Saturday, 12 November 2016

These are the homes of Vansfoda Families that are literally shaping up brick-by-brick...


the current living conditions of these families.
The 8 Vansfoda families living in Jesda village have finally embarked upon the process of building their homes. The families have received the first instalment of Rs. 17,500 from the government while the loan of Rs. 15,000 from  Kalupur Cooperative Bank and VSSM’s support of Rs. 25,000 in form of construction material and their own savings are helping these families build a home of their dreams.
  
It is first ever house of  these families are building intact no one from their previous generations have ever lived in a pucca house so yet these homes are their lifelong yearning and dreams and they are taking utmost care to build it in a way that will last for their future generations. So instead of one room they have decided to make it a two room house. Changes in the design means added cost that they will be bearing and they are ready to shell that cost from their savings they manage from whatever little they earn!! 

The approach and patience these families have adopted surely reminds us of the popular song, “Ek Bangla Bane Nyara…”  ( to make a  beautiful and distinct house ) 

the houses taking shape

‘એક બંગલા બને ન્યારા’
કવિ સુંદરમનું મુક્ત છે, 
‘તને મે ઝંખી છે, 
યુગોથી ધીખેલા
પ્રખર સહરાની તરસથી’ આ મુક્તક જેવી જ તલપ વિચરતા પરિવારોને ઘરની છે.

પાટણના શંખેશ્વર તાલુકાના જેસડાગામમાં 8 વાંસફોડા પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે. સરકાર દ્વારા રૃા.17,500નો પહેલો હપ્તો ઘર બાંધકામ માટે મળ્યો છે. પણ કાલપુર બેંકમાંથી રૃા.15,000ની લોન, VSSMમાંથી ઘર બાંધકામ માટે ખરીદીને આપવામાં આવેલું રૃા.25,000નું મટીરીયલ અને પોતાની મહેનતની કમાણીમાંથી નાની બચત કરીને તેમણે ખુબ સરસ ઘર બનાવવાની દિશામાં પગરણ માંડ્યા છે.

જ્યાં એક રૃમ બનાવવાનો છે ત્યાં તેમણે બે રૃમ અને તે પણ વ્યવસ્થિત બનાવવાનું વિચાર્યું તો, પહેલાં અમને ચિંતા થયેલી કે આવડુ મોટું બાંધકામ તેઓ કેવી રીતે પુરુ કરશે પણ તેઓ ખુબ સારી રીતે ધીમે ધીમે પણ નક્કર કામ કરી રહ્યા છે. 

એ લોકો કહે છે, ‘અમારી આખી પેઢીમાં અમે પહેલાં છીએ જે આ રીતે પોતાના અને એ પણ પાકા ઘરમાં રહેવા જવાના છીએ. એટલે ભલે મોડું થાય પણ સરસ ઘર બનાવીને પછી એમાં જઈશું. અમારી પાસે મુડી નથી પણ ધીમે ધીમે મૂડી ભેગી કરી ઘર બાંધીશું.’

હિન્દી ફીલ્મનું ગીત ‘એક બંગલા બને ન્યારા’ યાદ આવી ગયું. 
ફોટોમાં સરકાર, vssm અને પોતાની મહેનતથી બનાવી રહેલા ઘરો સાથે વાંસફોડા પરિવારો. હાલમાં તેઓ જે સ્થિતિમાં રહે છે તે અને આવનારા દિવસોમાં તેઓ જેમાં રહેવા જવાના છે તે ફોટોમાં જોઈ શકાય છે.

Saturday, 15 October 2016

VSSM supports Keshuben reconstruct her abode…...



Keshuben's before living condition...
Keshuben Dideda belongs to Vadia and has been married to Amrabhai Saraniya for last
15 years. Amrabhai is an alcoholic and shared no financial burden hence the sole it became Keshuben’s sole responsibility to run the household. Keshuben took up petty menial jobs to earn living. The family survived in  a shanty that would fall apart every monsoon. After each monsoon Keshuben was required to spend her hard earned money on refurbishing the roof of her shanty. One day Keshuben narrated her plight to VSSM’s Shardaben who requested VSSM  for  extending support of Rs. 25,000 to Keshuben.

Keshuben suggested that instead of giving the money to her they be paid directly to the vendor from whom the building material was to be sourced as she feared that her alcoholic husband would  take away that money and waste it on his drinking. Hence VSSM followed her instructions and made payments to the vendor suppling the construction material and Keshuben bared the cost of labour and masons. Keshuben who until now had always lived in a shanty moved to stay in a proper pucca house of her own. 

