Keshuben's before living condition... |
15
years. Amrabhai is an alcoholic and shared no financial burden hence the sole
it became Keshuben’s sole responsibility to run the household. Keshuben took up
petty menial jobs to earn living. The family survived in a shanty that
would fall apart every monsoon. After each monsoon Keshuben was required to
spend her hard earned money on refurbishing the roof of her shanty. One day
Keshuben narrated her plight to VSSM’s Shardaben who requested VSSM for extending support of
Rs. 25,000 to Keshuben.
Keshuben suggested that instead of giving the money to her they be paid directly to the vendor from whom the building material was to be sourced as she feared that her alcoholic husband would take away that money and waste it on his drinking. Hence VSSM followed her instructions and made payments to the vendor suppling the construction material and Keshuben bared the cost of labour and masons. Keshuben who until now had always lived in a shanty moved to stay in a proper pucca house of her own.
Keshuben's after living condition... |
One day Amrabhai asked her, “VSSM has made this
house for you, what do you want from me??
Keshuben was very quick to reply, “ Give up
alcohol, that is all I want from you.” True to his word Amrabhai has given up
his habit of drinking. The couple now work as labourers and share the
responsibility of running the household.
“ It is 15 years after marriage that we are
experiencing the bliss of being married!!” shared Keshuben to VSSM’s team
member.
We are grateful to all our donors who help us
spread joy in lives of individuals like Keshuben.
Before and After pictures of Keshuben with her
home….
સરાણિયા
કેશુબેનનું VSSMના માધ્યમથી નવું
ઘર બન્યું.
બનાસકાંઠાના
વાડિયાના દીકરી કેશુબેનના દીદેડા
ગામમાં રહેતા અમરાભાઈ સરાણિયા
સાથે પંદર વર્ષ પહેલા
લગ્ન થયા. બંને પતિ
પત્ની છાપરામાં રહેતા હતા. પતિ
દારુ પીવે, કમાય નહિ,
ઘર ચલાવવાની જવાબદારી કેશુબેનના માથે. છાણવાસિંદા કરી
પોતાનું ગુજરાન ચલાવે. ચોમાસું
આવે એટલે છાપરું તૂટી
જાય અને નવું છાપરું
બનાવામાં જે થોડી ઘણી
બચત કરી હોય એ
ખર્ચાઈ જાય. કેશુબેને પોતાના
બધા જ દુખની વાત
VSSMના કાર્યકર્તા શારદાબેનને કરી એટલે VSSMની
ટીમએ પચીસ હજાર રૂપિયાની
સહાય આપવાનું નક્કી કર્યું. કેશુબેને
કહ્યું કે “ઘરે પૈસા
આપશો તો ઘરવાળો લઇ
લેશે બહેન” એટલે પૈસા
સીધા દુકાનદારને આપ્યા અને પતરાં,
ઇંટો, રેતી, સિમેન્ટ, પાઈપો
એ બધો સામાન સીધો
કેશુબેનને ત્યાં પહોંચ્યો. ઘર
બાંધકામમાં પોતે અને કડિયાને
મહેનત કરીને પોતે પૈસા
આપ્યા આમ મજુરી કરી
ઘર ઉભું કર્યું. કેશુબેન
પોતે હમેશા છાપરામાં જ
રહ્યા હતા.
હવે,
પોતાની કહી શકાય એવી
છત માથે છે. એમના
પતિ અમરાભાઈ એ કેશુબેનને કહ્યું
કે “બહેનએ તો ઘર
બનાવી આપ્યું તો હવે
હું તને શું આપું?”
કેશુબેનએ કહ્યું કે “દારુ
છોડી દો બસ..” અને
અમરાભાઈ એ એજ ઘડીએ
દારુ છોડ્યો. હવે બેય પતિ
પત્ની સાથે મજુરી કરે
છે અને કહે છે
કે “પંદર વર્ષ ના
લગ્ન જીવન પછી પહેલી
વાર સાથે ખુશ છીએ”.
VSSMના
માધ્યમથી અને સૌ સ્વજનોની
મદદથી કેશુબહેન જેવા ઘણા પરિવારોને
મદદરૂપ થઇ શક્યા જે
માટે અમે સૌના આભારી
છીએ.
પહેલા
ફોટામાં કેશુબેન એમના જુના છાપરા
સાથે અને બીજા ફોટામાં
પોતાના નવા મકાન સાથે..