલાક માથાભારે તત્વોએ પ્લોટ ફાળવણી સામે વિરોધ નોંધાવ્યો.
આમ તો સરકારે જાહેર કરેલી ૦ થી ૧૬ની બી,પી.એલ. યાદીમાં આ પરિવારોનો સમાવેશ થયો છે અને રાજ્ય સરકારે ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થયા તે વર્ષે કરેલી ઉજવણીમાં બી.પી.એલ. યાદીમાં સમાવેશ કર્યો હોય તેવા તમામ પરિવારોને પ્લોટની ફાળવણી કરી ઘર બાંધવા માટે પણ આર્થિક સહાય કરવાનો સંકલ્પ કર્યો હતો. જેને હવે વર્ષો થઇ ગયા છતાં રાંટીલાના પરિવારો તો પ્લોટ વગરના જ રહ્યા. કલેકટર શ્રી બનાસકાંઠા સાથે નવેમ્બર ૨૦૧૪માં બેઠક થઇ તે વખતે પ્લોટ- ઘર વિહોણા બી.પી.એલ. યાદીમાં સમાવિષ્ટ પરિવારોને પ્લોટ ફાળવ્યા નથી તે અંગે વાત કરી. તેમણે અંગત રસ લીધો અને આ પરિવારોને ઝડપથી પ્લોટ ફાળવી આપવા સલંગ્ન વિભાગને સૂચના આપી.
તાલુકા વિકાસ અધિકારીએ આ પરિવારોને પ્લોટ ફાળવવાની કામગીરી શરૂ કરી તે વખતે ગ્રામ પંચાયતે વિરોધ કર્યો, ગેરબંધારણીય કહી શકાય તેવો ઠરાવ પણ કર્યો, પણ કશું ચાલ્યું નહીં પ્લોટ ફાળવણીનો હુકમ થઇ ગયો.
હવે આ પરિવારોને સનદ મળવાની પ્રક્રિયા આરંભવાની થાય. પણ સરપંચ સનદોમાં સહી કરવાની નાં પાડે છે. તાલુકા વિકાસ અધિકારીએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લખ્યું અને સરપંચ સામે ગ્રામપંચાયત અધિનિયમ ૧૯૯૩ની કલમ ૫૭ (૧) મુજબ કાર્યવાહી કરવા વિનંતી કરી છે. જેની નકલ આ સાથે સામેલ છે.
સમાજ દ્વારા વિચરતા પરિવારોના વસવાટ સામે વિરોધ થાય તે નવાઈની વાત નથી પણ હજુ પણ આપણા દેશમાં આવી ઘટનાઓ બને છે તેની જરૂર નવાઈ છે.. આજે (૧૬-૧૫)નાં રોજ તાલુકા અધિકારીની હાજરીમાં રાંટીલામાં ગ્રામસભાની બેઠક થઇ.. અને તેમાં પણ ઝડપથી પ્લોટની સનદો આપવા અંગે જ વાત થઇ જોઈએ હવે શું થાય છે..
No comments:
Post a Comment