Monday, 10 June 2024

VSSM helped Keshabhai to build his own house...

Mittal Patel visits Keshabha's new house

I always talk about having a Ration Card but it is only when I meet families like Keshabhai that I realise how important the Ration Card is.

Keshabhai stays in a village Thur of Banaskantha with 3 children and a wife  in a dilapidated house. Our associate Paresh's house is nearby. Paresh sent me a video of Keshabhai's house on WhatsApp. On seeing the video it was difficult to call it a house.

There were walls and there was a roof but from many places inside the house one can see the sky. At one place the hole in the roof was so big that even monkeys would enter through it. Often the monkeys would pick the food and then Keshabhai had to stay hungry.

Paresh wrote to me that it would be nice if we can make a house for them. The feelings of  Paresh was so strong that we decided to repair Keshabhai's house.  Coincidentally I had to go to Thur during that time and I met Keshabhai. His 14 year old son was standing before me and I asked him what was he studying ? Keshabhai replied that he studied till 8th and now he has left the school. On asking why, Keshabhai replied it was because of lack of money. One gets primary education free but afterwards one has to spend some money towards fees etc. which they did not have. The only option was to leave the school. 

In monsoon the leakages and in Winter the cold makes it impossible to stay in the home. In the house they have two cots on which 5 persons sleep. From the big hole in the roof, the rain falls inside the house and flows out. Just that the roof does not fall, there was one pole kept as a support right in the middle of the house. 

Paresh could not hold back tears and cried while showing the house. He said that he does not have enough money to help Keshabhai repair his house.  It is because of such associates like Paresh that we are able to reach the needy people. 

We took a promise from Keshabhai that he will send his son to our hostel and in return we promised that we will build a house for him. 

Keshabhai agreed to this. Due to his illness he is unable to work much but he wants to secure the future of his son and he was happy if the future of his son improves by going to the hostel. 

He agreed to send his two small daughters to the hostel when they grow up. As soon as I left the village Thur, I received a call from Shri Alimbhai staying in Africa. He asked if any help is required and I immediately suggested the case of Keshabhai. Alimbhai agreed and within one & half months the house of Keshabhai was repaired.

Keshabhai was happy when I went to see the house. He said he was not confident of whether his house will be repaired or not. His wife also did not believe that it will happen. However when his neighbor Paresh told that the house will be done that he was surprised. He believed that God sent me to him. Keshabhai's face exuded happiness. Even the neighbors were happy and came to thank us.

We were only the intermediary. We got the credit but many thanks to our Alimbhai Adaatiyaa. . Many well-wishers like Alimbhai continuously help us and we have been able to construct 1700 houses so far for such needy families. 

We are happy and hope that many such big hearted donors will come forward so that we can construct many more homes.


'ચોમાસુ બેહન્ અમન્ બીક લાગવો મોડ.. હરખુ ઘર નઈક એકય.. મારી ઘરવાળી મજૂરી કર પણ ઓય ગોમડામો બારે મહિના મજૂરી ના મલ્. બે તૈઈણ મહિના કોમ મલ ઈમ ભેગુ કરી લેવાનું. બાકી રેશન મલ્ ઈના ઉપર હેડ!'

રેશનકાર્ડની અગત્યતતા નાના માણસોને કેટલી એની વાત અમે હંમેશાં કરીએ પણ કેશાભાઈ જેવા પરિવારોને મળુ ત્યારે એનું મૂલ્ય વધુ સમજાય. 

બનાસકાંઠાના થૂરમાં કેશાભાઈ રહે. ત્રણ બાળકો અને પત્ની સાથે જર્જરીત ઘરમાં એ રહે. અમારા કાર્યકર પરેશની બાજુમાં એમનું ઘર. એક દિવસ પરેશે મને વોટસઅપ પર વિડીયો મોકલ્યો. વિડીયો હતો કેશાભાઈના ઘરનો. ઘર કહેવું કે કેમ એ પ્રશ્ન વિડીયો જોઈને થાય.

ઘરને દિવાલો ખરી ને છત પર નળિયાય ખરા પણ છતમાંથી આકાશ દેખાય.. એક જગ્યાએ તો ચોખ્ખુ આકાશ દેખાય એવડુ  મોટુ બાકોરુ. એમાંથી વાંદરાય ઘરમાં આવજા કરે. ક્યારેક રાંધેલો રોટલો ઘરમાં આવીને લઈ જાય. ને એવા ટાણે કેશાભાઈને ભૂખ્યા રહેવાનો વારો આવે.

