Mittal Patel visits Sherkhanbhai's house in benap |
“I took this house, postponing the marriage of my young daughter, to preserve your honor. Isn't your soul happy to see the house?”
The Lions Club of Shahibaug gave Rs 50,000 to each of the twelve families including Sherkhanbhai to build a house in Benap. We know that a house cannot be built in fifty thousands rupees.. But if the person himself adds money, the fun of living in that house will be much more.
We said at the time, “Take time but build a nice house”.
Sherkhanbhai, Mashruba, Chhatrabhai sold the plastic pots and buckets and saved each single rupee at a time to make a nice house as seen in the photo.
However, in the meanwhile, when he got tired, we did a little help of seven thousand again. While helping on that, We said again, 'If you don't finish the house, no one will trust us and no one else will give you help in future.”
He understood this very well .. He spent about three lakhs in one house and built a nice house.
When I went to Benap, he held my hand and took me to his house. He showed how he has built and decorated the house. Love to all these families ..
We always thank all the supporters. But these families paid the value of our trust.
Greetings to the members of Lions Club of Shahibaug who helped you.
The beautiful house seen in that photo was built by three families of Vansfoda..
વાત બેણપથી...
'તમારુ મોન જળવાય એ હાતર મારી જુવાન છોડીના લગન કરવાનું હાલ મોડી વાળીન્ મીએ આ ઘર કીધુ. તમારો આતમા ઘર જોઈન રાજી થ્યો ક નઈ?'
બેણપમાં રહેતા શેરખાનભાઈ ને એમના જેવા બીજા 12 પરિવારને ઘર બાંધવા માટે લાયન્સ ક્લબ ઓફ શાહીબાગે પ્રત્યેક પરિવારને પચાસ હજાર આપેલા. અમે જાણીએ પચાસ હજારમાં ઘર ન બંધાય. પણ વ્યક્તિ પોતે પણ પૈસા ઉમેરે તો એ ઘરમાં રહેવા જવાની મજા જ કાંઈ ઔર થઈ જાય..
અમે એ વેળા કહેલું, 'સમય લેજો પણ ઘર સરસ બાંધજો'તે શેરખાનભાઈ, મશરૃબા, છતરાભાઈએ તો પ્લાસ્ટીકના તબકડાં ને ડોલો વેચી એક એક પાઈ ભેગી કરીને ફોટોમાં દેખાય એવા સરસ ઘર બનાવ્યા.
જો કે વચમાં એ થાકેલા ત્યારે સાત સાત હજારની નાની મદદ ફરી કરેલી. આ નાનેરી મદદ કરતી વેળા ફરી કહેલું,
'ઘર પુરુ કરજો નહીં તો કોઈ આપણા પર ભરોષો નહીં કરે ને બીજા કોઈ ગરીબને મદદ નહીં મળે'
બસ આ વાત એમણે બરાબર સમજી..
ત્રણ લાખ જેટલો ખર્ચ એક એક ઘરમાં એમણે કર્યો ને સરસ ઘર બનાવ્યા.બેણપ ગઈ ત્યારે હાથ પકડીને પોતાના ઘરમાં લઈ જઈને ઘર કેવા બનાવ્યા ને કેવા સજાવ્યા એ એમણે બતાવ્યું.. સાથે તમારુ મોન જાળવ્યું એવું પણ કહ્યું..
આ કાર્યમાં અમારા કાર્યકર ભગવાન આ પરિવારોને સતત પીઠબળ પૂરું પાડે માટેજ આ શક્ય બન્યું ..
આ બધા પરિવારોને પ્રેમ..
મદદ કરવાવાળાનો તો હંમેશાં આભાર હોય. પણ અમારી જીભાનની કિંમત આ પરિવારોએ બરાબર પાળી...
આપને મદદ કરનાર લાયન્સ ક્લબ ઓફ શાહીબાગના સભ્યોને પ્રણામ..
#MittalPatel #vssm #housing
#house #dreamhome #dream
#lionsclub #nomadicfamilies
#denotifiedfamilies #Banaskantha
Nomadic women in their new home |
The beautiful house built by the Vansfoda families |
Sherkhanbhai Vansfoda with his family members |
No comments:
Post a Comment