Thursday, 2 April 2015

Nomads get bank loans through VSSM

One of the Vadi  receiving housing loan cheque from
Shri. Navneetbhai Patel, Vice Chairman, The Kalupur
 Bank….
The Kalupur Commercial Cooperative Bank stands by us again, provides loans of Rs. 30.30 lacs to the Vadi families of Dhangadhra……

The government aid of Rs. 45,000 to build a house cannot  even meet the basic requirement of building a decent one room home. Constant advocacy for increasing the amount resulted into doubling of the amount but this was conditional i.e  the amount increased for those who lived in the rural areas not for those who stayed in the urban settlements or ghettos. When poverty does not discriminate how can authorities differentiate.. we fail to comprehend such decisions and are lobbying to raise the amount for the urban poor as well.


The construction of homes is about to begin for the 155 nomadic families of Dhangadhra. These families will not be getting Rs. 70,000 but only half of it. How to manage the rest of the amount is the big question they face!! VSSM comes to their support by mobilising funds to facilitate the construction but that amount to does not meet the estimated cost of 1.25. The amount of Rs. 25,000 for each family will be supported by well wishers of VSSM.  The dilemma to raise the remaining amount was  solved when our long standing partner The Kalupur Commercial Cooperative Bank came forward to provide loan to these families at minimal interest rate with the loanee deciding on the amount of EMI!! The office bearers of the bank also showed willingness to expedite the entire process. There was nothing more one could ask for. 55 families received their cheques on the 5th of December 2014.

We are thankful to the bank authorities for taking the risk of trusting the families who as such do not have any documents to prove their identity and income..

ધી કાલુપુર કોમર્શીયલ કૉ-ઓપરેટીવ બેંક લિ. દ્વારા ધ્રાંગધ્રાના વાદી પરિવારોને ઘર બાંધવા માટે રૂ. ૩૦.૩૦  લાખની લોન આપવામાં આવી..

ધ્રાંગધ્રામાં વસતા ૧૫૫ વાદી પરિવારોને સરકાર દ્વારા રહેણાંક અર્થે પ્લોટ ફળવાયા. આ પ્લોટ પર મકાન બાંધવા માટે સરકાર રૂ.૪૫,૦૦૦ આપે પણ આજની મોંઘવારીમાં આટલી રકમમાંથી ઘર થાય નહિ. સરકારમાં મકાન સહાયની રકમ વધે એ માટે અવાર નવાર ઘણી રજૂઆતો કરી આખરે મકાન સહાયની રકમ રૂ.૭૦,૦૦૦ થઇ પણ એમાં શહેરમાં રહેતાં વંચિત પરિવારોને એનો લાભ ના મળે એવી જોગવાઈ થઇ. આની પાછળના કારણો જાણવાની અમે કોશિશ કરીએ છીએ પણ હજુ સુધી નક્કર કારણો મળ્યા નથી. ધ્રાંગધ્રા એ શહેર છે એટલે આ પરિવારોને રૂ.૭૦,૦૦૦ ની મદદ નહિ મળે. આ પરિવારોએ સરકારમાં રજૂઆત કરી છે પણ એનો કોઈ જવાબ નથી. શું કરવું પાસે એવી કોઈ બચત નથી પણ ઘર તો બાંધવાનું ને.. વળી ઘરનો અંદાજ ૧.૨૫ લાખ થવાં જાય છે. આ સ્થિતિમાં આ પરિવારોને vssm સાથે સંકળાયેલા શુભેચ્છક દાતાઓએ રૂ.૨૫,૦૦૦ની મદદ કરવાનું નક્કી કર્યું છે. સરકાર હાલના ધારા ધોરણ પ્રમાણે રૂ.૪૫,૦૦૦ આપશે આ સિવાયની ખૂટતી રકમનું શું? અમારી આ મૂંઝવણનો ઉકેલ vssm ના કામોમાં સદાય સહયોગી એવી કાલુપુર બેંકે આપ્યો. બેંકના હોદ્દેદારોએ આ પરિવારોને તત્કાલ લોન આપવા અંગે સહમતી દર્શાવી. વ્યાજદર પણ ઓછો અને હપ્તો આ પરિવારોએ ભરવો હોય એટલો. આટલી છૂટ સાથે તા.૫ ડીસેમ્બર ૨૦૧૪ ના રોજ ૧૫૫ માંથી ૫૫ પરિવારોને તેમની જોઈતી લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. બેંકમાં પ્રથમ વખત આવેલાં આ પરિવારોને સૌ હોદ્દેદારોએ પ્રેમ પૂર્વક આવકાર્ય. 

પોતાની ઓળખના ઠેકાણા નથી એવામાં આ પરિવારો પર ભરોષો કરીને એમને લોન આપવાનું સાહસ કરનાર કાલુપુર બેંકનો vssm પરિવાર આભાર વ્યક્ત કરે છે. આ પરિવારો ઝડપથી વહાલપની વસાહતમાં કાયમ વસી જાય એવી અભ્યર્થના સાથે...

બેંકના વાઈસ ચેરમેન શ્રી નવનીતભાઈ પટેલના હસ્તે ચેક લઇ રહેલાં વાદી ભાઈ

No comments:

Post a Comment