Tuesday 22 November 2022

VSSM plans to build one more self-contained and beautiful settlement in partnership with the government and beneficial families...

Mittal Patel addresses nomadic community in Diyodar

“Building a house is once in a lifetime event, and we want to do it well,” 136 families residing in Diyodar shared their thoughts. For many years, VSSM has been trying for the allotment of residential plots for these homeless nomadic families of Diyodar.

The homeless nomadic families of Diyodar had been waiting for the allotment of residential plots for a very long time. However, it took the compassion of officers Shri Anand Patel, Collector of Banaskantha, and Shri Swapnil Khare, Banaskantha DDO, along with the hard work of VSSM’s members Naranbhai Raval and Ishwarbhai Raval, to turn the wait into reality.

The government assistance of Rs. 1.20 lacs is insufficient to build a decent house amidst this ever-increasing construction cost. The cost of recently completed homes in Gundala has come out to be Rs 3 lacs on even surfaced land while Rs. 3.55 lacs on land that needed to be leveled.

In Diyodar, we expect the cost of constructing a house with a solid roof to hold a floor above Rs 3.5 lacs. VSSM conducted a meeting with the families whose homes are to be built and conveyed that they will also need to contribute to the cost. And there was a unanimous agreement to do the needful for making a decent house.

And VSSM will also provide financial assistance to families. We plan to build one more self-contained and beautiful settlement in partnership with the government and beneficial families.

VSSM has been instrumental in building 1500 houses until now, we hope we continue to bring the joy of a home to many more nomadic families.

ઘર એક જ વખતે બને તે અમારે અમારા ઘર સરસ બાંધવા છે..

દિયોદરમાં રહેતા 136 પરિવારોએ આ કહ્યું. ઘરવિહોણા આ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ મળે તે માટે અમે વર્ષોથી મથતા પણ દિયોદરમાં મેળ પડે નહીં. 

શ્રી આનંદ પટેલ કલેક્ટર બનાસકાંઠા અને શ્રી સ્વપ્નીલ ખરે જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાની લાગણી વંચિત અને વિચરતી જાતિઓ માટે ખૂબ એમની લાગણથી અને અમારા કાર્યકર નારણભાઈ રાવળ અને ઈશ્વરભાઈ રાવળની મહેનતથી દિયોદરમાં રહેતા ઘરવિહોણા પરિવારો માટે જગ્યા નીમ થઈ અને તેમને પ્લોટ ફળવાયા. 

મકાન બાંધવા સરકરી સહાય 1.20 લાખ મળે પણ આટલી રકમમાં ઘર ન બંધાય. અમે ગોંડલના ગુંદાળામાં હમણાં ઘર બાંધ્યા એમાં સમતળ જમીનમાં એક ઘર બાંધવાનો અંદાજીત 3 લાખનો ખર્ચ આવ્યો. જ્યારે ખાડામાં હતા એ ઘર તો 3.55 લાખમાં થયા.

સારુ ધાબા વાળુ અને ભવિષ્યમાં બીજો માળ થઈ શકે એવું ઘર કરવું હોય તો દિયોદરમાં પણ ત્રણથી સાડા ત્રણ લાખની વચમાં ઘર બાાંધકામનો ખર્ચ થશે.

આ બાબતે જેમને પ્લોટ ફળવાયા છે તેમની સાથે મીટીંગનું આયોજન કર્યું અને તેમની લાગણી જાણી. સાથે સારુ ઘર બનાવવા તેમને પણ સહભાગી થવું પડશે તે જણાવ્યું.

સૌએ એક જ સુરે સરસ ઘર બાંધીશું અને અમે પણ પૈસા ભેગા કરી તેમાં નાખીશુંનું કહ્યું.

VSSM પણ આ પરિવારોના સરસ ઘર બંધાય તે માટે આર્થિક સહયોગ કરશે.આમ સરકાર, VSSM અને જેમના ઘર બંધાવાના છે તેમના સહયોગથી સરસ વગડામાંથી વહાલપની વસાહત નિર્માણ પામશે. 

અત્યાર સુધી 1500 પરિવારોના ઘર બાંધકામમાં અમે નિમિત્ત બન્યા છીએ. બસ વધારે પરિવારોને ઘરનું સુખ અપાવવામાં કાયમ નિમીત્ત બનીએ તેવી અભ્યર્થના... 

#MittalPatel #vssm

Mittal Patel with the nomadfic families

Mittal Patel conducted a meeting with the families
whose homes are to be built



No comments:

Post a Comment