Such insignificant matter and yet it requires Chief Minister’s attention to resolve it…..
There is no arguing to the fact that the government’s aid of Rs. 45,000 is nowhere enough to construct a decent one room home for the poor communities. And yet it is difficult to convince the law makers to increase the amount of this support.Well it has been doubled but only for the communities living in the rural areas, the urban poor still struggle to find the balance amount required to build a small one-room home. VSSM has been supporting the nomadic families with the balance amount. The math is a bit complicated but its working fine. The amount comes from well wishers of VSSM, loan from The Kalupur Commercial Cooperative Bank and some contribution from the families too. The house constructions that VSSM has supported so far have followed similar maths. The concern or the struggle for us is not getting money from the other donors but from the government. The required sanctions, documentation and other procedures are so long and time consuming and of course much dependent on the whims and fancies of the officials in-charge that it literally takes months to get even one installment sanctioned (imagine once the construction has begun, how would these families continue with it in absence of funds).
The families of Vadee community of Dhangadhra which falls under category of Nomadic and De-Notified Tribes (NT-DNTs) are in process of building their homes. They are half way through and still awaiting the cheques from government. Frequent requests had been made to the Social Welfare Officer for the release of cheques. The officer was ready to release but the documents required signatures from officials of Nagarpalika, without which the cheques cannot be released. The nagarpalika official just would not sign the papers. The families and VSSM team members made rounds of the office everyday without any success. After waiting for two months we had to write to the Chief Minster. Instructions from the CM’s office instantly resolved the matter. The required formalities for issuing cheques were initiated. Do we have to write to the CM for such insignificant matters.. is the question we ask, if this is the case in matters where VSSM is working imagine the plight of poor and powerless people who just do not have means to get their work done.. we know what this particular official was after and why she was raising issues on every step. In such cases where Nomadic Tribes ( NT ) and De-Notified Tribes ( DNTs ) communities have nowhere to go the have no choice left but to give in to the demands of officials.
The irony here is - when we began woking on construction of homes for Vadee families it was the government officials who warned us to be cautious with the loan, not to trust the Vadee etc. So whom do we trust here??? VSSM as an organisation is evolving continuously. We learn each day. A significant thing we have learnt from the very beginning is to have faith in the nomadic communities. They are communities who are true to their words and so far they haven’t given us an opportunity to question the trust we have in them….
In the picture.. government official completing the procedure of issuing the cheques, with VSSM’s Jayantibhai helping the officer. Another picture is of the house under construction….
આવી નજીવી બાબતો માટે પણ મુખ્યમંત્રી શ્રીને લખવું પડે એ શરમજનક છે.
વિચરતા પરિવારોના ઘરોનું બાંધકામ કરતી વખતે ખુબ જ રસપ્રદ અનુભવો થતાં હોય છે. દા.ત. વાદી સમુદાયના ધ્રાંગધ્રામાં ઘર બાંધવાનું નક્કી કર્યું ત્યારે સમાજ કલ્યાણ અધિકારી કહેતા, ‘જોજો હો જોઇને આ કામ હાથમાં લેજો. એક પણ વાદી એના ઘરમાં પથરો પણ નહી ઉપાડે, પાણી પણ નહિ છાંટે. જયારે તમે તો એમને બાંધકામમાં પોતાના પૈસા કાઢવા કહો છો.. ખુબ મુશ્કેલ છે’ અમે એમને ધીરજ અને શ્રધ્ધા રાખવા કહ્યું. સાથે સાથે આ પરિવારો પોતે પોતાનો ફાળો કાઢી ઘરનું કામ શરુ કરે પછી જ પૈસા આપજો એમ પણ કહ્યું. ૩૦,૦૦૦ દરેક પરિવારે બાંધકામ માટે કાઢ્યા. હા એમની પાસે બચત ના હોય પણ ‘ધી કાલુપુર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંકે લી.’એ એમને લોન આપી. જેમાંથી આ પરિવારો પથ્થર ખરીદીને લાવ્યા અને મજૂરી તો એમણે જ કરી. vssm સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓએ આ પરિવારોને રૂ.૨૫,૦૦૦ ની મદદ કરી. આમ મકાનોનું કામ આરંભાયુ. ઘણું કામ થઇ ગયું પછી અમે સમાજ કલ્યાણ અધિકારીને મકાન સહાયના પૈસા આપવા કહ્યું. એ તૈયાર પણ નગરપાલિકાએ કેટલાક કાગળ પર સહી કરવાની હતી જેના ઉપર અધિકારી સહી ના કરે અને એના વગર સમાજ કલ્યાણ અધિકારી મકાન સહાય ના આપી શકે. રોજ રોજ ધક્કા. સ્થાનિક અધિકારીઓ ચીફ ઓફીસર બહેનને સમજાવે અને વાંધા વચકા કર્યા વગર સહી કરવા કહે પણ બહેન કોઈ હિસાબે માને જ નહિ. બે મહિના થયા ખુબ કંટાળ્યા પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં લખ્યું અને ત્યાંથી તુરત જ સ્પસ્ટ સુચના આપવામાં આવી અને આ પરિવારોના મકાન સહાય મેળવવાના ફોર્મ તૈયાર થયા અને વિભાગમાં અપાયા. પણ આવી નજીવી બાબતો માટે પણ મુખ્યમંત્રી શ્રી ને લખવું પડે એ શરમજનક છે પણ શું થાય!
સમાજ કલ્યાણ અધિકારી દ્વારા તા. ૧૦ એપ્રિલના રોજ મકાન સહાયના પહેલા હપ્તાના ચેક આપવામાં આવ્યાં. ફોટોમાં ચેક આપવાની ફોર્માલીટી પૂરી કરી રહેલા અધિકારી અને એમણે મદદરૂપ થતાં vssmના કાર્યકર જયંતીભાઈ... અને તૈયાર થઇ રહેલું ઘર. (આ બધું લખવા પાછળનું કારણ એક જ છે કે vssm સાથે છે છતાં આ પરિવારોને કેટલી તકલીફ થઇ રહી છે. જો સાથે ના હોત તો આ કામ ક્યારે પૂરું થાત? હા બીજા રસ્તા આ પરિવારોએ આપોઆપ અપનાવવા પડત પણ અમે સાથે અને આ લખાણના માધ્યમથી આપણે સાથે છીએ એટલે એ રસ્તા અપનાવવા નથી પડતાં)