Tuesday 22 September 2015

VSSM’s efforts helps 55 nomadic families receive cheques for housing

VSSM’s efforts helps 55 nomadic families receive
cheques for housing
IN 2011, the government had ordered allotment of residential plots to nomadic families living in Banaskantha’s Juna Deesa. However, due to some glitches the order could not be executed by the authorities. In the mean time in 2012, 69 Nat families were given cheques to begin construction of homes but without the allotment of land they couldn’t proceed and begin construction. In 2015, as a result of intervention by the Collector Shri. Dilip Rana, Additional Collector Shri. Digant Bhrambhatt enabled the clearance of encroachment on the land and finally allotment of plots to these Nat families. Still there were 60 families who were awaiting clearance and allotment of land. The issue was getting dragged due some or the other technical glitches. Finally, as a result of intervention of the Chief Minister Smt. Anandiben Patel, an intervention we had requested, these 60 families received their plots and on 12th September 55 of these families received 1st instalment cheques of Rs. 17,500 towards construction of houses. The rest of 5 families have some documentation issues, so once that is cleared they will be receiving the cheques soon.


All these delays and nitty-gritty had made us wary!!! We had all began doubting if at all these Nat families will receive plots. It had been 4 years and the issue just kept dragging on and on…. But when the families received their cheques on 12th September to their settlement address their joy had no bounds….’we are now absolutely sure the government is giving us plots!’ was a unnaimous voice. Some of them  had been gradually constructing their homes brick by brick with the money they managed to save but not that effort will reflect new zeal….

There is an unrecorded sequence in which we make the applications for the citizenry document and their entitlements..first its application for Voter ID cards followed by Ration card and then its for plot and housing…the order is easier said than done…the wait at each stage is excruciatingly long, sometimes it takes toll on the mental peace of the families and VSSM team working on each settlement. These families of Juna Deesa will be attaining a permanent address after countless rounds of various government offices and repeated requests to the various officials….

We are thankful to all who have been instrumental in bringing a smile on the faces of these families and the joy of attaining a permanent address….

In the picture - Families with the cheques they received.

વિચરતા સમુદાયના ૫૫ પરિવારોને vssm ની મદદથી મકાન સહાયના ચેક મળ્યા..

બનાસકાંઠાના જુના ડીસામાં વિચરતા સમુદાયના પરિવારોને સરકાર દ્વારા ૨૦૧૧માં રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યાનો હુકમ થયો હતો પણ કેટલીક મુશ્કેલીના કારણે હુકમનું અમલીકરણ થતું નહોતું એટલે પ્લોટ ફાળવણીમાં વિલંબ થતો હતો. જો કે આ બધાની વચમાં ૨૦૧૨માં ૬૭  નટ સમુદાયના પરિવારોને મકાન સહાયના ચેક પણ મળ્યા પણ જમીનનો કબજો ના મળવાના કારણે આગળ કામ થતું નહોતું. ૨૦૧૫માં બનાસકાંઠા વહીવટીતંત્ર અને કલેકટર શ્રી દિલીપ રાણા, પ્રાંત કલેકટર શ્રી દિગંત બ્રમભટ્ટની વિશેષ મદદના કારણે જમીન પરનો કબજો મળ્યો અને નટ સમુદાયના મકાનનું  કામ શરુ થયું. જયારે બાકીના ૬૦ પરિવારોને પ્લોટનો કબજો મળતો નહોતો. થોડી વહીવટી આંટીઘૂંટીના કારણે પ્લોટનો કબજો મેળવામાં વિલંબ થયો પણ vssm દ્વારા મુખ્યમંત્રી આદરણીય શ્રી આનંદીબહેન પટેલને રજૂઆત કરાતા એમની દરમ્યાનગીરીથી ૬૦ પરિવારોને પ્લોટનો કબજો મળ્યો અને તા.૧૨-૯-૧૫ના રોજ ૬૦ માંથી ૫૫ પરિવારોને મકાન સહાયના પ્રથમ હપ્તારુપી રૂ.૧૭,૫૦૦ના ચેક મળ્યાં. બાકીના પાંચ પરિવારોના ડોક્યુમેન્ટમાં તકલીફ હોવાથી એમને તત્કાલ ચેક ના મળ્યા પણ આ અઠવાડિયામાં એમને પણ ચેક મળી જશે.

છેલ્લા એક વર્ષથી નટ સિવાયના આ ૬૦ પરિવારોને પ્લોટ મળશે કે કેમ? એ અંગે શંકા હતી. પણ ૧૨ ઓક્ટોબરના રોજ પોસ્ટથી એમનાં અસ્થાઈ નિવાસના સ્થળે મકાન સહાયના ચેક પહોચ્યા. એટલે સૌ હરખાયા.. ‘સરકારે અમને પ્લોટ આપ્યાની ૧૦૦ ટકા ખાત્રી હવે થઇ’ એવું આ પરિવારોએ જણાવ્યું. આ પરિવારોમાંના કેટલાકે થોડી આશા સાથે ઘરનું બાંધકામ શરુ પણ કરી દીધું હતું પણ હવે પુરા જોમથી કામે લાગી જઈશું એવો હરખ એમણે વ્યક્ત કર્યો. 

ઘણીવાર વિચરતી જાતિ સિવાયના લોકો અમને પૂછતાં હોય છે કે રેશનકાર્ડ કે પ્લોટ મળવામાં કેટલો સમય જતો હોય છે? કેટલાક વ્યક્તિઓ તો ગણતરી પણ કરી દે છે કે, મતદારકાર્ડ મળ્યા હવે રેશનકાર્ડ અને પછી પ્લોટ અને પછી ઘર... પણ આ ક્રમ બોલવામાં જેટલો સહેલો લાગે વાસ્તવમાં એ મેળવવામાં vssmના કાર્યકર અને વિચરતા સમુદાયના મતે તેલ નીકળી જાય છે. જુનાડીસામાં આજે જે પરિવારોને સરનામું મળ્યું છે એ પણ આવા અગણિત ધક્કાના પરિણામ સ્વરૂપે જ છે. આ પરિવારોના મોઢા પર હાસ્ય સાથે સાથે સ્થાઈ સરનામું અપાવવામાં નિમિત બનનાર સૌનો આ તબક્કે આભાર વ્યક્ત કરીએ છીએ.

ફોટોમાં vssmની મદદથી મળેલાં મકાન સહાયના ચેક સાથે વિચરતા પરિવારો

No comments:

Post a Comment