Thursday, 23 January 2025

With the help of our well-wishers VSSM is able to bring happiness in lives of thousands of dependent elderly destitute like Dariyaba...

Mittal Patel meets Dariya at her new home built with the help
of VSSM

 "She has a strike in Kanpur. She doesn’t speak much. But she is happy. She never imagined any of this. Now, she is definitely going to be content..."

We had reached Dariyaba's home. Her house had been built with the help of respected Kishor Uncle in memory of beloved Kushalbhai. We had come specifically to check if she had settled properly in her new home.

She smiled upon seeing us with a slightly confused expression. Perhaps there was a feeling of joy in her heart, but she couldn't express it in words.

Dariyaba, who lives in Vadodara, is without any support. We provide her with ration every month. Dariyaba manages with that. Our worker, Sunilbhai, regularly checks on her. One time, Sunilbhai saw a differently-abled person at Dariyaba's house. Upon asking, he found out that this was Dariyaba's grandson. Both of her sons had passed away. The grandson lived nearby, in the alleys, on the road, with a torn blanket. When he felt hungry, he would run to Dariyaba’s house, and she would always have food ready for him.

Dariyaba is his grandmother. Her love for him is immense. If her son didn’t visit her even once during the day, Dariyaba would cry like a small child, and the neighbors would then go and find her grandson so that he would at least show his face once a day. But he was his own master. He understood his grandmother's love, which is why he would try to show up at least once a day.

Through VSSM’s support program, we provide ration to 600 helpless elderly destitutes like Dariyaba. Seeing these rations reaching such families brings satisfaction.

A few months ago, Sunilbhai expressed the wish that it would be great if Dariyaba had a proper house. That’s when we planned to meet her, and later, with the help of respected Kishorbhai Patel (Uncle), a house was built for her. Now, she will have protection from the rain and cold.

Dariyaba didn’t say much about the new house, but the neighbors expressed their happiness on her behalf.

As we were leaving Dariyaba’s house, her grandson appeared on the road. We tried to stop the car and talk to him, but he just stood there silently, looking at us as though he couldn’t understand our words.

Seeing families living in such suffering is heartbreaking. The essence or meaning of their life still remains unclear. But, nonetheless, we are happy to have been the means of providing them with some happiness, and we are deeply grateful to Kishor Uncle for his help.

#mittalpatel #vssm #viral #dreamhome #vadodara #gujarat

‘એમના કાનપુરમાં હડતાલ છે. એ ઝાઝુ બોલતાય નથી. પણ એ ખુશ છે. કેવામાં પડ્યા’તા. આ બધુ તો એમણે ક્યારેય કલ્પ્યુ

પણ નહોતું. તે હવે રાજી તો થવાના જ ને...’

દરિયાબાના ઘરે અમે પહોંચ્યા હતા. એમનું ઘર આદરણીય કિશોર અંકલની મદદથી પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં બાંધ્યું હતું.

બાંધેલા ઘરમાં એ બરાબર ગોઠવાઈ ગયા છે કે કેમ એ જોવા ખાસ ગયા.

બોખલા મોંઢે એ અમને જોઈને હસ્યા. મનમાં કદાચ હરખનો ભાવ હશે પણ એ શબ્દોમાં વ્યક્ત નહોતો થતો.

વડોદરામાં રહેતા દરિયાબા નિરાધાર અમે એમને દર મહિને રાશન આપીએ. દરિયાબા એમાંથી જમે. અમારા કાર્યકર સુનીલભાઈ

દરિયાબાની ભાળ નિયમીત કાઢે. એક વખત એમણે એક દિવ્યાંગ વ્યક્તિને દરિયાબાના ઘરે જોયા. પુછતાછ કરતા ખબર પડી કે

એ દરિયાબાનો પૌત્ર. પોતાના બેય દિકરા ગુજરી ગયા. પૌત્ર હતો પણ એ દરિયાબાના ઘરની નજીકની શેરીઓમાં, રોડ પર ગોદડુ

ઓઢીને ફર્યા કરે. હા ભૂખ લાગે ત્યારે દોડીને દરિયાબા પાસે આવે ને બા એના માટે રાંધી રાખેલું ખવડાવે.

દરિયાબા એના દાદી. એમનો પ્રેમ પણ જબરો. અગર દીકરો આખા દિવસમાંથી એક પણ વખત આંટો મારવા ઘરે ન આવે તો

દરિયા બા નાના બાળકની જેમ રડે ને પડોશીઓ પછી એમના પૌત્રને શોધી લાવે ને દિવસમાં એક વખત મોંઢુ બતાવી જવાનું

વઢીને કહે. પણ એ એની મરજીનો માલીક. એનેય દાદીનો પ્રેમ સમજાતો હતો માટે જ તો દિવસમાં એક વખત મોંઢુ બતાવી

જવા શક્ય કોશીશ કરતો.

VSSM માવજત કાર્યક્રમ અંતર્ગત દરિયાબા જેવા 600 નિરાધાર બા-દાદાઓને રાશન આપે એ રાશન આવા પરિવારોને પહોંચતુ

જોઈને સંતોષ થાય.

થોડા મહિના પહેલા દરિયાબાની સ્થિતિ જોઈને એમનું ઘર થાય તો સારુ એવો ભાવ અમારા કાર્યકર સુનિલભાઈએ વ્યક્ત કર્યો.

એ વખતે દરિયાબાને મળવાનું થયેલું. ને પછી અમારા આદરણીય કિશોરભાઈ પટેલ(અંકલ) ની મદદથી ઘર બાંધ્યું. હવે એમને

વરસાદ અને ઠંડી સામે રક્ષણ મળશે.

ઘર થયા અંગે બા તો કશું ન બોલ્યા પણ પડોશીઓએ આ કરી આપ્યોનો હરખ વ્યક્ત કર્યો.

અમે દરિયાબાને મળીને નીકળ્યા ત્યારે રસ્તામાં એમનો પૌત્ર દેખાયો. ગાડી ઉભી રાખી એની સાથે વાત કરવા કોશીશ કરી પણ

એ ચુપચાપ અનિમેષ નજરે જાણે મારા શબ્દો સમજાતા ન હોય એમ જોઈ રહ્યો.

ખરેખર આવી પીડામાં જીવતા પરિવારોને જોઈને જીવ બળે. આમના જીવનનો મર્મ કે અર્થ શું એ આજેય નથી સમજાતું. પણ

ખેર એમને સુખ આપવામાં અમે નિમિત્ત બન્યા એનો રાજીપો ને કિશોર અંકલનો ઘણો ઘણો આભાર...

#mittalpatel #vssm #viral #dreamhome #vadodara #gujarat

Dariya Ba's living condition earlier

VSSM provides monthly ration kit to DariyaBa under
its Mavjat Karyakram initiative

VSSM's coordinator Sunilbhai with DariyaBa

Dariyaba at her new home built with the help of VSSM's
wellwisher Respected Shri Kishoruncle


No comments:

Post a Comment