construction of toilet underway in Juna Deesa.. |
After tackling series of social and bureaucratic hurdles the construction of homes for 143 nomadic families finally gets a green signal, all thanks to the efforts of supportive authorities.
69 Nat families have already initiated the construction. The government sanctions Rs. 45,000 per family for constructing a house along with a toilet unit. Given the current construction rates this is an impossible task.
VSSM supports these families with matching donation and loan to complete construction of a decent home suitable for an average sized nomadic family. Respected Shri Sudhir Thakarsi with a donation of Rs. 10,38,500, is supporting VSSM to complete the construction of this settlement. VSSM along with these families is extremely grateful to the Thakarshi family for their generous support.
Toilets aren’t something the nomadic families are habituated to use. Infact they absolutely detest the idea of a toilet next to their homes. “The toilet and our house should not share a common wall!!” is the first instruction they share with us…”why do you send so much on building toilets, why not give that amount to construct a roof or an extra room??” they would suggest….But this is one matter where we do not ask their suggestion. Using a toilet is a must and to cultivating a habit to using it are mandatory parameters these families need to agree upon before they receive VSSM’s support for building homes. Once they get used to staying in a cleaner and better environment they understand the need to have a toilet next to their home and start requesting for one…
construction of toilet underway in Juna Deesa.. |
વિચરતી જાતિની -જુનાડીસા વસાહતમાં ટોયલેટનું બાંધકામ શરુ થયું.
જુના ડીસામાં વિચરતી જાતિના ૧૪૩ પરિવારોને સરકારે રહેણાંક અર્થે પ્લોટ આપ્યા પણ કેટલીક મુશ્કેલીના કારણે આ પ્લોટ પર ઘરનું બાંધકામ શક્ય બન્યું નહોતું. પણ વહીવટીતંત્રની મદદથી બધા અવરોધો ટાળી શકાયા અને પ્રથમ તબક્કાનું બાંધકામ શરુ થયું.
૬૭ નટ પરિવારોએ તો પોતાનાં ઘરો બાંધવાનું શરુ પણ કરી દીધું. સરકારે આ પરિવારોને મકાન બાંધકામ માટે રૂ.૪૫,૦૦૦ની સહાય આપી છે અને આ સહાયમાંથી જ એમણે ઘરની સાથે સાથે ટોયલેટ પણ બાંધવાનું છે. જે આટલી રકમમાં શક્ય નથી. આ પરિવારોના ઘરોની સાથે સાથે ટોયલેટ બને એ માટે વિચરતી જાતિઓની સતત ચિંતા કરતાં અને vssmના દરેક કામમાં સહભાગી થતાં આદરણીય શ્રી સુધીરભાઈ ઠાકરશીએ રૂ. ૧૦,૩૮,૫૦૦ આપ્યાં. જે માટે vssm અને આ પરિવારો ઠાકરશી પરિવારનો આભારી છે.
વિચરતી જાતિના ઘરો બને ત્યાં પ્રથમ આ પરિવારો ટોયલેટ બાંધકામ માટે તૈયાર નથી હોતા. તે ત્યાં સુધી કે એમના ઘરની દીવાલને ટોયલેટની દીવાલ અડવી ના જોઈએ એવું તેઓ સ્પસ્ટ માને. ક્યારેક કહે પણ છે કે, ‘ટોયલેટ બાંધકામમાં જેટલા પૈસા નાખો છો એટલાં પૈસા ઘર બાંધકામમાં આપો તો ઘરનું ધાબુ થઇ જાય કે વધારાનો રૂમ થઇ જાય.’ આવી સમજણવાળા પરિવારોના એક વખત ઘર થઇ જાય અને ટોયલેટ નથી બનતાં ત્યાં એક જ વર્ષમાં ટોયલેટની માંગણી શરુ થઇ જાય છે. ઘર થતાં સ્વચ્છ વાતાવરણમાં રહેવાની એમને ટેવ પાડવા માંડે છે અને એટલે ટોયલેટની જરૂરિયાત પણ સમજાય છે જે પહેલાં નહોતી સમજાતી. આવા સંજોગોમાં શ્રી સુધીરભાઈ જેવા સ્વજનોની મદદ ખુબ મોટી બની રહે છે.
ફોટોમાં જુના ડીસા વસાહતમાં ટોયલેટનું બાંધકામ થઇ રહેલું જોઈ શકાય છે.
No comments:
Post a Comment