Tuesday 26 January 2021

112 Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots...

Mittal Patel meets nomadic families of Bagasara

May you remain blessed…”

“Our generations have been wandering around for centuries, yet we never have a permanent address, a place to call home.

We have spent numerous monsoons around the boundaries of Bagasara yet no one has bothered about us.  We did not know what it is to have a voter ID card or ration card until VSSM’s Rameshbhai helped us in obtaining Voter ID cards, ration cards, caste certificates and other documents. There was a time when we had no document to prove our identity and now we have a bag full of them. You have all worked so hard, taken so many rounds of the government offices to enable us to obtain these proofs of our identity. We don’t understand the intricacies of the system, so we often chew Rameshbhai’s head and yours too. But you never gave up, never got tired and here we are about to build a home at the same place we have spent countless monsoons at the mercy of elements. May you leave up to 100 and more…!!”

Navghanbhai shared the above with us when  112 fellow Saraniya, Devipujak, Gadaliya families living in the ghetto in Bagasara received residential plots.

The shanties they lived in may look alluring to photographers, but they are hopeless at protecting against the elements. The families are too poor to afford even the basics. They wander around the villages to sharpen knives or upkeep the bullocks. VSSM had appealed the government to help these families obtain plots to enable them to build their abodes. Our team member Ramesh remained perseverant, working with these communities needs us to be patient and persistent and Ramesh did just that and his efforts have paid off so well. 

District Collector Shri Aayush Oak, Mamlatdar Shri I. S. Talat, Additional Mamlatdar Shri H. M. Vala and local bureaucracy remained very proactive, the pledge of providing a home to all homeless by our Prime Minister Shri Narendrabhai Modi and our Chief Minister Shri Vijaybhai Rupani’s commitment to realise this pledge have fuelled this effort. It is a fact that these families will soon become homeowners.

We are grateful for the support we receive from our well-wishing friends and donors.

Much affection to you Ramesh, you prioritised these families and did not care about your own medical condition (that needs attention).

Our best wishes to these families who will soon begin a new phase of their life.   

વાત અમરેલીના બગસરાથી...

'તમારુ ભલુ થાજો...

સદીઓ આમ જુઓ તો અમારી પેઢીયું આમ રઝળતા રઝળતા વઈ ગઈ પણ અમારુ કાયમીકનું સરનામું નો થ્યું. આ બગસરાના સીમાડાંમાં આમ તો વર્ષોથી ચોમાસુ પઈડા રઈએ પણ અમારુ પૃચ્છા કોઈએ નો કરી. મતદાર કેડ, રેશનકેડ ટૂંકમાં કઉં તો આ દેશના સૈઈયે એવા એકેય ઓધાર અમારી પાહે નો જડે. આ તો અમારા નસીબના તમને બધાને મેલ્યા તે ઓળખાણ વનાના એવા અમને અમારી ઓળખાણ જડી. મતદારકેડ ને રેશનકાર્ડ અને રમેશભાઈ એ તો જાતિપ્રમાણપત્રને બધુ કાંઈ કેટ કેટલું અમને કઢવી દીધું. અમારી કને અમે કોણ ઈની સાબુતી આપી હકે એવું એક કાગળિયું નતું પણ આજે તો થેલી ભરાય એટલા કાગળિયા કઢવી દીધા.. હારુ થજો બાપલા તમે હંધાએ ઘૈઈક ધોડા કીધા... અમે તો નાદાન. સરકારી કચેરીની અમને ઝાઝી હમજ પડે નહીં આ રમેશભાઈનું માથુયે ઘણું ખાધુ ને તમને હોત અમને ઘર અલાઈ દ્યો કઈ કઈને ઘણા હેરાનેય કઈર્યા. પણ તમે બધા થાઈકા નઈ ને જુઓ આજે અમને જ્યાં ચોમાસુ પઈડા રેતા એ જગ્યા મલી જઈ. ભગવોન હો વરના કર... '

નવઘણભાઈને એમના જેવા #સરાણિયા, #દેવીપૂજક, #ગાડલિયા સમુદાયના 112 પરિવારો કે જેઓને બગસરામાં જ્યાં તેઓ ઝૂંપડાં બાંધીને રહેતા ત્યાં જ રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. તેમની આ લાગણી..

આમ તો એમના ઝૂંપડાં ફોટોગ્રાફીની દૃષ્ટિએ મજા પડે તેવા બાકી તેમાં ના રોકાય, ટાઢ, ના તડકો કે વરસાદ.. આર્થિક રીતે અત્યંત ગરીબ. સરાણિયા તો છરી ચપ્પાની ધાર કાઢવા અથવા બળદના સાટા દોઢા કરવા એ ગામે ગામ રઝળે. બહુ દુઃખીને તકલીફમાં જીવનારા આ પરિવારોને રહેવા પ્લોટ મળે તે માટે VSSM દ્વારા રજૂઆત કરવામાં આવેલી. 

અમારા કાર્યકર રમેશની જબરી મહેનત. નાની નાની બાબતો સમજાવવામાં દિવસો જતા રહે. પણ રમેશ ખંતથી આ બધુ કરે. ને એની મહેનત ફળી. 

કલેક્ટર શ્રી આયુષ ઓક, મામલતદાર શ્રી આઈ. એસ. તલાટ, નાયબ મામલતદાર એચ. એમ. વાળા વગેરે અધિકારીઓની લાગણી ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આવા ઘરવિહોણા પરિવારોને ઘર આપવાની ભાવના ને તેમાં મુખ્યમંત્રી શ્રીનું પ્રેરણા બળ ઉમેરાયું ને જુઓ કેવું કમાલ કામ થયું.. 

હવે આ પરિવારો ઝટ ઘરવાળા થશે એ નક્કી...આપ સૌ સ્નેહીજનોનો આભાર.. 

રમેશ તને ઘણું વહાલ.. તારી નાજુક તબીયત કરતાંય તે પહેલો વિચાર આ પરિવારોનો કર્યો. ને આ પરિવારોને જીંદગીના એક નવા પડાવની શરૃઆત માટે ઢગલો શુભેચ્છા... 

#MittalPatel #vssm #સરાણિયા

#nomadic #denotified #human

#humanity #nomadicfamiles



The Government officials handed over documents to
nomadic families

112 nomadic families recieved residential plots was published
in newspaper

The current living condition of nomadic families


No comments:

Post a Comment