પરેશે લખેલું આપણે આમનું ઘર કરી શકીએ તો સારુ..
અમારા કાર્યકરો સંવેદનશીલ. એમની લાગણી હોય ત્યારે તો આ કાર્ય કરવાનું જ હોય. યોગાનુંયોગ એ વખતે થૂર જવાનું થયું ને કેશાભાઈને મળવાનું થયું.
એમનો 14 વર્ષનો દિકરો અમારી સામે ઊભેલો. મે પુછ્યું, 'શું ભણે?'
કેશાભાઈએ કહ્યું, 'આઠ ભણાયો. આ સાલથી ઉઠાડી મેલ્યો.'
'કેમ?'
'પૈસાની સગવડ ચોથી કરવાની?'
પ્રાથમિક શિક્ષણ મફત મળે પણ પછી પૈસા ખર્ચવા પડે. જે આ પરિવાર પાસે નહીં એટલે દિકરાને નિશાળમાંથી ઉઠાડી દીધેલો.

ચોમાસામાં તો ઘરમાં... એવા પ્રશ્નના જવાબમાં કેશાભાઈએ કહ્યું, 'બેન દંદુડા પડઅ.. અને શિયાળામો ટાઢ કે મારુ કોમ..'

ઘરમાં બે ખાટલા એ બે ખાટલામાં પાંચ જણા ભર ચોમાસે વરસતા વરસાદમાં સુવે.. બાકી છતમાં જે બાજુ મોટુ બાકોરુ ત્યાંથી પાણી પડે ને ઘરમાં થઈને એ બહાર જાય..
છત પડી ન જાય એ માટે ઘરની વચમાં એક ટેકણિયું પણ મુકેલું. 

પરેશ ઘર બતાવતા બતાવતા રડી પડ્યો. એણે કહ્યું, 'બેન મારી પાસે એટલા પૈસા નથી પણ આમનું ઘર થાય....' એ ભાવુક થઈ ગયો.. આવા લાગણીવાળા કાર્યકરો VSSM પાસે છે માટે જ સાચા અને જરૃરિયાતવાળા માણસો સુધી પહોંચી શકીએ.

કેશાભાઈ પાસે એમના દિકરાને ઉઘડી નીશાળે અમારી હોસ્ટેલમાં ભણવા મુકવાનું વચન માગ્યું. તમે વચન આપે તો ઘર બાંધી આપીશુંનું પણ કહ્યું.

એમણે કહ્યું, 'મુ તો રાજીજ સું. મારાથી કોમ નઈ થતું, બિમારી ના લીધે ખુબ હેરોન થવું. પણ મારા સોકરાનું ભવિસ્ય તમે બનાવો તો મુ તો રોજી. લઈ જજો તમ તમાર...'

નાની બે દીકરીઓને પણ મોટી થતા હોસ્ટેલમાં મુકશેની વાત થઈ. એ પછી ત્યાંથી નીકળી. થૂરમાંથી બહાર નીકળું ત્યાં આફ્રિકામાં રહેતા અમારા અલીમભાઈનો ફોન આવ્યો ને,  બેન ક્યાં મદદ કરવાની છે એમ પુછ્યું ને મે કેશાભાઈની વાત કરી..
એમણે કહ્યું ઘર કરી નાખો..
ને લગભગ દોઢ મહિનામાં અમે કેશાભાઈનું ઘર કરી નાખ્યું.

ઘર થયા પછી ઘર જોવા ગઈ તો કેશાભાઈ રાજી. એમણે કહ્યું. 'તમે આઈન જ્યાં પણ મન ખાતરી નતી ક આ થાય. તમે જ્યા પસી મારી ઘરવાળી ખેતરેથી આઈ મીએ ઈન કીધુ તો એય મોનતી નતી. પણ પરા(પરેશે)એ આઈન કીધુ ક ઘર કરવાનું હ્. તાણ નવઈ લાગી.. ભગવોને તમન મેલ્યા...'

કેશાભાઈના ચહેરા પર આનંદ હતો... પડોશીઓ પણ આભાર માનવા આવ્યા..

આમ જુઓ તો અમે નિમિત્ત.. ઘર બાંધનાર કોણ ને જશ કોને મળે? પ્રિય અલીમભાઈ અદાતિયાનો ઘણો આભાર.. 
અલીમભાઈ જેવા ઘણા સ્વજનો સતત મદદ કરે માટે આવા 1700 થી વધારે પરિવારોના ઘર અમે બાંધી શક્યા...

બસ રાજીપો.. ને વધુ લોકો સાથે આવશે તો આવા અનેક પરિવારોના ઘર બાંધી શકીશું.. 

Keshabhai with his family

Keshabhai promised to send his son to our hostel and also
he agreed to send his two daughters when they grow up

Keshabhai and his family thanks Mittal Patel for helping 
to repair his house

Mittal Patel meets Keshabhai and his family at his new home



No comments:

Post a Comment