Monday, 16 March 2015

નવા ડીસામાં ૫૮ પરિવારોને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવામાં આવ્યાં..

બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકા(નવા ડીસા) મથકે વિચરતી જાતિના ૫૮ પરિવારોને તા.૨૪-૧૦-૨૦૧૧ ના રોજ ૨૫ ચો.મી.ના પ્લોટ ફાળવવામાં આવ્યા.

વર્ષોથી એક ગામથી બીજે અને ત્યાંથી ત્રીજે વિચરણ કરતા આ પરિવારોની ૭૧ પેઢીમાંથી કોઈને પાક્કું અને તે પણ પોતાનું ઘર નસીબ થયું નહોતું. vssmના પ્રયત્નના કારણે આ પરિવારોને પહેલીવાર પોતાની ઓળખના આધારો એટલે કે મતદારકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે મળ્યા છે. આ પરિવારોને ફાળવવામાં આવેલી રાજપુર વોહળાની જમીન એટલી સારી નથી ત્યાં ઘણી સમસ્યાઓ પણ છે પણ હવે જગ્યા પોતાની છે એનો આનંદ છે. કોઈની માલિકીની કે સરકારી જગ્યા પર આ પરિવારો છાપરાં નાખીને રહે તો ગમે ત્યારે જમીન માલિક જમીન ખાલી કરવા કહે અને ત્યારે કરવી પણ પડે હવે એ ની નિરાંત થઇ. 

આ પરિવારોને ફાળવવામાં આવેલી જમીન, આ પરિવારો જે સ્થિતિમાં રહે છે તે અને vssm ની મદદથી મળેલાં તમામ આધારો સાથે આ પરિવારોને ફોટોમાં જોઈ શકાય છે. 

No comments:

Post a Comment