Keshuben's after living condition...
One day Amrabhai asked her, “VSSM has made this house for you, what do you want from me??

Keshuben was very quick to reply, “ Give up alcohol, that is all I want from you.” True to his word Amrabhai has given up his habit of drinking. The couple now work as labourers and share the responsibility of running the household. 

“ It is 15 years after marriage that we are experiencing  the bliss of being married!!” shared Keshuben to VSSM’s team member.

We are grateful to all our donors who help us spread joy in lives of individuals like Keshuben. 

Before and After pictures of Keshuben with her home….

સરાણિયા કેશુબેનનું VSSMના માધ્યમથી નવું ઘર બન્યું.

બનાસકાંઠાના વાડિયાના દીકરી કેશુબેનના દીદેડા ગામમાં રહેતા અમરાભાઈ સરાણિયા સાથે પંદર વર્ષ પહેલા લગ્ન થયા. બંને પતિ પત્ની છાપરામાં રહેતા હતા. પતિ દારુ પીવે, કમાય નહિ, ઘર ચલાવવાની જવાબદારી કેશુબેનના માથે. છાણવાસિંદા કરી પોતાનું ગુજરાન ચલાવે. ચોમાસું આવે એટલે છાપરું તૂટી જાય અને નવું છાપરું બનાવામાં જે થોડી ઘણી બચત કરી હોય ખર્ચાઈ જાય. કેશુબેને પોતાના બધા દુખની વાત VSSMના કાર્યકર્તા શારદાબેનને કરી એટલે VSSMની ટીમએ પચીસ હજાર રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું. કેશુબેને કહ્યું કેઘરે પૈસા આપશો તો ઘરવાળો લઇ લેશે બહેનએટલે પૈસા સીધા દુકાનદારને આપ્યા અને પતરાં, ઇંટો, રેતી, સિમેન્ટ, પાઈપો બધો સામાન સીધો કેશુબેનને ત્યાં પહોંચ્યો. ઘર બાંધકામમાં પોતે અને કડિયાને મહેનત કરીને પોતે પૈસા આપ્યા આમ મજુરી કરી ઘર ઉભું કર્યું. કેશુબેન પોતે હમેશા છાપરામાં રહ્યા હતા.

હવે, પોતાની કહી શકાય એવી છત માથે છે. એમના પતિ અમરાભાઈ કેશુબેનને કહ્યું કેબહેનએ તો ઘર બનાવી આપ્યું તો હવે હું તને શું આપું?” કેશુબેનએ કહ્યું કેદારુ છોડી દો બસ..” અને અમરાભાઈ એજ ઘડીએ દારુ છોડ્યો. હવે બેય પતિ પત્ની સાથે મજુરી કરે છે અને કહે છે કેપંદર વર્ષ ના લગ્ન જીવન પછી પહેલી વાર સાથે ખુશ છીએ”. 

VSSMના માધ્યમથી અને સૌ સ્વજનોની મદદથી કેશુબહેન જેવા ઘણા પરિવારોને મદદરૂપ થઇ શક્યા જે માટે અમે સૌના આભારી છીએ

પહેલા ફોટામાં કેશુબેન એમના જુના છાપરા સાથે અને બીજા ફોટામાં પોતાના નવા મકાન સાથે.. 


Monday, 11 July 2016

The long wait for basic amenities in the upcoming settlements for nomadic families…..

The newly installed solar powered
street lights...
 Since the beginning of  its conception to formation, VSSM has adopted a heuristic approach to address wide ranged issues the nomadic and de-notified communities face. The issues VSSM endeavours to resolve, range from education, rights, health, housing, livelihood to social reforms with in the community and most of the issues have been noticed and addressed for the first time. The resolutions  that evolve from our grassroots learnings are framed into strategies and shared with the communities and authorities. Most of the solutions that  evolved have been advocated to the  policy makers as potential remedies to the choric issues faced by the nomadic communities. 
One of the most imminent needs these wandering communities want to be fulfilled is that of settling down. Their nomadic lifestyles aren’t productive anymore to provide a better and secure future to their coming generations they need to start leading sedentary lifestyles. VSSM is actively engaged in ensuring the families get small plots of residential land and aid to build a decent one room house. We have also facilitated the construction of 5 settlements. 

