Mittal Patel visited devipujak families of Ablouaa village |
My work brings me in contact with numerous individuals and families living a life of deficits. And there are some whose pain and poverty shake you to the core.
The Devipujak families of Ablouaa village stay on government wasteland in shanties made from upcycled tin containers. An encroachment clearance drive had also erased their homes once, right in the middle of chilly winters. And on the same night, there were winter rains.
It was a heart-wrenching moment when I met these families for the first time, wet and shivering in the bitter cold under the open sky.
VSSM’s Mohanbhai, Sureshbhai and Dhrmabhai always stood along with these families. They immediately provided relief material, but the resolve now was to find a spot they can call their own. They filed an appeal to the government, obtained all the missing documents. I had pledged to not rest in peace until we have plots for these families.
Finally, as a result of the sensitivity of District Collector and the District Development Officer and the compassion of our Chief Minister who continuously follows-up on pending matters, 14 families of Ablouaa village received residential plots.
The years and centuries-old dream of finding a permanent address finally became a reality. And we were so over-joyed as if the plots were allotted to us.
Our best wishes will always surround these families. We hope all the homeless families receive homes under our Prime Minister’s pledge of Housing for All.
We are grateful for the support of our well-wishers and authorities.
પાટણ વહીવટીતંત્રનો આભાર...
તકલીફમાં ને અભાવમાં રહેતા વિવિધ પરિવારોને નીત મળવાનું થાય..
પણ એમાં કેટલાકની તકલીફો આપણને હચમચાવી નાખે તેવી હોય..
પાટણના અબલૌઆગામમાં રહેતા દેવીપૂજક પરિવારો સરકારી જગ્યામાં પતરાનાં ડબ્બા ખુલ્લા કરી તેમાંથી બનાવેલા છાપરાંમાં રહે.
સરકારી જગ્યામાં દબાણ ખુલ્લુ કરવાનું હોવાથી એકાદ વર્ષ પહેલાં ભર શિયાળે એમના છાપરાં તોડી પડાયેલા.
છોપરાં તુટ્યા એ ઓછુ હતું તે તેજ દિવસે રાતના વરસાદ પડ્યો.ભયંકર સ્થિતિ એ વેળા નિર્માણ થયેલી.
સાવ ખુલ્લામાં કકડતી ટાઢમાં ઠરતા આ પરિવારોને હું પહેલીવાર મળી.
અમારા કાર્યકર મોહનભાઈ, સુરેશ, ધરમાભાઈ તો આ પરિવારોની પડખે સતત ઊભા હોય. તત્કાલ રાહત પહોંચાડવાનું તો કર્યું પણ હવે નિર્ધાર પોતાની માલીકીની જગ્યાનો હતો. સરકારમાં રજૂઆત કરી. ખુટતાં તમામ ડોક્યુમેન્ટ કઢાવ્યા.
એમને મળી ત્યારે તમને સરનામું નહીં મળે ત્યાં સુધી ઝંપીશું નહીં એવો નિર્ધાર કરેલો.
આખરે કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ પ્રાંત કલેક્ટર શ્રીની સંવેદનાના લીધે તેમજ આપણા મુખ્યમંત્રી શ્રીની લાગણી અને તેમના દ્વારા લેવાતા સતત ફોલોઅપથી અબલૌઆના 14 પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા..
પોતાના સરનામાંનું વર્ષોનું - આમ તો સદીઓનું સ્વપ્ન સાકાર થયું.. અમને તો જાણે અમને પોતાને જગ્યા મળી હોય એવો હરખ થયો..
આ પરિવારોને ઘણી શુભેચ્છા.. આશા રાખીએ ઘરવિહોણા આવા તમામ પરિવારોને આપણા વડાપ્રધાન શ્રીના સ્વપ્ન મુજબ ઘર મળે. ને એ ઘરે ફળે પણ ખરુ...
મદદ કરનાર સૌ સ્નેહીનોનો, અધિકારીગણનો આભાર...
#MittalPatel #vssm #housing
#home #dream #nomadicfamilies
#nomadicfamilies #humanity
#humanrights #human
The current living condition of nomadic families |
The current living condition of nomadic families |
Nomadic families recieved their documents to residential plots |