Sunday 10 July 2022

VSSM has started building homes for 60 families in Gundala with a significant contribution from our well-wishers...

Daliben sharing her happiness with Mittal Patel

“For years, we have stayed in these huts and always aspired for pucca homes, but luck has always eluded us. Even our hands have given up. Any big or small storm alerts us; what if the rouge winds take our roofs along with their fasteners with it. We have spent nights holding on to the fasteners. But now that we have our pucca homes, we would have freedom from such disturbances.”

Daliben from Gondal’s Gundala village shared the above.

Daliben earns her livelihood from collecting plastic junk, she and many like her have always dreamt of a pucca house.

VSSM has started building homes for 60 families in Gundala with a significant contribution from First Abu Dhabi Bank. Apart from them, US-based Shri Kiranbhai Shah, Vrushbbhai Modi, Jay Sonawala, Jignesh Vaidya,Vyoma Parikh, Kusum Dalal, Shantilal Nanchandra Kothari Charitable Trust, Dr Alim Adatiya, H. D. Fire Products, Amoliben Shah, Prashant Bhagat, Dr Ashwin Patel, Nisha Butani, Subhashbhai Shah and many have supported the construction of these upcoming settlement.

VSSM is grateful for the support it has received from our well-wishing donors

Once the construction of 60 houses completes, we shall begin constructing the other 46 houses.

We wish for each family to have its abode. No one should ever feel that they neither have land to farm nor a house to stay.

Beginning from this project, VSSM has introduced a Sample House the families can come and view to get an idea of the type of house they will soon move in. The 60 families loved what they saw. The shared image shows the construction underway. 

We hope for the accomplishment of the respected Mr Prime Minister’s dream of housing for all. This pledge will allow these families of Gundala to move into pucca homes.

We are thankful to the respected Chief Minister of Gujarat and the district administration of Rajkot for their empathy and support towards these families. On this occasion, we remember  Shri Aal Saheb, the ex-additional collector who has worked tirelessly to make the dream of a home a reality for these families.

“વર્ષો ઝૂંપડામાં રહ્યા. પાક્કા ઘરની ઘણી હોંશ. પણ અમારા નસીબમાં આ બધુ ક્યાં? આ ઝૂંપડાં બાંધી બાંધી ને તો અમારા હાથમાં ફફોલા પડી ગ્યા. વાવાઝોડું આવે કે અમને ફડક પડે. અમારા ઝૂંપડાં ઊડી જાશે તો એ બીકે વાવાઝોડામાં અમે છાપરાં બારા ખીલા હારે બાંધેલી દોરી તુટી ન જાય, ખીલો ઊખડી ન જાય એ હાટુ ખીલા પકડીને બેસી રેતા.  પણ હવે બધી વાતે નિરાંત થવાની.. હવે અમે પાક્કા ઘરવાળા થાશું”

રાજકોટના ગોંડલના ગુંદાળામાં જેમનું ઘર બંધાઈ રહ્યું છે તેવા દલીબહેને આ કહ્યું. દલીબહેન પ્લાસ્ટીક વીણવાનું કામ કરે. એમના ને એમના જેવા ઘણા માટે તો ઘર એ સ્વપ્ન સમાન. 

ગુંદાળામાં અમે 60 પરિવારોના ઘરો બાંધવાનું શરૃ કર્યું છે. એમાં સૌથી મોટો સહયોગ ફસ્ટ આબુ ધાબી બેંકે કર્યો. એ સિવાય કીરણભાઈ શાહ(અમેરીકા), વૃષભભાઈ મોદી, જય સોનાવાલા, જીજ્ઞેશ વૈદ્ય, વ્યોમા પરીખ, કુસુમ દલાલ, શાંતીલાલ નાનચંદ્ર કોઠારી ચેરીટેબલ ટ્રસ્,ટ, ડો. અલીમ અદાતિયા, એચ.ડી.ફાયર પ્રોટેક્ટ, અમોલીબેન શાહ, પ્રશાંત ભગત, ડો. અશ્વિન પટેલ  નિશા બુતાણી, સુભાષભાઈ શાહ વગેરે જેવા કેટલાય પ્રિયજનોએ પણ મદદ કરી. જેના લીધે આ કોલોની બંધાઈ રહી છે. આપ સૌનો ખુબ આભાર..

60 ઘર પૂરા થશે પછી બીજા 46 ઘર બાંધવાનું શરૃ કરીશું.

બસ દરેક વ્યક્તિને પોતાનો માળો મળે અને કોઈ વ્યક્તિ એવું ન કહે કે, અમારી પાસે સીમમાં શેઢો નહીં ને ગામમાં ઘર નહીં..

આપણે ઘર ખરીદવા જઈએ ત્યારે સેમ્પલ હાઉસ પહેલાં જોઈએ તો એવું ગરીબ માણસો માટેના આવાસમાં કેમ નહીં? માટે અમે સેમ્પલ હાઉસ બાંધ્યું. જેને 60 પરિવારો જોઈ ગયા ને એમને એમનું ઘર ખુબ ગમ્યું. 

બંધાઈ રહેલા ઘર તમે ફોટોમાં જોઈ શકશો...

આદરણીય વડાપ્રધાન શ્રીનું સ્વપ્ન દરેક વ્યક્તિને ઘર આપવાનું સાકાર થાય તેમ ઈચ્છીએ.. એ સ્વપ્નના લીધે જ આ ઘર વગરના પરિવારો ઘરવાળા થશે. 

રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને મુખ્યમંત્રી શ્રીનો આભાર કે એમણે આ પરિવારો માટે લાગણી રાખી પ્લોટ આપ્યા ને ઘર બાંધવા સહાય પણ... 

અને હા ગોંડલના પ્રાંત કલેક્ટર શ્રી આલ સાહેબને પણ યાદ કરવા ઘટે. હાલ એ ત્યાં નથી પણ એમની મહેનતથી આ બધુ પાર પડ્યું. 



Ongoing Construction at Gundala Housing Site

Ongoing Construction at Gundala Housing Site

Mittal Patel at Gundala Housing Site

The current living condition of nomadic families

VSSM has started building homes for 60 families in Gundala

VSSM has started building homes for 60 families in Gundala


No comments:

Post a Comment