Monday 14 May 2018

Kudos to DivaMa Bharthari's generosity and selflessness...

DivaMa Bharthari sharing their feelings with Mittal Patel
‘We have been wandering since ages, I swear to God, I have no idea since how many years I have been living here in Dhanera. When I was brought here, there were only a railway station, a fenced field and few farmers were living here. Nothing else was there in Dhanera. We didn’t have our own house, we used to live in a small hut. Since last 10 years we had this brick-mud house and that too was destroyed by flood waters. Nothing was left.’  

The house of DivaMa Bharthari is under construction with the
help of VSSM
DivaMa Bharathri lives in Dhanera. After a lot of struggle this kachcha house was built and it shattered in this floods. Whatever they had, to make that even it took years and now making all new again on their own seems very difficult.

We are helping to the families of Bajaniya, Bharathri, and Vansfodavadi commuinties, whose houses were destroyed in floods. The help of Rs. 50,000 was given to each family. So DivaMa also received help of Rs. 50,000 to build her house.

Three days back, I went to Dhanera to see construction process of Diva ma’s house and others as well. I asked Diva ma, ’Your house is being made, are you liking it?’

‘Yes of course, who would not like it. We are really happy seeing that’

By listening this words of Diva ma, Mukeshbhai standing near to me said, ‘Ben, Diva ma gave this house to her brother-in-law’s son.  All money you gave, that too she gave it to him. Hence Diva ma is still deprived of having her own house.’

‘Why is so? We gave money to build your own house and you gave that to someone else. This doesn’t seem alright.’

‘Ben, he doesn’t have a place to stay. He is a son of my brother-in-law. His parents are no more, hence I have brought him up like my own son. He was also wandering without own house like me.  

His shanty was shattered in floods. We wanted to submit his application to organisation too but Maheshbhai said that organisation is out of money so we couldn’t proceed. But I that, ‘My house will be made and his won’t, then I would feel myself selfish, so I gave this house to him.’

By reading this you will be proud of Diva ma, Right?

These people are financially poor but morally very high and rich. Diva ma has her own one son; with whom she is staying right now under one roof. She didn’t think of even having this house for her own son. From my perspective she is a real guardian.

When she was asked in a video about, ‘How happy she is, by looking at her house being built,’ then she even said, she is very happy. If you will see video, you won’t even realise, that her house is not being made but it’s for her nephew. But her joy was so pure, as if her own house is being built. 

She cared more for others then her own self. This is truly her mightiness, we salute to her generosity and selflessness. 

'અમે તો પેલ્લેથી રખડતા ભગવોનની સોગન મન કોય ખાત્રી જ નહીં ક ચેટલા વરહથી ઓય (ધાનેરામાં) રેતી. ધોનેરામાં એક રેલવે ટેશન હતું એ વખતે મન ઓય લાયેલી બીજુ કશુય નતું. એક વોરવાડ હતી, એક કણબીઓ રેતાતા. બીજુ કોય નતું. અમારુ ઘરબર કોય નતું. ઝૂંપડાંમોં રેતાતા. દોહ (દસ) વરહથી ઈંટાળા માંડ્યોતા તે આ પોણી આયું તે ઈટાળાનય લઈ જ્યું હોમું ન હોમું. કોય ના રાસ્યુ.’

દીવા મા ભરથરી ધાનેરામાં રહે. પુરમાં માંડ માંડ ઈંટ માટીથી બનાવેલું ઘર સાવ જમીનદોસ્ત થઈ ગયું. જેટલું બનાવ્યું હતું એ બનાવતાય વર્ષો નીકળી ગયા હતા ત્યાં નવેસરથી પોતાનીરીતે બનાવવું તો અઘરુ હતું.
અમે ધાનેરામાં રહેતા અને જેમના ઘરો પુરના કારણે રહેવા લાયક નથી તેવા બજાણિયા, ભરથરી અને વાંસફોડાવાદી પરિવારોના ઘરો બનાવવામાં 50,000ની ઘરદીઠ મદદ કરી રહ્યા છીએ. દીવામાને પણ એમનું ઘર બનાવવા 50,000ની મદદ કરી.

ત્રણ દિવસ પહેલાં ધાનેરા ગઈ ત્યારે દીવામાનું ને અન્યોના ઘરોનું બાંધકામ કેવું ચાલે છે તે જોવા ગઈ. દીવા માને પુછ્યું, ‘ઘર બની રહ્યું છે તે ગમે છે?’

‘હોવ કુન ના ગમ. અસલ બહુ રાજી બેન.’
દિવામા ના આ શબ્દો સાંભળી બાજુમાં ઊભેલા મુકેશભાઈએ કહ્યું, ‘બેન દિવામાએ આ ઘર એમના જેઠના છોકરાંને આપી દીધુ છે.તમે આપેલા પૈસા પણ એમણે એને આપ્યા. એટલે દિવા માનું ઘર નથી થયું.’
‘અરે એમ કેમ? અમે તો તમારા ઘર માટે તમને પૈસા આપ્યા હતા અને તમે આમ બીજાને આપી દો એ ના ચાલે.’

‘પણ બેન એની પાહે રેવા જેવું કોય નતું. મારા જેઠનો સોકરો હ. મા- બાપ કોય નતા એટલ પેલણથી મારી કને મારા સોકરાં ઘોડે જ મોટો થ્યો હ. એય ઘર વગરનો રખડ ન મુએ રખડું. ઈનીએ ઓયડી પડી જી પુરમોં. ઈનુંય ફોરમ તમારી કને મુચવુંતું પણ મહેશભઈ(સંસ્થાના કાર્યકર) એ કીધુ ક પૈસા પતી જ્યાં એટલ રેવા દીધું. પણ મન ઝપ ના વળી. મારુ ઘર થાય ન ઈનું ના થાય તો મુ સ્વારથી કેવઉં એટલ આ ઘર ઈન આલી દીધુ.’

બોલો વાંચીન દીવા મા પ્રત્યે માન વધી જાય ને?
આ માણસો આર્થિક રીતે ગરીબ પણ એની અમીરી અને સમજણ ભલભલાને આંટી દે એવી. પાછા આ દિવામાને એક દીકરો છે જેની સાથે એ છાપરાંમાં રહે છે. પોતાના દીકરા માટેઆ ઘર એવો વિચારેય દિવામાને ના આવ્યો. મારી દૃષ્ટિએ આજ ખરા પાલક કહેવાય. 
વળી પાછુ ઘર મળ્યા પછી હરખ છે એવું મે પુછ્યું તો ખુબ રાજી એવી વાત એમણે વિડીયોમાં કરી. વિડીયો જોશો તો ખ્યાલ પણ નહીં આવે કે દિવામાનું ઘર નથી થઈ રહ્યું ઘર તો તેમના ભત્રીજાનું થઈ રહ્યું છે. પણ હરખ પોતાનું જ ઘર થયું હોય એવો એમને છે. 
પોતાના જણ્યાની ચિંતા કરવાની જગ્યાએ પારકાની ચિંતા એમણે કરી. ખરે જ આ એમની મોટાઈ ને તેમની આ મોટાઈ ને સમજણને અમારા પ્રણામ.

#MittalPatel, #VSSM #Bharatharicommunity #happiness #storiesofcourage#VSSMforNomads #Nomdiccommunity #lifestories #Bharthari

No comments:

Post a Comment