Ongoing construction at Juna Deesa settlement 
Currently, a settlement for 133 families is being constructed in JunaDeesa in Banaskantha. The funds to carry the construction come from government, VSSM and the families. VSSM mobilises the amount from its well-wishers while the families contribute in form of labour or shell out money as and when they are able to earn something extra. The  low house design that has been developed by VSSM  costs more than 1 lakh for which the  government aid is Rs. 45,000 in urban areas and Rs. 70,000 in rural areas. The aid amount for rural areas was raised after VSSM’s numerous recommendations to government. However, we fail to understand why such demarcation between the rural and urban regions as  the same sanctions had to be considered for semi-urban and urban areas. All our subsequent  appeals to the concerned departments and government  haven’t brought any favourable results yet!!! Similarly we have also been requesting some official  actions on certain infrastructural issues in the settlements and these requests too haven’t been received well by the government and officials. 

We have requested simultaneous installation of water and power connections for the houses in the settlements.  Currently what happens is  these houses get  power and water connections 2-4 years after completion of construction and their moving into their pucca homes. Same is with the road that connects the settlement to the rest of the village/town. Until all these vital amenities  do not reach the settlements the purpose of a proper housing isn’t served. VSSM has been appealing to the authorities to bring some fundamental changes in the way they aid and approach the construction of such settlements. 

The nomadic families  of Juna Deesa are required to buy water at the cost of Rs. 500 to 600 to continue with the construction.  We have been writing to the authorities for the last 2 years on these matters but with no positive results. Recently the settlement has been installed with solar street lights while the wait for domestic power connection continues.  We hope the concerned authorities try to resolved these pending issues at the earliest….

બનાસકાંઠાના જુના ડીસામાં 133 વિચરતી જાતિ પરિવારોની વસાહત બની રહી છે. સરકાર દ્વારા આ પરિવારોને વિનામુલ્યે પ્લોટ અને પ્લોટ પર ઘર બાંધવા રૃા. 45,000ની સહાય આપવામાં આવી. સરકારે તેમની ચિંતા કરી તે માટે આ પરિવારો સરકારના હંમેશાં આભારી રહેશે. પણ કેટલીક બાબતો આ પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે તે વેળા ધ્યાને આવી અમે સરકારનું પણ ધ્યાન દોર્યું પણ એ દિશામાં સરકાર દ્વારા નોંધપાત્ર પગલાં લેવામાં આવ્યા નથી. ક્યાંક બરાબર થતું ના હોય, કામની ગતિ ધીમી હોય તો આપણે શબ્દ વાપરીએ છીએ સાવ સરકારી છે. બસ આવું જ કાંઈક અમે આ વસાહતમાં જોઈ રહ્યા છીએ.

પ્લોટ ફાળવાયા પછી ઘર બાંધવાનું કામ શરૃ થાય એટલે પાણી અને વિજળીની સૌથી પહેલાં જરૃરત ઊભી થાય પણ સરકારી રીતે જોઈએ તો લાઈટ, પાણી, રોડ વગેરે તો આખી વસાહત ઊભી થઈ ગયાના બે ચાર વર્ષે આવે. વિચિત્ર લાગે તેવી આ વાત. એક તો આ પરિવારોની આર્થિક સ્થિતિ નબળી રૃા.45,000માં ઘર બાંધવાનું શક્ય નથી. આથી થોડા દિવસ કામ કરે અને પૈસા બચાવે અને ઘર બાઁધકામમાં ઉમેરે. સંસ્થાગત રીતે અમે પ્રત્યેક પરિવારને સંસ્થા સાથે સંકળાયેલા સ્વજનોની મદદથી રુા.40,500ની મદદ કરી છતાં આજની મોંધવારીમાં ઘર બાંધવું સહેલું તો નથી જ ને. આવામાં લાઈટ અને પાણીની સુવિધા સરકાર દ્વારા પહેલાંથી થાય તો આ પરિવારોને એટલો વધારાનો બોજો ના પડે. બાંધકામમાં જરૃરી પાણી ટેન્કર દ્વારા આ પરિવારો લાવે લાઈટ આજુ બાજુના લોકોને કરગરીને તેમના ત્યાંથી ખેંચીને લીધી જેના તે વ્યક્તિ કહે તે પૈસા ચુકવવાના. આ બધું ક્યાંથી પોષાય. આવામાં ઝટ ઘર બાંધવા પાછા અધિકારી ઉતાવળ કરે ક્યાંથી થાય આ બધું?

