
A few days before the house warming function scheduled on 2nd August, Bapuji paid a visit to the newly constructed settlement. ‘How about constructing a toilet or a small wash in each of the homes for the women in these households,’ he expressed his observation. The land that has been allotted to these families is enough to make a one room and kitchen unit for each of the family, there was no space left for a bathroom-toilet hence it was decided to make common/public bathrooms and toilets in this settlement. But Bapuji felt that it would be better to have attached washrooms. We welcomed the suggestion and initiated work in the suggested direction. On 2nd August, the day of the house warming function Bapuji presented us a cheque of Rs. 5 lacs saying ‘you did everything possible from the funds I had donated earlier but if I make some new suggestions I should also provide funds to execute those suggestions and therefore more funds !!’ We were deeply humbled by the kindness and trust Bapuji put in us. On behalf of all the 56 families of Deesa settlement we are extremely grateful to him for his thoughtfulness and support.

In the pictures below Shri. Keshubhai Goti with Shri. Vallabhbhai planting some saplings at the new settlement, VSSM President Shri. Madhavbhai Ramanuj, our technical expert on housing Shri. Ujamsibhai Khandla and our guiding force Shri Rashminbhai Sanghvi doing the honours with Shri Vallabhbhai.
ગુજરાતીમાં અનુવાદ...
મેં આપેલા પૈસામાંથી તો આપે શક્ય આયોજન કર્યું અને હું બીજું સૂચવું તો નાણાં તો જોઈએ ને?
આદરણીય શ્રી કેશુભાઈ ગોટીએ સુરતમાં એક સમારોહમાંનું આયોજન કરેલું. જેમાં જવાનું થયેલું અને ત્યાં વિચરતી જાતિ સાથેના કામો અંગે વાત કરવાનો મોકો મળ્યો. આ સમારોહમાં સુરતના શ્રેષ્ઠી આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણી(બાપુજી) પણ હતા. બધી વિગતો સાંભળી એમણે વિચરતી જાતિની વસાહતના બાંધકામમાં મદદરૂપ થવાનું કહ્યું. કોઈ પણ શરત નહિ અને એવી કોઈ લાંબી ઓળખાણ નહિ છતાં એમણે અમારામાં શ્રધ્ધા દાખવી અને આ પરિવારોના ઘર બાંધકામમાં પ્ર

ત્યેક પરિવારને રૂ.૪૫,૦૦૦ ની મદદ કરી. આદરણીય બાપુજી લોકાર્પણ કાર્યક્રમ પહેલાં વસાહતની મુલાકાતે ગયા અને એમણે બહેનો માટે ઘરમાં જ બાથરૂમ અથવા ચોકડી બનાવવા કહ્યું. મૂળ તો આ પરિવારોને ફળવાયેલા પ્લોટ નાના છે એટલે અમે કોમન બાથરૂમ અને ટોયલેટ બાંધવાનું આ વસાહત પુરતું નક્કી કરેલું. પણ બાપુજીએ કહ્યું, આ પરિવારોના ઘરમાં બાથરૂમ અથવા ચોકડીનું આયોજન કરો તો સારું. અમે હા પાડી અને એ દિશામાં કામ શરુ કર્યું. પણ બાપુજી વસાહતની મુલાકાત લઈને ગયા પછી સતત વિચરતા રહ્યા અને તા.૨ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ વસાહતના લોકાર્પણ કાર્યક્રમમાં આવ્યા ત્યારે એ નીમીતનો રૂ.૫,૦૦,૦૦૦ નો ચેક આપણને આપ્યો. એમણે કહ્યું, મેં આપેલા પૈસામાંથી તો આપે શક્ય આયોજન કર્યું અને હું બીજું સૂચવું તો નાણાં તો જોઈએ ને? આ ઉદારતા અને આ દરિયાદિલી માટે ૫૬ પરિવારો અને સંસ્થા વતી આદરણીય બાપુજીનો આભાર માનીએ છીએ.

ફોટોમાં શ્રી કેશુભાઈ ગોટી સાથે વસાહતમાં વૃક્ષારોપણ કરતા આદરણીય શ્રી વલ્લભભાઈ અને vssm ના પ્રમુખ શ્રી માધવ રામાનુજ, ઘર બાંધકામમાં એન્જીન્યરીંગની દ્રષ્ટિએ સતત મદદરૂપ થતા આદરણીય શ્રી ઉજમશી ખાંદલા અને અમારી સતત ચિંતા કરતા આદરણીય શ્રી રશ્મીન સંઘવી સાથે રિબન કટ કરતા આદરણીય શ્રી વલ્લભભાઈ સવાણી.
No comments:
Post a Comment