In the town of Dhangadhra, the construction of homes of 155 Vadee families is already underway… and the reason it is worth mentioning here is because the government aid to construct houses has not reached these families yet. They are managing with the money they have or can mobilise on their own. Social welfare officer Shri. Aghara is amazed at this happening. ‘ It seems like dream. Even before receiving government money these families have begun constructing their new homes!!!’ he says surprisingly. The general belief for Vadee community is they thrive on all things free, they seldom spend their own money and they never like to do labour intensive work. This was also the perception of Shri. Aghara who himself had experienced such behavioural traits of the Vadees.
These families have dug the foundation on their own, did not know the basics of construction but have constantly consulted the VSSM team members in the region Jayantibhai and Harshadbhai. ‘Is this fine, are we doing it right, Jayantinath??’ they inquired constantly. The team members have such strong affiliation with these communities that they consider them one of their own (christening Jayantibhai to Jayantinath. Nath being the suffix in Vadee names or equivalent to bhai) Such remarkable break throughs are only possible because of such strong connect between the team and the communities. Another astonishing fact is that these families today paid the first EMI towards the housing loan from The Kalupur Commercial Cooperative Bank. Placing tremendous faith in these families the Kalupur Bank had lent each family a loan ranging anywhere between Rs. 10,000 to Rs. 50,000.
An urge to move into their own abodes can be clearly sensed. We can sense a glim of joy in their eyes as their dream of moving into their own homes is soon to be a reality. The friends and well wishers of VSSM has provided support of Rs. 25,000 to each of these families and we are extremely grateful for that. May we together make it possible for more an more such families to move into their own abodes of love and happiness……...
ગુજરાતીમાં અનુવાદ...
‘આ સ્વપ્ન લાગે છે. હજુ સરકારની સહાય મળી નથી ને છતાં આ પરિવારો પોતાની પાસેથી સગવડ કરીને ઘર બાંધી રહ્યા છે’
ધ્રાંગધ્રામાં ૧૫૫ વાદી પરિવારોના ઘરો બંધાઈ રહ્યા છે. સમાજ કલ્યાણ અધિકારી શ્રી અગારા સાહેબ કહે છે એમ ‘આ સ્વપ્ન લાગે છે. હજુ સરકારની સહાય મળી નથી ને છતાં આ પરિવારો પોતાની પાસેથી સગવડ કરીને ઘર બાંધી રહ્યા છે’ મૂળ તો વાદી સમુદાય માટે સૌને એમ થાય કે, આ લોકો મફતનું જ ખાય પોતાના ખિસ્સામાંથી રૂપિયોય ના કાઢે કે મજૂરી પણ ના કરે! અઘારા સાહેબનો આ સમુદાય માટે એવો અનુભવ પણ રહ્યો હતો એટલે એમનું આ માનવું વ્યાજબી પણ હતું પણ ધ્રાંગધ્રાના પરિવારોએ પોતાના ઘરના પાયા જાતે ખોદયા, ચણતરમાં સમજ નથી પડતી પણ vssm ના કાર્યકર જયંતીભાઈ અને હર્ષદને વારંવાર પૂછ્યા કરે, ‘બરાબર બંધાય છે ને? જયંતીનાથ?’ જયંતીભાઈ વાદી સમુદાયના નથી પણ આ વાદી પરિવારોએ એમને ‘નાથ’નો ખિતાબ આપ્યો છે. મૂળ તો vssm ના કાર્યકરોની લાગણીના કારણે જ આ એકમય થવાનું થાય છે. આ પરિવારો પર ભરોષો મૂકી ‘કાલુપુર બેન્કે’ રૂ.૧૦,૦૦૦ થી લઈને રૂ.૫૦,૦૦૦ સુધીની લોન પ્રત્યેક પરિવારને આપી છે જેનો પહેલો હપ્તો આજે આ પરિવારોએ ચૂકવ્યો છે. અઘારા સાહેબને આ વાતથી ખૂબ આશ્ચર્ય થયું.
વાદી પરિવારોને પોતાના ઘરમાં જવાની ઝંખના તીવ્ર છે. એમની આંખોમાં પોતાના ઘરની ખુશી અમે જોઈ શકીએ છીએ. vssm સાથે સંકળાયેલા સ્વજનોએ પ્રત્યેક પરિવારને ઘર બાંધવામાં રૂ.૨૫,૦૦૦ની મદદ કરી છે.. સૌનો આ તબક્કે આભાર માનું છું.. અને વધારે ને વધારે પરિવારોને વહાલપની વસાહતમાં લઇ જવામાં સૌ નિમિત બને એવી શ્રદ્ધા રાખું છું...
વસાહતમાં બંધાઈ રહેલાં ઘરો...
No comments:
Post a Comment