અમે છેલ્લા બે વર્ષથી જુના ડીસાની આ વસાહતમાં લાઈટ અને પાણીની સુવિધા માટે લખી રહ્યા હતા. પણ કશો ઉકેલ આવતો નહોતો. આવામાં અચાનક સોલાટ પાવરથી ચાલતી સ્ટ્રીટ લાઈટના 7 થાંભલા વસાહતમાં નાખવામાં આવ્યા અને સ્ટ્રીટ લાઈટ શરૃ થઈ. સારુ થયું સ્ટ્રીટ લાઈટ તો આવી. હવે લોકોના ઘરોમાં લાઈટ ક્યારે આવે છે તે જોવાનું છે. જો કે પાણીનું તો હજુ સુધી કશું થયું નથી. આજે પણ  500 થી 600 રુપિયા ખર્ચીને લોકો ટેન્કર લાવી રહ્યા છે અને બાંધકામ તેનાથી કરી રહ્યા છે. પાણીની આ જરૃરિયાત પણ સરકાર ઝડપથી સમજે અને આનો પણ ઉકેલ લાવે તેમ ઈચ્છીએ. 

ફોટોમાં ડીસામાં બંધાઈ રહેલા ઘરો તેમજ વસાહતમાં આવેલી લાઈટ

Wednesday, 22 June 2016

One more village opposing to the settlement of the nomadic communities in their village….

Officials measuring the land/plot size 
“Be warned of unpleasant  consequences if you plan to settle these families in our village. They aren't from this village and we do not want them to stay here forever….”

“But these families have been here for years, where will they go if no-one will accept them?”

“That is not our concern, we will not allow to their permanent settlement in our village!!”

The present living conditions of these families...
This  conversation was between the team of VSSM and the village leaders of Rantila village in Banaskantha’s Diyodar block. The village elders and leaders are opposing allotment of plots to 14 families belonging to the nomadic Bharthari, Gavariya and Raval communities. The village has ample space and yet the rich and the influential villagers are finding it difficult to spare some space for the poor…There are times we feel all is well and suddenly we have instances like the particular one and we begin to question such poor mindsets of the rich and powerful….

Right from  the Chief Minister, District Collector, District Development Officer etc., VSSM has made  numerous appeals to all the concerned authorities on this issue.  The authorities aren’t prepared to consider giving them land on paper so as to meet their targets of allotting plots to families living under BPL..After countless requests and appeals the Circle Officer accompanied by his team of officials arrived at Ratila village  to measure the plots. Their arrival tensed up the situation so much that was threat to life….. The Circle Officer, Shri.Gadhvi Saheb is a compassionate officer. 

“These are extremely poor families. One should voluntarily come forward to give some place to them and help them build homes, instead of choosing to oppose such initiatives,” explained Shri. Gadhvi Saheb. But no one was ready to listen to his appeal. Nonetheless, Shri Gadhvi continued to finish the job he had come for. He measured the plots but the Sarpanch refused to sign the Land Allotment Order letter. There were political pressures as-well!!!

On 5th June,  these  Bharthari, Raval and Gawariya families built fence along the boundaries of the allotted plots but that too were removed by the groups opposing their settlement. 

The allotment letter is awaiting the signature of the Sarpanch, without which the families cannot apply for housing aid from the government. 

We fail to understand such resistance of of one community against another. 70 years since independence and the large sections of nomadic communities still can’t live and experience the freedom that was achieved. Our experience of working with these communities all these years has made us believe that these sections are willingly kept deprived of their fundamental rights. 

A rather tired Bhamrabhai  expresses  his woes.. “it is extremely frustrating and tiring, everywhere we go we face the same challenges and resistance. A dharna in Gandhinagar is the only way to make ourselves heard!!!” 

We are trying your best to ensure that these families attain their rights. We are preparing to take this matter to court while on the other-side we feel taking the matters to court isn’t the solution. There are 60 lakh people awaiting a better life and taking all these matters to court is not the solution to the issues!!
In a country that possesses a rich tradition of charity and welfare, witnessing such hatred for fellow humans is difficult to comprehend. Our society has tradition of building animal shelters, old age homes etc. etc and we can’t help such extremely poor families!!

Hope good-sense prevails and these families soon get the homes they deserve……

‘આ લોકો અમારા ગામના નથી અમારા ગામની સહમતી આ લોકોને પ્લોટ આપવાની નથી છતાં તમે પ્લોટ ફાળવશો તો માથાકુટ થઈ જશે.’

