Mittal Patel with Khedapji and his wife at construction site |
“We had no house to stay in and no bed to sleep in, we survived under such pathetic conditions, but you showed us the dream of a house, and now we have a bungalow of our own,”
Khedapji Salat from Virendragadh in Surendranagar’s Dhrangadhra has been allotted a plot, and the construction of his house is underway.
The traditional occupation of Salat community was to sell and maintain the stones of manual flour mills. However, electric flour mills have replaced the conventional manual flour mills; the community has lost their occupation. Members of the community are now engaged in selling blankets, bedsheets, and other items for household needs. And need to migrate for the same.
These 15 Salat families have spent their monsoons Dhrangadhra for years (the rest of the months they travel for work), but they would also willingly vacate the space if someone claimed they were infringing over it.
Moreover, the families were tired of being shoved with bags and baggage. VSSM had helped them with their identification documents and later filed applications to the government for residential plots.
District Collector Shri K Rajesh had sanctioned plots for these families, and 6 of them also received aid to build a house over it.
Khedapji and his wife were at VSSM’s office after receiving the first instalment of the government aid.
“Ben, one builds a house only once in a lifetime, we have a dream to build a beautiful house, but we are falling short of resources. You help us as much as possible and loan us the balance amount because we want to build a beautiful house. You will never have to remind us about the EMI, and we will pay the instalments on time. Our community follows a rule of not carrying anyone’s debt.”
VSSM provided a loan of Rs. 70,000 and aid of Rs. 50,000 to each family. The families also poured their savings into building the splendid homes of their dreams (as seen in the picture).
I appreciate the understanding portrayed by the salat families. They never had the habit of saving, but after we tutored them on the need to save, they began doing so and were able to build these beautiful homes.
We are grateful to Mazda Limited for supporting four houses, Jewelex Foundation for supporting one house and Jakshabahen of Lion’s Club of Shahibaug for aiding one house. And the six salat families are beaming with joy.
રહેનો કો ઘર નહીં સોને કો બીસ્તર નહીં.. એવી સ્થિતિ અમારી હતી પણ જુઓ આ તમે સ્વપ્ન બતાવ્યું ને અમારા બંગલા બન્યા..
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વીરેન્દ્રગઢમાં જેમને રહેવા પ્લોટ ફળવાયા ને જેમના ઘર બંધાઈ રહ્યા છે તે ખેડપજીએ આ કહ્યું.
સલાટ પરિવારોનો મૂળ ધંધો ઘંટી ટાંકવાનો ને ઘંટીના પડ વેચવાનો. પણ સમય બદલાયો ને હાથથી ચાલતી ઘંટીઓ ગઈ. હવે ચાદરો, ધાબળા ટૂંકમાં ઘર વરરાશનો સામાન વેચવાનું એ કરે ને એ માટે સ્થળાંતર કરે.
આમ તો ધ્રાંગધ્રા આસપાસના વિસ્તારમાં એ વર્ષોથી ચોમાસુ રહે. પણ જ્યાં રહે તે જગ્યા પોતાની નહીં આમ કોઈ જગ્યા ખાલી કરાવે તો ચૂપચાપ એ ખાલી કરી દે. પણ હવે લબાચા ફેરવીને એ થાક્યા. ખેડપજી ને એમની સાથેના 15 સલાટ પરિવારોને ઓળખના આધારો તો અમે કરાવી જ આપ્યા ને આધાર મળ્યા પછી સરકાર પાસે રહેણાંક અર્થે પ્લોટની માંગણી કરી.
કલેક્ટર શ્રી કે.રાજેશે આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવ્યા ને એમાંથી છ પરિવારોને મકાન બાંધવા સહાય પણ મળી.
ખેડપજી ને તેમના પત્ની સરકારી સહાયનો પ્રથમ હપ્તો મળ્યા પછી ઓફીસ આવ્યા ને કહ્યું,
'બેન ઘર એક ફેરા બને. અમારુ સ્વપ્ન સરસ ઘરનું છે પણ અમારો પનો ટૂંકો પડે. તમે થાય એ મદદ કરો બાકી લોન આપો અમારે અમારા ઘરો સુંદર બનાવવા છે. લોનના હપ્તામાં તમારે અમને કહેવું નહીં પડે અમે સમયસર ચૂકવીશું'
સલાટ સમુદાયમાં કોઈનું દેણું માથે ન રાખવાનો નિયમ. અમે પ્રત્યેક પરિવારને 50,000ની મદદ ઘર બાંધવા કરી અને 70,000ની લોન આપી. થોડી બચત એ પ્લોટ મેળવવા ફોર્મ ભર્યા ત્યારથી કરતા આમ એક બંગલા બને ન્યારાનું સ્વપ્ન એમણે સાકાર કર્યું. જે ફોટોમાં જોઈ શકાય છે.
સલાટ પરિવારોની સમજણ મને ગમી. ટીપે ટીપે સરોવર ભરાયની જેમ એમણે બચત કરી. પહેલાં એ બચત નહોતા કરતા પણ અમે સમજણ આપી મજબૂત ને સરસ ઘર બાંધવા પૈસા ભેગા કરોની ને એ સમજણ એમણે અમલી બનાવી એટલે આવા સરસ ઘર થઈ ગયા.
ખેડપજી સાથે છ સલાટ પરિવારોમાંથી ચાર ઘર બાંધવા મઝદા લિમિટેડ, 1 ઘર માટે જ્વેલેક્ષ ફાઉન્ડેશન 1 ઘર માટે લાયન્સ કલ્બ ઓફ શાહીબાગના જક્ષાબહેને મદદ કરી તે માટે અમે તેમના આભારી છીએ.
#MittalPatel #VSSM
Ongoing Construction site |
The current living condition of nomadic families |
Mittal Patel meets nomadic families of Dhrangadhra |
No comments:
Post a Comment