Wednesday 23 May 2018

Ravaba Raval begins the construction of his dream house with the help of VSSM...

Ravaba Raval sharing his feelings with VSSM Co-ordinator
Naran Raval
The current living condition of Ravaba Raval

From many years Ravaba Raval and his wife lives in Khimana village in their small shanty. Ravaba would be approximately 70 years old. His wife would be of the same age. They spent their whole life as daily wage labourer. They had grown up their sons and got them married. However, by the time their son’s families were growing, they chose to move to other shanty and even moved to cities for work. At this age, Ravaba and his wife both have to do labour work and that’s how they spend their life. 


‘Whole life we were struggling for having our own pucca house, but if our poverty leads us every day by not even able to have a single meal, how can we even think of having pucca house?
Our field worker Naranbhai was aware of this situation. He went to meet Ravaba and he had tears in his eyes by listening to Ravaba’s situation.
The house of Ravaba Raval is under construction
with the help of VSSM


Winter and summer used to pass by but in monsoon time, when roof is filled with rain water, he had to survive by covering with umbrella or a plastic on his head. Such a tough life!

In that too, when floods came it shattered the mud-clay wall of their house. They had no hope to have own pucca house.

Plot was given to him, but he didn’t receive any help for house. For which Naranbhai had applied months ago but our system…

On one hand the fund earmarked for housing, is not being used and on other hand, a man who desires to stay in his pucca house before he dies, is not getting any help.
At present, with the help of well-wishers, we have helped him by giving Rs. 50,000 and construction of his house has begun. With that, we have even applied to Social Welfare Department asking for quick help.
When we were leaving, Ravaba expressed his gratitude by, ‘Thank you so much for helping to build our house.’
We couldn’t meet Ravaba’s wife, she had gone to do labour work at that time. How can such physically weak people manage to work at this old age? By thinking that I feel sorry.

રવાબા #રાવળ અને એમના પત્ની #ખીમાણા ગામમાં વર્ષોથી છાપરું બાંધીને રહે. રવાબાની ઉંમર સેહેજેય 70 ઉપરની હશે. એમના પત્નીની પણ એજ ઉંમર. મજૂરી કરી જીવન ગુજારે. દીકરા ખરા એમને મોટા કરી પરણાવ્યાં. પણ દીકરાઓનો સંસાર મોટો થતા એમણે અલગ છાપરાં વળ્યાં ને કામ માટે બહારની વાટ પણ પકડી. રવાબા ને એમના પત્ની આ ઉંમરે મહેનત કરે ને જીવે.

આખી જિંદગી પાકું ઘર મળે એ માટે મહેનત કરી પણ રોજ તાવડી તડાકા લેતી હોય ત્યાં ઘર તો કેમ થાય?
નારણ અમારા કાર્યકરના ધ્યાને આ વાત આવી. એ રવાબા ને મળવા ગયો ને રવાબાએ જે કહ્યું એ સાંભળીને આંખ ભીની થઇ ગઈ.
શિયાળો, ઉનાળો તો નીકળી જતો પણ ચોમાસામાં છાપરામાં પાણી પડે એટલે ખાટલા માથે છત્રી કે મિણીયુ ઓઢી બેસી રહે. કેવું મુશ્કેલ જીવન.
એમાં પૂરમાં ગાર માટીમાંથી બનાવેલી છાપરાની દીવાલ પડી ગઈ. ઘરની આશ હવે રહી નહોતી.

પ્લોટ એમને ફળવાયો હતો પણ મકાન સહાય મળી નહોતી. જે માટે મહિનાઓ પહેલા નારણે અરજી કરી પણ તંત્ર... 
એક બાજુ ફળવાયેલા પૈસા વપરાતા નથી ને બીજી બાજુ જેને મરતા પહેલા એકવાર પોતાના અને એય પાકા ઘરમાં રહેવાની હોંશ છે એને સહાય આપતા નથી. 
અમે હાલ તો સૌ શુભેચ્છક સ્વજનોની મદદથી 50,000 ની સહાય આપી ઘર શરુ કરાવી દીધું છે સાથે સમાજ કલ્યાણમાં પણ ઝટ મકાન સહાય આપે એની રજૂઆત કરી છે. 
'ઘર બનાબ્બમાં મદદ કરી તમારો ખુબ ઓભાર.' એવું રવાબા ને મળીને નીકળતા એમણે કહ્યું. 
રવાબા ના પત્ની ના મળ્યા એ મજૂરીયે ગયા હતા. આવા અશક્ત માણસો કેવી રીતે કામ કરતા હશે? એ વિચારીનેય જીવ બળી ગયો.

#વિચરતીજાતી #nomadictribes #home #mittalpatel #nomadaofindia #banaskantha #Flood

No comments:

Post a Comment