‘પણ વર્ષોથી તમારા ગામમાં રહે છે અને કોઈ સ્વીકારશે નહીં તો એ લોક ક્યાં જશે?’

‘એ અમારે નથી જોવાનું પણ અમે એમને અમારા ગામમાં કાયમ ઘુસવા નહીં દઈએ.’

બનાસકાંઠાના દિયોદર તાલુકાના રાંટિલાગામમાં રહેતા ભરથરી, ગવારિયા અને રાવળ સમુદાયને પ્લોટ ફાળવણી માટે ગામના રાજકીય આગેવાનોનો આવો વિરોધ. 14 પરિવારો આવડા મોટા ગામમાં કામય રહી જાય તોયે ગામને કાંઈ વાંધો આવે એમ નથી છતાં ગામના માથાભારે અને પૈસાવાળા લોકોની આવી ગરીબ માનસીકતા સમજાતી નથી.

મુખ્યમંત્રી થી લઈને કલેકટર, જિલ્લા વિકાસ અધિકારીને ઢગલાબંધ પત્રો લખ્યા. બી.પી.એલ.યાદીમાં આ પરિવારોના નામ છે લક્ષાંક પુરો કરવા કાગળ પર પ્લોટ ફાળવ્યા પણ કબજો આપતા નથી. ખુબ લખ્યા પછી આખરે ગત અઠવાડિયે સર્કલ ઓફીસર અન્ય અધિકારી સાથે જમીનની માપણી કરી આપવા રાંટીલા ગયા. ખુબ માથાકુટ થઈ. સર્કલ અધિકારી ગઢવી સાહેબે કહ્યું, આ ગરીબોને માથે ઘર અપાવવામાં આપણે પહેલ કરવી જોઈએ એની જગ્યાએ વિરોધ યોગ્ય નથી પણ એમનું સાંભળે કોણ. જીવનું જોખમ હતું. માથાભારે લોકો માપણીનો વિરોધ કરતા હતા છતાં સર્કલ અધિકારીએ માપણી કરી. પણ પ્લોટ ફાળવણીના હુકમ પર સહી કરવાની સરપંચે ના પાડી. રાજકીય રીતે દબાણ થઈ રહ્યું છે.

પ્લોટની માપણી ઉપર ભરથરી, રાવળ અને ગવારિયા પરિવારોએ વાડ કરી તો તા.5 જુનના રોજ ગામના એક જુથે આવીને આ વાડ કાઢી નાખી.

પ્લોટ મળ્યાના હુકમ પર સરપંચની સહી થવી જોઈએ પણ તે થતી નથી એટલે આ પરિવારો મકાન સહાય માટે પણ અરજી કરી શકતા નથી. આ પરિવારોના વસવાટ સામે આટલી હદે વિરોધ કેવી રીતે ચાલે. આઝાદીને આટલા વર્ષો થયા છતાં વિચરતી જાતિના લોકો આ દેશના નાગરિક તરીકેના પ્રાથમિક અધિકારોથી વંચિત છે અલબત તેમને વંચિત રાખવામાં આવ્યા છે કે આવે છે. વસાહતના આગેવાન ભમરાભાઈ કહે છે, ‘હવે તો કંટાળ્યા છીએ. દરેક ગામમાં આવા પ્રશ્નો છે. હવે તો ગાંધીનગર જઈને બેસી જઈને એમ થાય છે.’ કોઈની ધીરજની આટલી પરિક્ષા લેવી ઉચીત નથી. આ પરિવારોને તેમનો હક મળે તે માટે VSSM પણ છેવટ સધી પ્રયત્ન કરશે. હાલ તો કોર્ટમાં જવાની તૈયારી કરી લીધી છે.પણ પ્રશ્ન એ થાય છે કે, 60 લાખ લોકોની દરેક વસાહતો માટે કોર્ટમાં જવું એ પણ ઉકેલ નથી. માણસને માણસ માટે પ્રેમ થાય એ જરૃરી છે. ગાયો માટે પાંજરાપોળ કરીએ તો આવા માણસો માટે ઘર કેમ નહીં?

કોઈ વ્યક્તિ માટે કડક વલણ અપનાવવું ના પડે એ માટે ઈશ્વર સૌને સદબુદ્ધી આપે એવી પ્રાર્થના.

પ્લોટની માપણી કરી રહેલા અધિકારીઓ ફોટોમાં જોઈ શકાય છે. માપણીનું આટલું કામ થઈ ગયું પણ કબજો મળતો નથી. આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે પણ ફોટોમાં જોઈ શકાય છે.

