Sunday 12 July 2015

VSSM ensures the 74 nomadic families receive possession letters to the plots allotted to them….

In anticipation of gettnig 'Sanads' the nomadic families erected the foundations
The 74 nomadic families of Juna Deesa weren’t receiving possession to the residential plots they had been allotted quite some time ago.The administration of Banaskantha is extremely supportive of our activities and yet this case had been lost in the bureaucratic maze. VSSM also spoke to the Chief Minister of Gujarat Smt. Anandiben Patel on this issue and explained her the entire tangle.  She was supportive enough to direct the officials to hand over the possession of plots to these families at the earliest. When we broke the news to the families they showered generous blessings on us, ‘ Ben, may you remain blessed for seven births, we have nothing else to give you but will pray for you  with all our heart and may you remain blessed for all your seven births.”

These kind words are extremely precious to us. Since these families weren’t receiving the possession to their plots Ishwarbhai, VSSM team member working with them, had pledged to take only one meal a day until the issue resolved. The entire team of  Vichrta samuday samrthan Manchtries really hard to ensure that the families they work for are able to lead better lives and are extremely dedicated to the cause. We at VSSM are privileged to have such strong and dedicated team sharing organisation’s mission. 

We are thankful to  Smt. Anandiben Patel, the Banaskantha administration and our well wishers for enabling these families realise their long standing dream of owning a house. 

In the picture- houses under construction in Juna Deesa and anticipating that the possession will be allotted soon the foundation work  was also initiated…….

vssmની રજૂઆતથી ૭૪ વિચરતા પરિવારોને સનદ આપવાનું કામ આરંભાયુ...

‘બેન તમારું હાત ભવ હારું થજો. અમારી પાસે બીજું એવું કશું નથી. જે તમને આપી શકીએ પણ હાચા હ્રદયથી ભાગવોન ન પ્રાર્થના કરીએ સીએ.. બેન તમારું હાત ભવ હારું થજો. તા.૩ જુલાઈ ૧૫ના રોજ જુના ડીસાથી ભરતભાઈ ઓડે ફોનથી આ પ્રેમ ભર્યા આશિષ આપ્યા... મૂળ જુના ડીસામાં ૭૪ પરિવારોને પ્લોટ ફાળવાયેલા પણ કોઈક કારણસર એમને સનદ આપવાનું થતું નહોતું.. આમ તો બનાસકાંઠાનું આખુયે વહીવટી તંત્ર ખુબ સહયોગ કરે પણ કંઈક આંટીઘૂંટીના કારણે બધું અટક્યું હતું... આ અંગે મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબહેન પટેલને રજૂઆત કરી અને બહેને આ આખી ઘટના સમજી આ પરિવારોને સનદ આપવા અંગે સુચના આપી. આ અંગેના સમાચાર ૭૪ વિચરતા  પરિવારોને મળ્યા અને એમણે ઉપર જણાવેલો રાજીપો વ્યક્ત કર્યો. 
એમના આ શબ્દો અમારા માટે સૌથી વધારે કીમતી છે. આ પરિવારોને સનદ મળતી નહોતી એટલે આ પરિવારો સાથે કાર્યરત vssmના કાર્યકર શ્રી ઈશ્વરભાઈએ ‘આ પરિવારોને જ્યાં સુધી સનદ નહિ મળે ત્યાં સુધી એક ટાઇમ જમવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ શક્તિનું પરિણામ મળી ગયું.. અમને આનંદ છે કે vssm પાસે આવા સંનિષ્ઠ કાર્યકરો છે.. આ પરિવારોને પોતાનું સરનામું અપાવવામાં નિમિત બનનાર સૌ સ્વજનો, બનાસકાંઠાનું વહીવટીતંત્ર અને આદરણીય શ્રી આનંદીબહેનનો આ તબક્કે આભાર વ્યક્ત કરું છું..

ફોટોમાં જુના ડીસામાં બંધાઈ રહેલાં ઘરો. સનદ મળશે જ એવી આશા સાથે ૭૪ પરિવારોએ મકાનના પાયા તૈયાર કરી દીધા છે જે ફોટોમાં જોઈ શકાય છે..

No comments:

Post a Comment