Mittal Patel remained present at the Bhoomi Poojan ceremony. |
Bhoomi Poojan
The government recently allotted residential plots to 159 families belonging to nomadic and de-notified communities and living on the wasteland in Rajkot’s Gondal town. The families will now proceed to plan for the construction of houses over the allotted plots. However, given the current construction rates it is difficult to accomplish construction of a decent house including a sanitation unit in Rs. 1.5 lacs.
Since the beginning, VSSM aids house construction for impoverished families. On insistence of Rajkot’s Additional Collector Shri Rameshbhai Aal, VSSM has taken upon itself the responsibility of supporting construction of houses of families who earn their living working as menial labour or picking trash.
Recently, the support from our well-wishers enabled us perform a ‘Bhoomi Poojan’ at Gundala village where the houses for these 159 families will be constructed.
The Gondal administration and civil society remained on their feet during the occasion. Gondal leads the way as it is for the first time the government and civil society have come together for the cause of providing shelter to the deprived communities.
Our dear Ujamshibhai has taken up the responsibility of constructing houses for these families, the cost of which is huge. It is the reason we have appealed the civil society to donate generously towards this construction.
Food, Clothing and Shelter; the three primary needs of human survival. While clothing and food can be easily accomplished these days, shelter/housing remains a distant dream for the numerous impoverished communities. The houses that are constructed on a shoe string budget do not last beyond few years, forcing its inhabitants to move back to shanties. Such construction also means wastage of precious natural resources. A pucca house provides security blanket to homeless families especially to the women and young girls who otherwise have hard time saving themselves from prying eyes as street dwellers. VSSM, especially emphasises on homes for the homeless.
Additional District collector Shri Rajesh Aal, Deputy Director at Department of Social Welfare, Block Development Officer, Shri Kalpeshbhai, Chairman Gondal Municipal Corporation and APMC Gondal and the well-wishing citizens of Gondal remained present at the Bhoomi Poojan ceremony. Thank you all for your presence.
The government has provided land and aid to construct houses, but the amount needed to build a strong and long lasting house is being mobilised from VSSM’s well-wishers. VSSM is grateful to all of you for supporting the cause. It is a long list of donors, hence not mentioning it here, but we are glad to have your support and encouraging others to be a part of this effort. As a result of your help a beautiful and cherished settlement will soon being to take form.
ભૂમીપૂજન..
વિચરતી જાતિના અસ્થાયી પડાવોમાં રહેતા પરિવારોમાંના રાજકોટના ગોંડલમાં રહેતા 159 પરિવારોને કાયમી સરનામુ આપવાનું સરકારની મદદથી થયું.
પ્લોટ મળ્યા હવે વાત આવી ઘર બાંધવાની. આજની મોંઘવારીમાં દોઢ લાખમાં સેનીટેશન યુનીટ સાથેનું ટકાઉ ઘર બાંધવું શક્ય નહીં.
અમે વર્ષોથી આ પરિવારોમાંના નબળી સ્થિતિ ધરાવતા પરિવારોને ઘર બાંધકામમાં આર્થિક મદદ કરીએ. તે ગોંડલમાં પ્રાંત કલેકટર શ્રી રાજેશભાઈ આલના આગ્રહને લીધે ભંગાર વીણી જીવતા તો કેટલાક છુટક મજૂરી કરી જીવતા પરિવારોને ઘર બાંધી આપવાનું અમે માથે લીધું.
જ્યાં ઘર બાંધવાના છે તે ગુંદાડાગામની જમીન પર આ પરિવારો માટે લાગણી રાખનાર સૌ સ્નેહીજનોની મદદથી ભૂમીપૂજન કર્યું.
ગોંડલનું વહીવટીતંત્ર ને ગોંડલના સુખી ને સમજણા માણસો આ કાર્યમાં ખડેપગે. વંચિતોના ઘર બંધાતા હોય ત્યાં સમાજ ને સરકારનો આવો સરસ સુયોગ ખાસ જોયો નથી પણ ગોંડલ એ રીતે નોખુ ને સૌને શીખ આપનારુ.
અમારા ઊજમશીભાઈએ આ પરિવારોના ઘર બાંધવાનું માથે લીધું. ખર્ચ ખાસો મોટો છે. એટલે સમાજને મદદ માટે આહવાન કર્યું છે.
રોટી, કપડાં ઔર મકાન માણસની પ્રાથમિક જરૃરિયાત. આજે કપડાં ને રોટી લગભગ માણસ મેળવી લે. પણ મકાન કરવું એ ગરીબ માણસ માટે બહુ મશ્કેલ. ઓછા ખર્ચમાં ઘર થાય પણ એ મજબૂત ન થાય ને પાંચ સાત વર્ષમાં ઘર જર્જરીત ને પરિવાર પાછો છાપરાંમાં. આમાં કુદરતી સંસાધનનો બગાડ પણ ઘણો થાય. વળી ઘર એ સુરક્ષા આપે છે ખાસ તો બાળકો ને જુવાન દીકરીઓને...એટલે ઘર વિહોણા પરિવારોને ઘર મળે તેને અમે મહત્તા આપીએ.
ભૂમીપૂજન કાર્યક્રમાં પ્રાંત કલેકટર શ્રી રાજેશ આલ, નાયબ નિયામક શ્રી સમાજકલ્યાણ, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ગોંડલ નગરપાલિકા તેમજ ગોંડલ એપીએમસીના ચેરમેન કલ્પેશભાઈ તેમજ ગોંડલના વંચિતો માટે લાગણી રાખનાર સૌ સ્નેહીજનો ખાસ ઉપસ્થિત રહ્યા. આપ સૌનો ઘણો આભાર.
સરકારે કિંમતી જમીન ને મકાન બાંધવા સહાય આપી.. પણ મજબૂત ઘર માટે જરૃરી વધારે ઘનરાશી VSSM સાથે સંકળાયેલા સ્નેહીજનો થકી મળી રહી છે. મદદ કરનાર આપ સૌનો ઘણો આભાર. નામાવલી લાંબી છે માટે નામ નથી લખતી પણ તમે સૌ આ કાર્યમાં મદદ કરી રહ્યા છો ને અન્યોને મદદ માટે પ્રોત્સાહીત કરી રહ્યા છો એનો રાજીપો છે..
આપ સૌના સક્રિય સહયોગથી ટૂંક સમયમાં વગડામાંથી વહાલપની વસાહત નિર્માણ પામશે...
હાલ આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તેના ફોટા પણ સમજવા ખાતર...
#MittalPatel #vssm
Mittal Patel with the nomadic families of Gundala village |
Government officials handed over the documents to nomadic families |
Mittal Patel along with the government officials perform bhoomi pujan rituals |
Governemnt official handed over the documents to nomadic families |
Mittal Patel handed over the documents to nomadic families |
Mittal Patel addresses the nomadic families |
No comments:
Post a Comment