Friday, 13 May 2016

One more request to seek permission to commence construction….

 You can see the conditions these families live under….
The 10 Saraniyaa and Vansfoda-Vadee families staying in Chanasma town of Patan district were sanctioned plots on 16/9/2014 through Letter No. 2-3070 to 3080-2014. The order was sanctioned by the District Collector. After the order of allotment the families were also given possession of their plots. Ideally, once the plots are sanctioned and allotted things should begin to move faster but that hasn’t happened for these families who are still awaiting permission from the Chanasma town corporation to proceed with the construction. Its almost 2 years that the family received the plots but they continue to stay in their old shanties. VSSM and the families have made numerous efforts to get the necessary permits to commence  construction but some how our efforts have brought any results, may be the authorities care the leaste!!!!

 We were hoping that this monsoon will be different for these 10 families. In the past they  have battled the elements in their small shanties made of tarpaulin. Had they got the required permits we would have proceeded with the applications to seek support for construction of houses.. but  for now we have no choice but to wait. 

Ironically,  there is this scenario where the government’s welfare funds meant for such underprivileged sections of our society remain under utilised, the bureaucratic nitty-gritties just never allow the needy to access the budgets that are meant to uplift them…..Ultimately its the poor who are at loss and sadly that isn’t something that would  worry the people who govern us or would it?


બાંધકામ માટે મંજુરી મળે તે માટે vssm દ્વારા રજૂઆત કરવામાં આવી.

પાટણ જિલ્લાના ચાણસ્મામાં રહેતા 10 વિચરતી જાતિના સરાણિયા અને વાંસફોડા વાદી પરિવારોને તા. 16-09-2014ના રોજ પત્ર ક્રમાંક નં.જમીન-વશી-2-3070 થી 3080-2014 થી રહેણાંક અર્થે પ્લોટ ફાળવતો હુકમ કલેકટર શ્રી કરવામાં આવ્યો હતો. હુકમ પછી આ પરિવારોને જમીનનો કબજો પણ આપવામાં આવ્યો પણ હજુ સુધી આ પ્લોટ પર બાંધકામ માટેની મંજુરી ચાણસ્મા નગરપાલિકા દ્વારા આ પરિવારોને આપવામાં આવી નથી. જેના કારણે જમીન મળી ગયા પછી પણ તેમને પૂર્વાવસ્થા એટલે કે ઘાસની કે પ્લાસ્ટીકની આડાશો કરીને જ રહેવું પડે છે. બાંધકામ માટે મંજુરી મળે તે માટે ઘણીયે વખત આ પરિવારો અને vssmના માધ્યમથી રજૂઆતો કરી છે પણ કોણ જાણે કેમ તે તરફ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી. 

બાંધકામ માટે મંજુરી મળે તો આ પરિવારો આ મહિનામાં થોડુ ઘણુંયે ઘર ઊભું કરી શકે અને એમ થાય તો ચોમાસામાં તેમની સ્થિતિ ખરાબ થતી અટકે. એક વખત બાંધકામ માટે મંજુરી મળે પછી જ આ પરિવારો મકાન સહાય મેળવવા અરજી કરી શકે અને પોતાની રીતે પણ બાંધકામ શરૃ કરી શકે. જો કે એક બાજુ સરકાર દ્વારા ફળવાતું કલ્યાણકારી યોજનાઓ માટેનું બજેટ વણવપરાયેલું પડ્યું રહે છે ત્યારે બીજી બાજુ આવા વંચિત પરિવારો યોજનાની મદદ સરકારી આંટીઘૂંટીના કારણે લઈ શકતા નથી. ખેર પ્રજાના ભાગે બસ વિનવણી જ લખાયેલી છે જે આ પરિવારો અને અમે કરી રહ્યા છીએ.

હાલમાં આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે ફોટામાં જોઈ શકાય છે. તેઓ મંજૂરી મળે એની રાહ જોઈ રહ્યાં છે.

Monday, 11 April 2016

Nomadic families receive cheques (government aid) for housing…..

the nomadic families holding the
cheques they received..
133 nomadic families living in Banaskantha’s Juna Deesa have been building their houses with the combined support of Government and VSSM as well as some of their small savings. It should be noted that the government’s aid reaches these families in three instalments and there are certain criterion that need to be fulfilled before the each instalment cheques are released. The first instalment for all these families was released a couple of months ago. 

