Thursday, 23 January 2025

Nomadic families begins the construction of their dream house with the help of VSSM...

Mittal Patel meets Jasiben

"My family has been through a lot over time. He was a servant and used to leave my property and go. At times, he would work hard but still could not bring anything home. There was no permanent shelter. We lived in makeshift huts. There was always hope for our own house. But how could we build a house by working as laborers? It was a distant dream, having a proper home."

Jasiben, who lives in the Diyodar area, shared this from the comfort of her own permanent home. For years, VSSM has been working to provide residential plots to wandering families in Diyodar. Workers like Naranbhai and Ishwarbhai have put in tremendous efforts. After years of hard work, with the support of the village sarpanch and the administration of Banaskantha, these families were allocated plots.

The government helped by providing Rs. 1.20 lakh for constructing houses on these plots. However, this amount was not enough to build a proper house. All the families had hoped for their own permanent homes, including two rooms, a toilet, and a bathroom.

Many well-wishers, including those associated with VSSM, contributed to this cause. The biggest contribution came from the respected Kishorbhai Patel (Uncle), who made significant efforts in memory of his beloved Kushalbhai. This family also contributed their small share towards the construction of the homes. Through collective efforts, houses are being built.

Fifty families will have their homes completed in the first phase, and as more government assistance arrives, the construction of homes will continue.

It brings immense joy to see these families, who have lived in inhuman conditions for centuries and whose ancestors never lived in a permanent house, finally get their own homes. A heartfelt thanks to respected Kishor Uncle, other well-wishers associated with VSSM, and the government.

Understanding the situation of such underprivileged families, please consider helping in this endeavor... We are grateful to all of you."

‘મારા ઘરવાળાન્ ગુજરી જ્યે ઘણો વખત થ્યો. એ ચો નોકરિયાત હતો તે મારા બલ્લે મિલકત મુચીને જાય? એક ફદિયોય એ જ્યો

તાણ મારી પાહેણ નતો. પાસુ ઝેણા ઝેણા સોકરા મારા હૈઈણ મુકીન જ્યા. ઘરબાર કોય નતું. આખા દિયોદરમાં ઓય થી તો -જો જગ્યા મલી તો ઝૂંપડા નોખી ન રઈ. એક આશા હતી પોતાના ઘરની. પણ મજૂરી કરીન્ સોકરા પાલબુ ક ઘર કરુ? હાચુ કઉં ઘરની મન સેજ્જેય આશા નતી.’

દિયોદરમાં રહેતા જસીબેન આ વાત એમના પોતાના પાક્કા ઘરમાં બેસીને કહી રહ્યા હતા. વર્ષોથી દિયોદરમાં રહેતા વિચરતી જાતિના પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે VSSM પ્રયત્નો કરે. કાર્યકર નારણભાઈ અને ઈશ્વરભાઈની આમાં ભારે મહેનત. વર્ષોની મહેનત પછી ગામના સરપંચ શ્રીથી લઈને સમગ્ર બનાસકાંઠાના વહીવટીતંત્રની લાગણીથી આ પરિવારોને પ્લોટ ફળવાયા.

પ્લોટ પર ઘર બાંધવા સરકારે 1.20 લાખની મદદ કરી. પણ આટલી નાની રકમમાં ઘર ન બંધાય. વળી બધા પરિવારોને આશા પોતાનું પાક્કુ એ પણ બે રૃમ, ટોયલેટ, બાથરૃમ સાથેનું ઘર થાય એવી.

આ માટે VSSM સાથે સંક્ળાયેલા અનેક સ્વજનો સાથે આવ્યા. જેમાં સૌથી મોટો ફાળો આદરણીય કિશોરભાઈ પટેલ

(અંકલ)નો. પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં તેઓ ઘર બાંધકામમાં ખાસ્સો સહયોગ કરે. આ પરિવારોએ પણ પોતાનો નાનકડો શ્રેય ઘર બાંધકામમાં આપ્યો. આમ સહિયારા પ્રયાસથી ઘરો બાંધવાનું થઈ રહ્યું છે.

પચાસ પરિવારોના ઘરો પ્રથમ ફેઝમાં પુરા થશે એ પછી જેમ જેમ સરકારી સહાય આવતી જશે તેમ તેમ ઘરોનું બાંધકામ આગળ વધારીશું.

સદીઓથી અમાનવીય સ્થિતિમાં જીવતા ને જેમની પેઢીઓમાંથી કોઈ પાક્કા ઘરમાં ક્યારેય રહ્યું નથી તેમને ઘર આપવામાં નિમિત્ત બન્યાનો આનંદ છે.આદરણીય કિશોર અંકલ, VSSM સાથે સંકળાયેલા અન્ય સ્વજનો ને સરકારનો ઘણો ઘણો આભાર.આવા તકવંચિત પરિવારોની સ્થિતિ સમજી તમે આ કાર્યમાં મદદ કરો... આપ સૌ પ્રત્યે કૃતજ્ઞતા.

Ongoing Construction site

Mittal Patel visites Jasiben's new home

Ongoing construction site in Diyodar

Mittal Patel visits Housing site in diyodar

Mittal Patel with the nomadic communities

Mittal Patel meets nomadic communities of Diyodar

Ongoing Housing site in Diyodar


No comments:

Post a Comment