Mittal Patel meets Vansfoda families of Patan |
The government has made special provisions and budgetary allocations to ensure its pledge of housing for all by 2022. The Panchayat Raj Department has also passed a mindful resolution to make this pledge a reality. According to the resolution, if the name of any family eligible to receive a plot in the village remains unregistered in the Panchayat Register, the respective revenue officer and Circle Inspector will be held responsible for the gaps. The TDO will also have to take a certificate from the Circle Officer that assures that the register is duly maintained.
If this provision is implemented properly no family will remain homeless, also it is the citizens' responsibility to ensure this resolution is put in practice.
We have started providing the lists and applications of homeless families in our contact, to the respective District Collectors. As a result, excellent work has begun happening at the grassroots.
Recently, the land committee approved the allocation of plots to 4 Vansfoda families of Patan’s Vadu village.
The collector of Patan is an extremely humble human being. In a recent meeting, he assured to call a special meeting to review and speed up the applications.
It is a well-known fact when the political and administrative wings join forces the outcome is always worthwhile. We are expecting similar wonders in this aspect too.
We are grateful to the Collector, the administration and the Government for their proactiveness.
The images shared here are of the families who will soon have plots of their own, within two years this reality will be different for all these families.
2022 સુધીમાં ઘરવિહોણા તમામ પરિવારોના ઘર થાય એ માટે સરકારે અલાયદુ આયોજન અને બજેટ ફાળવ્યા છે.
આ આયોજનના ભાગરૃપે પંચાયત વિભાગે એક સુંદર ઠરાવ કર્યો છે. જે મુજબ ગામમાં પ્લોટ મેળવવાને પાત્ર એક પણ કુટુંબનું નામ પંચાયતના રજીસ્ટરમાં નોંધાયા વિનાનું રહી જશે તો તે અંગે સંબધકર્તા તલાટી કમ મંત્રી અને સર્કલ ઈન્પેક્ટરને અંગત રીતે જવાબદાર લેખવામાં આવશે.ટીડીઓ શ્રીએ પણ સર્કલ ઓફીસર પાસેથી રજીસ્ટર્ડ બરાબર નિભાવાય છે તે મુજબનું પ્રમાણપત્ર લેવાનું રહેશે.આ જોગવાઈનો બરાબર અમલ થાય તો એક પણ વ્યક્તિ ઘર વગરનો ન રહે.. વળી આ ઠરાવનો અમલ કરાવવાની જવાબદારી પ્રજા તરીકે આપણી..
હાલમાં અમે જુદાજુદા જિલ્લા કલેકટર શ્રીને ઘર વિહોણા અમારા સંપર્કમાં હોય તેવા પરિવારોની યાદી વિધીસર દરખાસ્ત સાથે આપી છે. જેના લઈને કેટલાક જિલ્લામાં કલેક્ટર શ્રી દ્વારા ઉત્તમ કાર્ય થવા માંડ્યું છે.
તાજેતરમાં જ પાટણના વડુમાં રહેતા 4 વાંસફોડા પરિવારોને પ્લોટ આપવાનું લેન્ડ કમીટીએ નક્કી કર્યું..
પાટણ કલેક્ટર શ્રી બહુ ભલા વ્યક્તિ છે. તમની સાથે થયેલી બેઠકમાં એમણે તમામ અરજીઓ પર જરૃર પડે એક બેઠક બોલાવી યોગ્ય કરવાની અમને ખાત્રી આપી.. રાજકીય પાંખની કટીબદ્ધતા દેખાય છે. બસ વહીવટી પાંખ એમાં જોડાય તો ઘણું સુંદર કાર્ય થાય..
કલેક્ટર શ્રીનો ખુબ આભાર..અમણે જે પરિવારોને રહેવા પોતાની જગ્યા આપી તે હાલમાં જે સ્થિતિમાં રહે છે તે ફોટોમાં જોઈ શકાય છે. આ સ્થિતિ બે વર્ષમાં બદલાશે..મદદ કરનાર અધિકારીગણ, સરકારનો આભાર...
#MittalPatel #vssm #housing
#house #government #Gujarat
#nomadic #denotified #વિચરતા
#dreambig #dream #social
The Vansfoda families who will soon have plots of their own |
The current living condition of nomadic families |
No comments:
Post a Comment