On 5th April 22 families received second instalments amounting to Rs. 15,000 each and 39 families received second instalment payments amounting to Rs. 42,000.  Ironically, 67 of these families are entitled to receive 45,000 as government housing aid while the remaining of them will receive Rs. 70,000. The difference is due to the timing of the applications made. The families are receiving the instalments at the same time but since their applications were submitted in different period it has resulted into the discrepancy in the total amount of aid sanctioned to each family. 

In year 2014 the government increased the available support under the Pandit Deendayal Awas Yojna to Rs. 70,000 which earlier was just Rs. 45,000. The increase was consequent to the numerous appeals made by VSSM on the challenges of constructing a livable  house in amount as less as Rs. 45,000. The applications filed before the new regulation came into effect receive Rs. 45,000 where as the ones who applied after the modification receive Rs. 70,000. 

We have made numerous appeals to the concerned  local authorities to consider increasing the amount since the sanction of all these applications was after the new regulation came into effect. But it seems the local officials are finding it difficult to comprehend the challenges a family faces in building a decent abode in amount as  less as Rs. 45,000!!! The answer we are always given is “we can’t do that!!”

Nonetheless, we are thankful to the government for the land and whatever amount it has sanctioned to enable building a house for these families living under abject poverty…..

વિચરતી જાતિના લોકોને મકાન સહાયના ચેક મળ્યા.
બનાસકાંઠાના જુના ડીસામાં રહેતા 133 વિચરતા પરિવારો પોતાના ઘરો બાંધવાનું કામ વિચરતા સમુદાય સમર્થન મંચ અને સરકારની મદદથી કરી રહ્યા છે. આ પરિવારો પોતે પણ નાની નાની બચત કરીને ઘર બાંધકામમાં આ રકમ ઉમેરતા જાય છે.
સરકાર દ્વારા ત્રણ હપ્તામાં આ પરિવારોને મકાન સહાય ચૂકવાય છે જેમાંનો પહેલો હપ્તો બધાને મળી ગયો હતો. તા.5 એપ્રિલના રોજ 22 પરિવારોને 15,000 લેખે તથા 39 પરિવારોને 42,000 લેખે બીજા હપ્તાના ચેકની ચુકવણી થઈ. મુળ તો 133માંથી 67 પરિવારોને 45,000 મકાન સહાય મળી અને બાકીના પરિવારોને 70,000 લેખે મકાન સહાય ચુકવાશે. સરકારની કેટલીક આંટી ઘૂંટીઓ એવી છે જે સરળતાથી સમજાતી નથી. જેમ કે આ મકાન સહાયની રકમની બાબત જ લઈએ તો. મકાન સહાય જે રુ.45,000 પ્રમાણે ચુકવાતી હતી તે વખતે 67 નટ પરિવારોએ મકાન સહાય મેળવવા અરજી કરી અને તેમને 45,000 પ્રમાણે મકાન સહાયના હપ્તા ચુકવાયા. 45,000 ઘર બાંધકામ માટે ખુબ નાની રકમ કહેવાય એટલે એ વધે એ માટે રજુઆતો પછી રકમ વધીને 70,000 થઈ અને બાકીના પરિવારોએ આ રકમ વધારા પછી અરજી કરી એટલે એમને 70,000 પ્રમાણે હપ્તા ચુકવાયા.
ઉપરોક્ત ચેક વિતરણમાં રકમ સંદર્ભે જે ફેરફાર દેખાય છે. તે સરકારી સ્તરની આ ગરબડ છે. નવી વધારેલી રકમ પ્રમાણે જે પરિવારોના મકાનનું કામ ચાલુ છે તે તમામ પરિવારોને મકાન સહાય ચુકવાય તો આ પરિવારોને ઘણો ફાયદો થાય. અમે રજૂઆતો પણ કરી પણ કોણ સાંભળે.. અમે ના કરી શકીએ બસ એક જ જવાબ..
ખેર જમીન મળી અને જે પણ મકાન સહાય મળી તે માટે સરકારનો આભાર..
ફોટોમાં મકાન સહાયના બીજા હપ્તા સાથે વિચરતા પરિવારો.


Friday, 1 April 2016

VSSM appeals the authorities to expedite the process of sanctioning the assistance for housing….

The pictures reflect the conditions under which
these vansfoda vadee families survive
On 1st November 2011 the state government sanctioned residential plots to  the vansfoda Vadee families living in Banaskantha’s Kankrej block ironically though, these families are still awaiting assistance from the government to begin construction of houses  on the allotted plots to them almost. VSSM team and the families have made numerous requests and continuous follow up to the issue but every time the answer that they receive from the concerned authorities is that they do not have grant to release!! Such replies make us wonder ‘if during the past 4 years no houses have been built under the Indira Awas Yojna in the village of Kankrej??’ It is hard to believe that there is such severe lack of funds. The picture below reflects the current living conditions of the families awaiting government aid to begin construction of their houses….

We have made one more appeal for an immediate release of housing funds for these families.. hope the authorities pay heed to the request this time

વાદી પરિવારોને ઝડપથી મકાન સહાય મળે એ માટે vssm દ્વારા રજૂઆત કરવામાં આવી..
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણગામમાં વાદી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા તા.૧ નવેમ્બર ૨૦૧૧ના રોજ રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા હતા. પણ પ્લોટ પર મકાન બાંધવા મકાન સહાય આજ દિન સુધી આપી નથી. આ સંદર્ભે અમે ખુબ રજૂઆતો કરી છે પણ ગ્રાન્ટ ના હોવાનું દરેક વખત સ્થાનિક અધિકારી દ્વારા કહેવામાં આવે છે. જાણે ૨૦૧૧ થી ૨૦૧૬ સુધીમાં કાંકરેજમાં ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત કોઈ મકાન જ નહિ બન્યા હોય? ગ્રાન્ટ નથી એ વાત તદન અયોગ્ય છે. આ પરિવારો ખુબ ખરાબ હાલમાં રહે છે એ જે સ્થિતિમાં રહે છે જે જોઈ શકાય છે. 

આ પરિવારોને તત્કાલ મકાન બાંધકામ માટે સહાય મળે એ માટે રજૂઆતો કરી છે જોઈએ પરિણામ ક્યારે આવે છે. 

Monday, 28 March 2016

Construction of 38 homes of Vadee families hits a roadblock….

the ongoing construction of houses and sanitation blocks...
The efforts of VSSM resulted into allotment of residential plots to 155 Vadee ( Snake charmer) families in Surendranagar’s Dhangadhra town, the construction on the plots commenced with the support of VSSM and government. Currently construction is under progress for 115 houses each adjoined with a sanitation block. However, construction has reached a roadblock for 30 families whose allotted plots lie too close to the passing railway  line. The railway authorities have stalled the construction while  plots of 8 families are situated on the low laying areas facing fear flooding during monsoons. So their works have also come to a halt. 

We have presented the cases of these 38 families to the concerned authorities and are awaiting their response. It has to be seen whether it takes years or weeks for the officials to find a resolution to these pending  issues. 
As the construction of roofs get underway, 
VSSM and Government aided  houses in dhrangdhra
near completion

vssm અને સરકારની મદદથી બંધાઈ રહેલાં ૧૫૩ વાદી પરિવારોના ઘરોમાંથી ૩૮ ઘરોનું કામ ઘોંચમાં પડ્યું

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં વાદી સમુદાયના ૧૫૫ પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફાળવાયા છે. આ પરિવારોના ઘરના બાંધકામમાં vssm સાથે સંકળાયેલા સૌ સ્નેહીજનોના કારણે નિમિત્ત બનવાનું થયું છે. સરકાર પણ પ્રત્યેક પરિવારને રૂ.૪૫,૦૦૦ આપી છે. 
આમ થોડી સરકારી આંટીઘૂંટીની વચમાં હાલમાં ૧૧૫ ઘર અને સેનિટેશન યુનિટનું બાંધકામ ચાલી રહ્યું છે. જયારે ૩૦ પરિવારોના પ્લોટની બાજુમાંથી રેલ્વે લાઈન જતી હોવાના કારણે રેલ્વે વિભાગ દ્વારા મકાન બાંધકામની ના પાડી છે જયારે ૮ મકાનો ખાડામાં છે. એટલે એમના કામો થયા નથી. 

આ ૩૮ પરિવારોના ઘરો પણ બને એ માટે અમે સરકારમાં રજૂઆતો કરી છે જોઈએ હવે આ પ્રશ્ન પંચવર્ષીય યોજનાની જેમ ઉકેલાય છે કે લાગણી રાખી તત્કાલ ઉકેલાય છે!
હાલમાં બંધાઈ રહેલાં ઘરો અને સેનિટેશન યુનિટ ફોટોમાં જોઈ શકાય છે.